મુલાકાતી નંબર: 430,072

Ebook
બ્રેસ્ટમિલ્કમાં રહેલા વિશિષ્ટ પોષક તત્વો
  • ધાવણમાં રહેલા વિશિષ્ટ પોષક તત્વોની અદભુત કામગીરી વિશે જાણીએ.
  • ટોરિન (taurine) : ધાવણમાં રહેલો ટોરિન નામનો એમિનો એસિડ મગજના જ્ઞાનતંતુને બનાવે છે તેમજ રેટીના (આંખના પડદા)ના વિકાસમાં પણ અદભુત કાર્ય કરે છે. કોલોસ્ટ્રમમાં અને પછીના મેચ્યોર બ્રેસ્ટમિલ્કમાં રહેલા ટોરિનનું પ્રચુર પ્રમાણ ચરબીના પાચન અને VITAMIN-D ના શોષણમાં પણ કામગીરી બજાવે છે. ઓછા વજનવાળા બાળકોને વધુ ટોરિન જોઈએ. ટોરિન ગાયના દુધમાં હોતું નથી. બહારના પાવડરના ડબ્બામાં ટોરિન એમિનો એસિડ ઉમેરી શકાય પરંતુ તેની અસરકારકતા માતાનાં દુધમાં રહેલા ટોરિન જેવી હોતી નથી.
  • માતાના ધાવણમાં લોહતત્વ (iron)નું પ્રમાણ સહેજ ઓછુ હોય છે પરંતુ જે હોય છે તેમાંથી ૫૦% થી ૭૫% જેટલું લોહતત્વ બાળકના આંતરડામાંથી શોષાઈ જાય છે. બહારની ફોર્મ્યુલાના દૂધમાંથી ૪% જ લોહતત્વ શોષાય છે. હવે જો ડબ્બાના દુધમાં લોહતત્વનું પ્રમાણ વધારવામાં આવે તો આતરડામાં રહેલા નક્કામાં વિષાણુંને તે લોહતત્વ (iron) મળે અને તેમનો બાળકના આંતરડામાં જ વિકાસ થાય. આ ઉપરાંત માતાના દુધમાં એન્ડોકારનાબિનોઈડસ, ૨-આરાકીડોનોયલ ગ્લીસરોલ તેમજ અનાડામાઈડ જેવા તત્વો રહેલા છે જે નવજાતશિશુમાં પાચન નું કાર્ય કરે અને તેનામાં વધુ ભૂખ લાગતી અટકાવે છે. આ તત્વો બહારનું દૂધ લેતા બાળકોમાં નથી હોતા આથી બહારનું દૂધ લેતા બાળકોને ભૂખ પણ વધુ લાગે છે તેમનામાં બિનજરૂરી ચરબીનું પાચન અને શોષણ વધુ થાય છે. જેનાથી તેમનું વજન ખુબ વધી જાય છે. પરંતુ તેમનામાં ઉપરોક્ત તત્વોની ખામીને લીધે બહારના વિષાણું સામે લડવાની પ્રતિકાર શક્તિ ઓછી હોઈ તેમનામાં આંતરડાનાં રોગો, કબજિયાત અને ઝાડાનું પ્રમાણ વધુ જોવા મળે છે.
  • ઓક્સિટોસીન અને પ્રોલેકટીન અંતઃસ્ત્રાવ : ઓક્સીટોસીન ગર્ભાશયને સંકોચે છે, રક્તસ્ત્ર્રાવ અટકાવે છે. પ્રોલેકટીન ધાવણનું પ્રમાણ વધારે છે. આ અંતઃસ્ત્રાવોને લીધે માતા જ્યારે ધાવણ આપે ત્યારે તેને થોડી ગરમી અને થોડી તરસ લાગે છે. બાળકનો માતાને સ્પર્શ, તેના રડવાનો અવાજ, પુરતી ઊંઘ અને હળવાશ (relexetion) આ અંતઃસ્ત્રાવોના પ્રમાણને વધારે છે. જ્યારે ચિંતા, અપૂરતો આરામ આ અંતઃસ્ત્રાવોને ઘટાડે છે.
  • ઓમેગા-૩-ફેટી એસિડ ( DHA અને લાયનોલેનિક એસિડ), ઓમેગા-૬-ફેટી એસિડ ( ARA અને લાયનોલેનિક એસિડ) બાળકના મગજમાં માયેલીન નામના જ્ઞાનતંતુનું કવચ બનાવે છે. મગજનો એક સંદેશો બીજી જગ્યાએ પહોચાડવાનું અને જ્ઞાનતંતુની વ્યવસ્થિત સર્કિટ બનાવવાનું કાર્ય કરે છે. ધાવણ લેતા બાળકનો IQ, DHAને લીધે વધુ હોય છે. બાળકના ૮૦% મગજનો વિકાસ પ્રેગ્નન્સીના છેલ્લા ૩ માસથી શરૂ કરી બાળકના જન્મ બાદના ૨ વર્ષ સુધીમાં થાય છે. આ માટે નવજાત શિશુને વધુમાં વધુ DHA, ARA અને taurine જોઈએ જેનો સારામાં સારો સ્ત્રોત માતાનું ધાવણ જ છે. આમ બાળકનો માનસિક વિકાસ, બુદ્ધિપ્રતિભા, દ્રષ્ટિ, રોગપ્રતિકારક શક્તિ, આંતરડાના ફરકાટ જેવા અદભુત કાર્યો DHA કરે છે. બહારથી ઉમેરાતા DHA ને taurineની અસરકારકતા વિશે પ્રશ્નાર્થ હોય છે.
  • લાયપેસ : બાળક ધાવણ લે તેના અંત ભાગમાં લાયપેસ હોય છે. તે ચરબીને નાના-નાના કણોમાં વિભાજિત કરી ચરબીના પાચનમાં મદદ કરે છે. આને લીધે બહારના ડબ્બાના દૂધ કરતા માતાનું દૂધ ઝડપથી પચે છે અને ઓછી શક્તિ વપરાય છે. વિટામીન-C, ઝીંક અને લોહતત્વનું શોષણ વધવાને લીધે DHAનું ઉત્પાદન વધે છે.
  • આ ઉપરાંત ધાવણમાં એપીડરમલ ગ્રોથ ફેક્ટર, એન્ડોરફીન, લેપ્ટીન, ઈન્ટરલ્યુંકિન, ન્યુક્લીઓટાઇડ, કારનીટીન, લેક્ટોફેરીન, લાયસોઝોમ, લ્યુકોસાયટ, બિફીડસ ફેક્ટર, સીક્રીટરી-Iga, ઓલેઈક એસિડ અને પાલમિટિક એસિડ તેમજ હ્યુંમન મિલ્ક ઓલીગોસેકેરાઇડ (HMO) જેવા અદભુત રોગપ્રતિકારક તત્વોનું પ્રમાણ વધુ હોય છે જે આંતરડામાં બિનજરૂરી જીવાણુંનું પ્રમાણ ઘટાડે છે અને મેગ્નેશિયમ, કેલ્શિયમ તેમજ પોટેશિયમ જેવા બાળકના શારીરિક અને માનસિક વિકાસ કરતા તત્વોનું પાચન અને શોષણ કરે છે.
( દિવ્ય ભાસ્કર ૧૧/૦૮/૨૦૧૫)

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો