મુલાકાતી નંબર: 430,120

Ebook
બ્રેસ્ટ ફીડીંગ ( ધાવણ ) આપવાના ફાયદા

ધાવણ ( માતાના દૂધ ) થી થતા ફાયદા

 • માતાનું દૂધ બાળક માટે સર્વશ્રેષ્ઠ અને સંપૂર્ણ આહાર છે.
 • માતાનું દૂધ બાળકને સરળતાથી પચે છે.
 • બાળકને જ્યારે જોઈએ ત્યારે તરત ઉપલબ્ધ હોય છે. માતાનું દૂધ હંમેશા યોગ્ય તાપમાને જ હોય છે. ( બહારના દુધને ગરમ કરવું, દૂધ બગડી જવું, દૂધ આપવાના સાધનો યોગ્ય રીતે સાફ કરવા જેવા અનેક પ્રશ્નો ઉભા થાય છે )
 • માતાનું દૂધ બાળકને વિવિધ ચેપથી બચાવે છે. માતાનું દૂધ સીધું બાળકના મોમાં જ જાય છે આથી તે પુરેપુરી રીતે સ્વચ્છ અને સુરક્ષિત જ હોય છે.
 • પ્રથમ છ માસ દરમ્યાન ધાવણ ના લેનાર બાળકમાં ઝાડા થવાની શક્યતા ૫ ગણી અને ન્યુમોનિયા થવાની શક્યતા ૩ ગણી વધુ હોય છે.
 • શરૂઆતનું પીળું અને જાડું દૂધ જેને કોલોસ્ટ્રમ કહે છે તે બાળક માટે પહેલી રોગ પ્રતિકારક રસી છે.
 • પ્રથમ છ માસ સુધી માત્ર ધાવણ ઉપર ઉછરેલા બાળકોનું જીવન પુખ્ત ઉમરે પણ નિરામય રહે છે. તેઓને મોટી ઉમરે થતા રોગો જેમકે ડાયાબિટીસ, દમ, લોહીનું ઊંચું દબાણ, વિવિધ એલર્જીઓનું પ્રમાણ નહિવત હોય છે.
 • જે બાળક માતાનાં દૂધ વિના મોટો થયો છે તે બાળક માતાનું દૂધ લઈને મોટા થયેલ બાળકની સરખામણીમાં ઓછી રોગપ્રતિકાર શક્તિવાળો, અસલામતી અને લઘુતાગ્રંથીની લાગણીવાળો તેમજ આક્રમક હોઈ શકે છે.

સ્તનપાન ( બ્રેસ્ટ ફીડીંગ ) કરાવવાથી થતા ફાયદા

 • માતા અને બાળક વચ્ચેનો એક પ્રેમાળ આત્મીય સેતુ રચાય છે.
 • બાળકનો સંપૂર્ણ શારીરિક અને માનસિક વિકાસ થાય છે.
 • બાળકના મગજ અને દ્રષ્ટિનો વિકાસ સ્તનપાનથી થાય છે.
 • સ્તનપાનથી બાળકની બુદ્ધિપ્રતિભાનો ( Intelligence Quotient ) વિકાસ થાય છે. આ બાળકોનું ગણિત વિષયમાં અસાધારણ પ્રભુત્વ હોય છે.
 • સ્તનપાનથી બાળકને ગરમાવો મળે છે. બાળકને ઠંડુ પડતું બચાવે છે.
 • સ્તનપાન લેતા બાળકોને સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમનું( દેખીતા મોટા કારણ વિના અચાનક બાળકનું મૃત્યુ) જોખમ ઓછું રહે છે.
 • બાળક ૧ વર્ષથી ૨ વર્ષ દરમ્યાન ઘણી બધી વસ્તુઓ મોમાં નાખતું હોય છે. તેને ચેપ લાગવાનો ડર વધુ રહે છે. જે બાળકને આ સમય દરમ્યાન ધાવણ ચાલુ હોય છે તેને ચેપ વિરોધી તત્વો ધાવણ મારફતે મળતા હોવાથી તે માંદુ ઓછું પડે છે. માંદુ પડે તો પણ ઝડપથી સ્વસ્થ થાય છે. તે જ્યારે પણ માંદુ પડે ત્યારે તેની ધાવણ ચૂસવાની વૃત્તિ વધી જાય છે. ધાવણ મારફતે તેને પોષણ અને પ્રવાહી પૂરતા મળે છે. આથી તેનામાં ડીહાયડ્રેશન થવાની સંભાવના ઘટી જાય છે.

સ્તનપાન કરાવવાથી માતાને થતા ફાયદા

 • જન્મ બાદ માતાનાં શરીરમાંથી લોહી વહેતું અટકે છે. શરીરમાં લોહતત્વનું પ્રમાણ જળવાઈ રહે છે. માતા પાંડુરોગ ( એનેમીયા ) થી બચે છે.
 • બે બાળકો વચ્ચેનો ગાળો રાખવામાં સ્તનપાન મદદરૂપ થાય છે.
 • માતાને મોટી ઉમરે થતા સ્તન, અંડાશય, ગર્ભાશયના મુખ તેમજ ગર્ભાશયની અંદરની દિવાલમાં થતા કેન્સરથી બચાવે છે. ગર્ભાશયમાં થતી ગાંઠ ( ફાયબ્રોઈડ ) નું પ્રમાણ અને ગંભીરતા પણ સ્તનપાનથી ઘટે છે.
 • સ્તનપાન માતાને સ્થૂળતાથી રક્ષણ તો આપે જ છે સાથે તેનું મૂળ શરીર ( વજન અને આકાર ) લાવવામાં પણ મદદ કરે છે.
 • બાળકને આહાર અને પોષણ આપવામાં સૌથી વધુ સરળતા માતાને સ્તનપાનમાં રહે છે.
 • સ્તનપાનથી માતા માનસિક તૃપ્તિ અને સ્વસ્થતા અનુભવે છે.
 • સ્તનપાન કરાવતી માતા તેના બાળક સાથે બધીજ રીતે ઝડપથી અનુકુલન સાધી શકે છે.

સ્તનપાનથી કુટુંબ અને સમાજ ને થતા ફાયદા

 • કુટુંબનો કુલ ખર્ચો ઓછો થાય છે.
 • સ્તનપાનથી પાંચ વર્ષથી નીચે બાળમૃત્યુનું પ્રમાણ ઘટે છે.
 • બાળકને માંદગીનું પ્રમાણ ઘટે છે આથી કુટુંબનો ઘણો સમય બચે છે.
 • પ્રથમ છ માસ ફક્ત ધાવણ આપતી માતાના બાળકમાં સાત વર્ષ સુધી બીમારીનું પ્રમાણ નહિવત હોય છે. આથી તેની તેના કામના સ્થળે ઓછી રજા પડે છે જે તેને અને તેની સંસ્થાને આર્થિકરીતે ફાયદો થાય છે.
 • માતા અને બાળક વચ્ચે સરવાળે કુટુંબમાં એકબીજા પ્રત્યે સ્નેહ, હુંફ અને આત્મીયતાનું પ્રમાણ વધે છે.
 • પધ્ધતિસર માતાનું ધાવણ વધુ લેવાય તેમ તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે.
 • લાંબા ગાળે દેશમાં પણ પ્રદુષણનું પ્રમાણ ઘટવું, દેશને આરોગ્યમાં થતા ખર્ચનું ભારણ ઘટવું, દેશના યુવાવિકાસમાં ઝડપથી વૃધ્ધિ થવી જેવા ફાયદા સ્તનપાનને કારણે મળે છે.
( દિવ્યભાસ્કર ૧૯/૧૦/૨૦૧૦ )

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો