મુલાકાતી નંબર: 430,127

Ebook
બ્રેસ્ટફીડીંગ અને હવાઈ મુસાફરી.
 • હવાઈ મુસાફરી કરતી વખતે માતાને બ્રેસ્ટફીડીંગને અનુલક્ષીને ઘણી મુંઝવણ થતી હોય છે. આ સમયે શું ધ્યાન રાખવું અને શું હકીકત છે તે જાણીએ.
 • જન્મે તંદુરસ્ત બાળક લગભગ ૨ અઠવાડીયાનું થાય પછી તેના માટે હવાઈ મુસાફરી સલામત છે.
 • જન્મે ખુબ ઓછા વજનવાળા, શ્વાસનળી કે અન્નનળીની કોઈ જન્મજાત તકલીફો તેમજ ચિરાયેલો હોઠ કે તાળવામાં કાણું ધરાવતા બાળકો માટે છ માસ બાદ હવાઈ મુસાફરી સલામત છે.
 • હવાઈ મુસાફરી વખતે ધાવણ આપતી માતાએ તે સહેલાઈથી બ્રેસ્ટફીડીંગ કરાવી શકે તેવા ખુલતા કપડા પહેરવા.
 • જો બાળકને શરદી હોય તો તેની યોગ્ય દવા લેવી. હવાઈ સફર શરૂ થાય તે પહેલા ડોકટરે સુચવેલા કફ સીરપ આપી દેવા.
 • હવાઈ મુસાફરી વખતે થોડી પણ શરદી ધરાવતા શિશુનું નાક ખુલ્લું રહે તે ખાસ ધ્યાન રાખવું. નાક બંધ હોય અને માતા સ્તનપાન કરાવે તે શિશુને કાનમાં રસી થવાની સંભાવના રહે છે.
 • વિમાન જમીનથી હવામાં ઉચકાતુ હોય અને હવામાંથી જમીન પર ઉતરતું હોય તે સમયે બહારની હવા અને બાળકના કાનની નળીના દબાણમાં ખુબ ફર્ક હોય છે. આ સમયે ધાવણ આપવું ટાળવું. આ વખતે બાળકના કાનમાં કોરૂ રૂ રાખવું ફાયદાકારક છે.
 • વિમાન હવામાં સરખી ઊંચાઈ પર સ્થિર થાય પછી ધાવણ આપવામાં કોઈ વાંધો નથી. આ વખતે શરૂમાં રાખેલું રૂ કાઢી લેવું. હવે બાળકના કાનની નળી અને વિમાનમાં અંદરનું હવાનું દબાણ લગભગ સરખું થઇ ગયું હોય છે.
 • વિમાનમાં બાળક બ્રેસ્ટ ફીડીંગ એક સાથે લાંબુ ના લે અને થોડી થોડી વારે થોડી થોડી મિનિટો માટે લે તે વધુ સલામત. થોડી થોડી વારે બાળકને ચુસાડવાનું બંધ કરાવવાથી તેના મોઢામાં બહારની હવા જાય જેનાથી મોઢામાં અને કાનમાં સતત હવાનું દબાણ નીચું ના રહે તે જરૂરી છે.
 • વિમાનમાં માતાએ બેસીને જ ધાવણ આપવું. સુતા સુતા ધાવણ આપવાનું ટાળવું. હવાઈ મુસાફરી વિના પણ સુતા સુતા માતા ધાવણ આપે ત્યારે બાળકના કાનના પડદાને નુકસાન થવાનો ભય રહેતો હોય છે. આ ક્રિયા વારંવાર થાય તો બાળકના કાનના પડદામાં કાણું પડે અને કાનમાં રસી થવાની સંભાવના રહે છે. આ સંભાવના હવાઈ મુસાફરી વખતે ઘણી વધી જતી હોય છે.
 • જો બાળકને વધુ કફ હોય, નાકમાં પાણી અને મીઠાનાં સંયોજનવાળા ટીપા નાખવા છતા નાક બંધ જ રહેતું હોય તે બાળકોને વિમાનમાં ધાવણ આપવું ટાળવું. આ બાળકોને કાનમાં તકલીફની સંભાવના ઉપરાંત દૂધ અન્નનળીને બદલે શ્વાસનળીમાં ચાલી જવાનું અને શ્વાસ રૂંધાવાનું પણ જોખમ રહેલું હોય છે. આ બાળકોને શક્ય હોય તો માતાનું પહેલેથી કાઢેલું ધાવણ ( Expressed breast milk ) વાડકી અને ચમચીથી આપી શકાય.
 • જે બાળકો માતાનું ધાવણ નથી લેતા અને શીશીથી દૂધ લે છે તેમના માટે પણ ઉપરની જ વસ્તુનું ધ્યાન રાખવુ પડશે.
 • ઘણી લાંબા અંતરની વિમાની સેવાઓ વિમાનમાં ધાવણ આપતી માતાઓ માટે અલગ કેબીનની વ્યવસ્થા પણ રાખે છે. જેમાં માતાને અનુકુળ વાતાવરણ હોય છે અને તે સંકોચ વિના સ્તનપાન કરાવી શકે.
 • અતિ ગંભીર બાળકો જેને નાકમાં અથવા મોમાં રાખેલ ટ્યુબ દવારા ખોરાક અપાય છે. તે બાળકોને અનુભવી નર્સ સાથે ઇમરજન્સીમાં જરૂરી દવાઓ અને ઓક્સિજનના બાટલા સાથે હવાઈ મુસાફરી કરવી. વિદેશમાં આવા બાળકો માટે એર એમ્બ્યુલન્સની સગવડ હોય છે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો