મુલાકાતી નંબર: 430,126

Ebook
22 નણંદ, જેઠાણી, દેરાણી અને બહેન
લગભગ બે માસથી એક બહેન જેમને ત્રેવડા (TRIPLET) બાળકો જન્મ્યા છે તેઓ તેમના બાળકોને બતાવવા આવે છે (૨૦/૦૧/૨૦૧૬). પહેલો મહિનો નીકળી ગયા બાદ માતાને થોડી ચિંતા જરૂર ઓછી થઇ થાય. અત્યારે એક બાળક હોય તો પણ ઘણીવાર તેના ધાવણ શીખવાના, રડવાના પ્રશ્નોને લઈને કુટુંબીજનો પરેશાન હોય છે. અહીં તો ત્રણ બાળકો અને તે પણ પાછા દોઢથી બે કિગ્રા. વજનવાળા હતા. તેમને સાચવવા એટલે ધીરજની કસોટી. એકલા માતાપિતા માટે આ કામ શક્ય નથી હોતું, કુટુંબીજનોનો સાથ અને સહકાર હોય તો જ ત્રણ બાળકોને મોટા કરી શકાય. આ બહેનની સાથે દરેક વખતે કોઈને કોઈ અલગ અલગ તેમના જ જેટલી ઉંમરના કોઈ બહેન હોય. સાથેના બહેન કોઈ ઘરની જ વ્યક્તિ હોય તેવો ખ્યાલ આવી જતો હતો. જે બહેન માતા હતા તેઓ તો આવીને ખુરશી પર બેસી જતા અને તેમને મુંઝવણ હોય તે પ્રશ્નો પૂછવા પર જ ધ્યાન આપતા. આવનાર બહેનો જ બાળકોની સંભાળ રાખે. બાળકને વીટાળેલું હોય તો તેને ખોલવું, વજન કરાવવું વગેરે કામ પૂરું થઇ જાય પછી બાળકને પાછુ ઢાંકવું જેવા કામ તેમની સાથે આવેલા બહેનો જ કરે. મનોમન જે માતા હતા તે બહેનને હું નસીબદાર માનતો. ચોથી વખત તેઓ બતાવવા આવ્યા અને અલગ બહેનને જોઈ મારાથી રહેવાયું નહીં. મેં પૂછ્યું, ‘તમારા ઘરમાં તમારા ઉમરના કેટલા લોકો છે?’ બહેને કીધું, ‘મારા નણંદ, દેરાણી, જેઠાણી ઉપરાંત મારે બે બહેનો છે અને બધા જ મને મદદ કરે છે’. અત્યારના સમયમાં જ્યારે કુટુંબ નાના થતા જાય છે ત્યારે કોઈને પણ આ બધા જ સંબંધ મળે એ પણ એક નસીબ કહેવાય. સાસુ અને મમ્મી તો ધ્યાન રાખવાના જ છે. પણ પોતાની જ ઉમરની લોહીના સગપણ ધરાવતી વ્યક્તિ ઘરમાં જ હોય ત્યારે માતાએ કશું જોવું ના પડે. તેમાં પણ જો તેમને કોઈ મોટું બાળક હોય તો તે માતાને થનારી દરેક તકલીફથી તેઓ વાકેફ હોય. ફાધર વાલેસે ૧૯૫૭માં એક ‘કુટુંબધર્મ’ નામનું પુસ્તક લખ્યું હતું. તેમાં તેમણે કોઈ પણ સ્ત્રીને સુખી થવું હોય તો આ ચાર સગપણ સાચવવાની સલાહ આપી હતી. સ્ત્રીએ તેઓ સાથે પોતે નણંદ છે કે જેઠાણી છે તે ભૂલી સારી સહેલી બનવાનો અને બનાવવાનો પ્રયત્ન કરવો. પછી તેને જિંદગીનો આંનદ ખુબ સરસ મળશે. આ સંબંધો સારા હોય તો ઘરમાં પણ તે ખુબ હળવાશ અનુભવશે અને ઘરમાં આવતા કોઈ પણ પ્રસંગોમાં સામાજિક સ્ટ્રેસ નહીં રહે. આ ચાર સંબંધો જ કોઈ પણ સ્ત્રીને, તેમના બાળકોને તેમજ તેમના ઘરને નિસ્વાર્થભાવે સાચવી શકે છે. ઘરમાં સુખદુઃખના પ્રસંગોપાત આ ચાર વ્યક્તિઓ જ સ્ત્રીને મદદ કરશે. ક્યાંક ક્યારેક થોડું જતું પણ કરવું પડે તો પણ સ્ત્રીએ આ ચાર સંબંધોને પુરતું પોષણ આપવું અને સાચવવા. ‘મેં તેમના માટે આટલું કર્યું અને તેમણે આવું કર્યું’, આ બધી સરવાળા, બાદબાકી આ સંબંધોમાં ભૂલી જવી. પાછું જોવાની મઝા એ છે કે આ સંબંધોમાં પાત્રો ક્યારેક એકબીજાનો રોલ પણ કરી જાણે છે. એટલે દેરાણી કે નણંદ ક્યારેક બહેન જેવો પણ પ્રેમ આપશે અને ધ્યાન રાખશે. મોટી બહેન કે જેઠાણી ક્યારેક માતાની ખોટ નહીં સાલવા દે. બાળકો માટે તો આ ચાર જણા તેમની જ માતા રાખે અને પ્રેમ આપે તેટલો પ્રેમ આ ચાર વ્યક્તિઓ એકબીજાના બાળકોને આપશે એવું તો જીવનમાં ઘણીવાર બનશે. અમે બાળકોના ડોક્ટરોએ પણ ઘણીવાર જોયું છે કે એક જ ઘરના દેરાણીએ જેઠાણીના બાળકોને સ્તનપાન કરાવ્યું હોય અને જેઠાણીને કોઈ તકલીફ હોય તો દેરાણીએ નવજાત બાળકને સ્તનપાન કરાવ્યું હોય. ઘણા ઘરોમાં મોટાકાકીને મોટી મમ્મી કે બા કહેવાની પ્રથા છે. ૧૯૯૬-૯૭ ના સમયમાં અમદાવાદના યુનિવર્સીટી ગ્રાઉન્ડમાં પૂ.મોરારિબાપુની કથા હતી. તેમાં તેમણે લગ્નજીવન શરૂ કરતી કન્યાને ચાર શિખામણ આપી હતી. તેમાં એક શિખામણનો સાર હતો કે દેરાણી, જેઠાણી અને નણંદને બહેન સમાન માનવી. આમ તો આ સામાજિક સંદેશને આ લેખમાળામાં સ્થાન આપી શકાય કે નહીં તે હું વિચારતો હતો. પણ ત્રણ બાળકો સાથેની માતાને આ સબંધોની હુંફ મળતી જોઈ આ લેખ મેં અહીં જ પ્રસ્તુત

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો