મુલાકાતી નંબર: 430,023

Ebook
17 મળેલા સમય નો સદુપયોગ
પોતાના બાળકને સ્કુલે ગાડીમાં મુકવા જવાના સમયનો સદુપયોગ કેવી રીતે કર્યો તે વાત એક બાળકના પિતા કહી રહ્યા હતા. અમે રહીએ છીએ જજીસ બંગલો પાસે, મારા પુત્રની સ્કુલ છે લોયલા ઝેવિયર્સ – દર્પણ છ રસ્તા પાસેની અને મારી સર્વિસનું સ્થળ છે ગાંધી આશ્રમ પાસે. રોજ સવારે ૯.૩૦ વાગ્યે અમે ઘરેથી નીકળીયે અને લગભગ ૨૦ થી ૨૫ મિનિટમાં સ્કુલ આવી જાય. શરૂઆતમાં અમે ગાડીમાં FM રેડીઓ વગાડીએ અથવા કોઈ CD માંથી ગીત વગાડતા. આ વખતે મેં અનુભવ્યું કે લગભગ અમારી વચ્ચે મૌન જ રહેતું. કોઈ પણ પ્રકારનો વાતચીતનો સેતુ નહીં. મને લાગ્યું કે આ બરાબર નથી. પછી મેં એક નવો પ્રયોગ શરૂ કર્યો. રોજ સવારના છાપામાં વાંચેલા કોઈ પણ પાંચ સમાચાર મારા દીકરાને કહેવા. બે-ત્રણ દિવસ સુધી દીકરાનો કોઈ પ્રતિભાવ ના આવ્યો. ચોથા દિવસે એક સમાચાર પર થોડું વિગતવાર જાણવાની ઉત્સુકતા તેણે બતાવી. બે અઠવાડિયા પછી તેને સમાચાર સાંભળવાની અને મને કહેવાની આદત પડી ગઈ. અમે બંને ખુબ ખુશ રહેતા. ક્યારેક કોઈ સમાચાર અધૂરા રહ્યા હોય અને સ્કુલ આવી જાય તો તે સમાચાર પુરા કરીને છુટા પડવાનું તે કહેતો. રજાના દિવસે અને રવિવારે પણ તે કહેતો, ‘પપ્પા, ચાલો ગાડીમાં આંટો મારી આવીએ અને તમે મને સમાચાર કહો.’ મને મારો વિચાર સફળ થયેલો લાગ્યો. એક દિવસે તેણે કહ્યું, ‘ આજે હું તમને પાંચ સમાચાર કહી સંભળાવીશ.’ મારી ખુશીનો કોઈ પાર ન હતો. સમાચારના માધ્યમ દવારા મારે તેને કોઈ સામાજિક સંદેશો આપવો હોય તો પણ સરળ રહેતું. તેની સાથે અમદાવાદના, રમત ગમતના, રાજકારણના, આંતરરાષ્ટ્રીય પ્રશ્નો પરની ચર્ચાના સ્તર સુધી હું પહોંચી શક્યો. આ સિલસિલો ચાલુ થયો તેના બે વર્ષમાં એક ક્વિઝ પ્રોગ્રામમાં તે પ્રથમ આવ્યો. ઘરે મહેમાન આવતા તેઓની સાથે તે ખુબ સારી રીતે વાત કરતા શીખ્યો. લોકોને પણ તેની સાથે મઝા આવતી હતી તેવું મેં અનુભવ્યું. બાપ દીકરા ઉપરાંત મિત્રોના સંબંધ અમારી વચ્ચે થયા. અમે મૌનની ભાષાથી એકબીજાને સમજી શકતા હતા. આપણને બાળક સાથે તાદામ્ય સ્થાપવાનો જેવો અને જે સમય મળે તેનો સદુપયોગ આટલું બધું અમને આપશે એની મને કલ્પના જ ન હતી. અમારું તો જીવન જ જાણે જીવંત બની ગયું. કોઈ પણ માતાપિતાએ પોતાની વ્યસ્તતા સાથે બાળક સાથે વાતચીતનો સમય નથી મળતો એવું બહાનું ના બતાવવું. પણ જ્યાં સમય મળે તે શોધી તેની સાથે વાતચીતની તક ઝડપી લેવી જોઈએ.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો