મુલાકાતી નંબર: 430,021

Ebook
0 પ્રસ્તાવના
‘હું મારા દર્દીઓ પાસેથી શીખ્યો’......પુસ્તક મારા અને મારા બાળદર્દીઓના ૨૩ વર્ષના સંબંધોની અભિવ્યક્તિ છે. મેં મેમનગરમાં મારી બાળરોગ નિષ્ણાત તરીકેની પ્રેક્ટીસ ચાલુ કરી ત્યારે મને ખબર જ ન હતી કે આ સફર આટલું બધું શીખવનારી હશે. આ સફરમાં ભારતભ્રમણ કર્યા વગર મને આપણા દેશના બધા જ રાજ્યના, અલગ અલગ વ્યવસાયના અને વિવિધ જાતિના લોકોને મળવાનો મોકો મળ્યો. આ સફરમાં મને બાળદર્દી અને તેમના માતાપિતા સાથેની બધા જ પ્રકારની લાગણી અનુભવવાની તક મળી. ક્યાંક પ્રેમની અતિશયોક્તિ હતી તો ક્યાંક અંતરનો ઉમળકો હતો, ક્યાંક ગુસ્સો પણ હતો, ક્યાંક પાંપણની પાછળ સંતાયેલા આંસુ હતા અને ક્યાંક કુટુંબીજન જેવું પોતીકાપણું પણ હતું. બાળક, યુવાન અને વડીલો એમ ત્રણેય પેઢી સાથે નાતો બાંધવાની તક આપતા આ વ્યવસાયે જીવનના બધાજ રંગોનું દર્શન કરાવ્યું. બાળકોની પાસેથી નિર્દોષ અને નિખાલસ રહેવાનું, યુવાન માતાપિતા પાસેથી જોમ અને જુસ્સા સાથે પડકારો ઝીલી લેવાનું અને વડીલો પાસેથી સરળ રહેવાનું શીખી શકાયું. દરેકે દરેક બાળદર્દી પાસે કોઈક ને કોઈક સંદેશો હતો, કઈક ને કઈક નવું શીખવાનું હતું. મારા પ્રથમ પુસ્તક ‘મગજની મગજમારી’ ને મળેલા સુંદર આવકારે મને આ પુસ્તક લખવાની હિંમત આપી. આ પુસ્તકમાં ઘણી વાત નામ સાથેની સાચી હકીકત છે તો ઘણી વાત નામ બદલીને સત્યઘટનાઓ છે. અમુક વાત મારા દિવ્ય ભાસ્કર, કચ્છ શ્રુતિ અને જાગૃતિ અભિયાનમાં પ્રગટ થયેલા લેખો છે. બાળમિત્રો અને તેમના કુટુંબીજનો પાસેથી હું જે સમજ્યો છું અને શીખ્યો છું તે હું અન્ય માતાપિતાને અને સમાજને મદદરૂપ થાય એ આશય સાથે આ પુસ્તકમાં લખું છું. હું આભારી રહીશ ઈશ્વરનો જેમણે મને આ વ્યવસાય આપવાની જવાબદારીને લાયક ગણ્યો હશે, મારા પિતા પૂ.સુબોધભાઈનો અને મારી માતા પૂ.ઉર્મિલાબેનનો જેમણે મને વાંચનની ટેવ પાડી. મારી પત્ની અને મિત્ર સ્વાતિનો જેની સાથે રોજ સવારે સાતથી આંઠના સમયે ચા પીતા પીતા આખા દિવસની વાતો, પેશન્ટની વાતો અને મારા લેખનની વાતો દવારા મને ઘણા નવા વિચારો મળ્યા, નંદન મેટરનીટી હોમના આદરણીય ડો.પૂર્ણાબહેન પટેલનો જેમણે મારી હોસ્પિટલની શરૂઆતથી જ મારામાં વિશ્વાસ રાખીને તેમના ત્યાં જન્મેલા બાળદર્દીઓને જોવાની તક મને આપી જેને લીધે હું સમાજના બધા જ વર્ગોના માતાપિતાના સંપર્કમાં આવી શક્યો.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો