મુલાકાતી નંબર: 430,065

Ebook
પ્રતિક્ષા
ડો.આશિષ ચોક્સી. શ્રેણી : જીવન, પ્રેમ અને પોઝીટીવીટી પ્રયત્ન + પરિશ્રમ + ........ = સફળતા આશરે ઈ.સ ૧૧૦૦ની સાલમાં એટલે ૯૦૦ વર્ષ પહેલા ગુજરાતના રાજવીર સિદ્ધરાજ જયસિંહે જુનાગઢ જીતવા માટે ૧૨ વર્ષ સુધી જૂનાગઢની આજુબાજુ ઘેરો ઘાલ્યો અને જીત માટે પ્રતિક્ષા કરી. ઈ.સ. ૧૬૩૨માં પ્રેમના પ્રતિક તાજમહેલનું બાંધકામ શરૂ કરાવનાર શાહજહાંને વિશ્વની સર્વોત્તમ પ્રતિકૃતિ બનાવતા ૧૧ વર્ષ લાગ્યા. થોમસ આલ્વા એડીસને વિજળીનો બલ્બ શોધ્યો એ પહેલા તેના મગજમાં આ શોધ માટેના બીજ વર્ષો પહેલા રોપાઈ ગયા હતા. અન્ય શોધો વચ્ચે પણ આ કામ માટેના વિચારો તેના મગજમાં ચાલુ જ રહેતા હતા. આશરે ૯૦૦ થી વધુ પ્રયત્નો બાદ તેમને સફળતા મળી. ૧૯૪૨ની ‘ક્વિટ ઇન્ડિયા’ મૂવમેન્ટ વખતે કોઈએ ગાંધીજીને પૂછ્યું, ‘બાપુ આઝાદીની તમારી અહિંસક લડતને ૨૫ વર્ષ વીતી ગયા છતાં સફળતા નથી મળી. તમને નથી લાગતું કે તમારી આઝાદીની લડતની પદ્ધતિ તમારે બદલવી જોઈએ.’ બાપુએ ખુબ સરસ જવાબ આપ્યો હતો કે ‘હું નાં હોઉં તો પણ હું ઈચ્છીશ કે તમે બધા એક સદી વીતી જાય તો પણ આ જ પદ્ધતિથી (અહિંસક પદ્ધતિ)થી જ લડત ચાલુ રાખો. તેનું પરિણામ મોડું મળશે તો પણ મુળિયા ખુબ ઊંડા હશે.’ વિખ્યાત અભિનેતા રાજકપૂરે ભારતીય ફિલ્મજગતને કેટલીક અમર ફિલ્મોની ભેટ આપી. આ ફિલ્મો અમર થઇ કારણકે તેના ગીતો વર્ષો સુધી અમર રહ્યા. ગીતોના દરેક પાસા જેમકે સંગીત, શબ્દો અને ફિલ્માંકન સર્વશ્રેષ્ઠ બને તે માટે તે એટલો બધો સમય લેતા કે યુનિટના સભ્યો કંટાળી જતા. ‘ધ વોલ’ના હુલામણા નામથી ઓળખાતા ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડની શાંતિ અને ક્રીઝ પર ઉભા રહેવાની ક્ષમતાથી વિરોધી ટીમના ખેલાડીઓ અકળાઈ જતા. ગમે તેવા લાલચુ બોલથી પણ તેઓ વિચલિત થતા નહીં. હમણાં છેલ્લે આવેલ ‘દંગલ’ પિકચરમાં પણ આમિરખાને તેની દીકરીને ઉતાવળ નહીં કરવાની અને વિરોધી ટીમની ખેલાડી ભૂલ કરે ત્યાં સુધી રાહ જોવાની સલાહ આપી. સદીઓ બદલાશે, વ્યક્તિઓ બદલાશે, જગ્યા બદલાશે, કામનું કારણ અલગ અલગ હશે પણ સફળતાની મંઝિલે પહોચવા અને કઈક અલગ જ વસ્તુ હાંસલ કરવા માટે એક વસ્તુ કાયમ રહેશે....’પ્રતિક્ષા’. કોઈકે સાચું જ કહ્યું છે કે પ્રયત્ન + પરિશ્રમ + પ્રતિક્ષા = સફળતા. જો પ્રયત્ન અને પરિશ્રમ સાથે પ્રતિક્ષા નહીં હોય તો સફળતા અલ્પજીવી હશે શાશ્વત નહીં હોય. પ્રભુ આપે છે ત્યારે સારું આપે છે અને જ્યારે નથી આપતો ત્યારે વધુ સારું મેળવવાનો રસ્તો આપે છે. પણ જ્યારે તે પ્રતિક્ષા કરાવડાવે છે ત્યારે તો તે શ્રેષ્ઠ જ આપે છે. drashishchokshi.com  

2 ટિપ્પણીઓ

 1. લેખકParag

  on March 26, 2017 at 6:51 pm - Reply

  So true, impressive and motivating in this current life style

  • લેખકDr.Ashish Chokshi

   on April 19, 2017 at 2:04 pm - Reply

   Dr.Ashish Chokshi

   thanks paragbhai

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો