મુલાકાતી નંબર: 430,122

Ebook
26 હિન્દી ફિલ્મના બાળગીતો દવારા બાળકોને સંદેશ
૨૦૧૨ના ઉનાળાનો સમય હતો. મારા કન્સલ્ટીંગ રૂમમાં હંમેશા ધીમા અવાજે કોઈને કોઈ પ્રકારનું સંગીત વાગતું જ રહે છે. એક વડીલ તેમના ૪ વર્ષના દીકરાને લઈને બતાવવા આવ્યા હતા. તેમણે રૂમમાં વાગતા જુના ગીતો સાંભળ્યા. બાળકને બતાવીને જતા જતા તેમણે કહ્યું, ‘અમે થોડા મિત્રોએ ભેગા થઇને એક ક્લબ બનાવી છે અને જુના ગીતો સાંભળવા દર શનિવારે ભેગા થઈએ છીએ તમે પણ આવો.’ મને હવેના શનિવારે મારે ક્યાં જવું તે સમજાવી આમંત્રણ આપી તેઓ જતા રહ્યા. હું તેમના સમયે જઇ શક્યો નહીં પરંતુ તેમણે ત્યારબાદ દર શનિવારે તેમના મિત્રો સાથેની જુના ગીતોની ક્લબમાં સાંભળેલા ગીતોની C.D મને આપવાનું ચાલુ કર્યું. મને તો ગયા વગર જ ખુબ સારા કલેક્શન અને અલગ અલગ થીમ સાથેના હિન્દી પિકચરોના ગીતો સાંભળવા મળતા. તેમણે આપેલા અલગ અલગ થીમના હિન્દી પિકચરોના ગીતોના કલેકશનમાં દેશભક્તિના ગીતો, ભજનો, બાળગીતો, સયુક્ત કુટુંબના ગીતો તેમજ જુદા જુદા ગાયકોની પણ થીમ રહેતી. અહીં તેમણે આપેલ હિન્દી પિક્ચરોમાં આવેલ બાળગીતો અને તેમાંથી આપણને શું સામાજિક સંદેશ મળે છે તે જણાવું છું. આ હિન્દી ગીતો બાળકોને બતાવવાથી તેમને આંનદ સાથે કઈક જીવનમાં ઉતારવાની તક મળશે. સાથે તેઓ ખુશીથી હળવાફૂલ તો થશે જ.
 • નન્હે મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠી મેં ......(૧૯૫૪) માં આવેલી ‘બુટપોલિશ’ ફિલ્મના આ ગીતમાં સંદેશ હતો કે ભીખમાં મોતી મળે તો પણ નહીં લઈએ. મુશ્કેલીનાં આંસુરૂપી મોતી મળશે તો ચાલશે, તેમાં મહેનત કરીશું.
 • ચુન ચુન કરતી આયી ચિડિયા....(૧૯૫૭) માં આવેલ ‘અબ દિલ્હી દુર નહીં’ ફિલ્મના આ ગીતમાં બાળકોનો પ્રાણીઓ સાથેનો નાતો ખુબીથી દર્શાવવામાં આવ્યો છે. અત્યારે પણ બાળકો માટેના એનિમેશન ગીતોમાં આ ગીત પ્રખ્યાત છે.
 • દાદી અમ્મા માન જાઓ ...........(૧૯૬૧) માં આવેલ ‘ઘરાના’ ફિલ્મના આ ગીતમાં બાળકો તેમની દાદીને ગુસ્સામાં ઠંડુ પાણી પી ગુસ્સો ઓછો કરવા કહે છે. સાથે તેઓ દાદીને કહે છે, ‘નાની નાની વાતો માં ગુસ્સો ના કરો. અમારી કોઈ ભૂલ હોય તો અમને માફ કરો અને અમને સારી વાર્તા કહો’.
 • તુમ્હી હો માતા પિતા તુમ્હી હો....(૧૯૬૨) માં આવેલ ‘મૈ ચુપ રહુંગી’ ફિલ્મના આ ગીતમાં   બાળક ઈશ્વરને પ્રાર્થના કરી કહે છે ‘મારા બધા જ સંબંધ તારી સાથે છે. તે મને માતા, પિતા, ભાઈ અને મિત્રનો પ્રેમ આપ્યો છે’.
 • નન્હા મુન્ના રાહી હું ................ (૧૯૬૨) માં આવેલ ‘સન ઓફ ઇન્ડિયા’ ફિલ્મના આ ગીતમાં તો બાળકે ખુબ સુંદર સંદેશો આપતા કહ્યું છે, ‘મંઝિલ પૂરી નહીં થાય ત્યાં સુધી હું પાછા ડગ નહીં માંડુ. હિંમતથી આગળ વધી ચોક્કસ સફળતા પ્રાપ્ત કરીશ.
 • હમ ભી અગર બચ્ચે હોતે........(૧૯૬૪) માં આવેલ ‘દુર કી આવાઝ’ ફિલ્મના આ ગીતમાં મોટી વ્યક્તિએ બચપણને યાદ કર્યું છે. બાળકોને રોટલી અને નોકરીની ચિંતા હોતી નથી. તેમને તેમની દુનિયા માણવા દો. જેવો સુંદર સામાજિક સંદેશો આપ્યો છે.
 • બચ્ચે મન કે સચ્ચે................(૧૯૬૮) માં આવેલ ‘દો કલીયાં’ ફિલ્મના આ ગીતમાં બાળ કલાકાર નીતુસિંહે બાળકોની નિર્દોષતા વિશે કહ્યું કે, ‘તેઓ ઝડપથી માની જાય છે. તેઓ કયારેય ખોટું લગાડતા નથી. તેમને મન કોઈ નાનું-મોટું કે ઊંચ-નીચ નથી. એટલે જ ભગવાનને નાના બાળકો ગમે છે’.
 • પાપા જલ્દી આના................(૧૯૬૮) માં આવેલ ‘તકદીર’ ફિલ્મના આ ગીતમાં પપ્પા મોડે સુધી ઘરે આવે નહીં તો બાળકો સુતા નથી. તે વાત સમજાવતા કહેવામાં આવ્યું છે કે ‘પપ્પા તમે સાત સમુંદર દુરથી આવો ત્યારે અમારા માટે એક ગુડિયા લઈને જલ્દીથી આવી જજો.’
 • રોના કભી નહીં રોના...........(૧૯૭૨) માં આવેલ ‘અપના દેશ’ ફિલ્મના આ ગીતમાં રાજેશ ખન્નાએ જિંદગીના કોઈ પણ દુઃખમાં રડવું નહીં એવો સંદેશો આપ્યો.
 • જો રાત કો જલ્દી સોયે.........(૧૯૮૦) માં આવેલ ‘બિન માં કે બચ્ચે’ ફિલ્મના આ ગીતમાં જે બાળકો રાત્રે વહેલા સુઈ જાય છે તે બાળકોને દુનિયાના બધા જ પ્રકારના સુખ મળે છે તે વાત કહેવામાં આવી છે.
 • રોતે રોતે હસના શીખો .........(૧૯૮૩) માં આવેલ ‘અંધા કાનુન’ ફિલ્મના આ ગીતમાં અમિતાભ બચ્ચને જીવનના દરેક પ્રસંગોમાં હસતા રહી કામ કરવાની શિખામણ તેની નાની દીકરીને આપી. રડવા જેવી ઘટનાઓને પણ હસીને લેવાનું શીખવ્યું.
 • મેરે બડી..............................(૨૦૦૮) માં આવેલ ‘ભૂતનાથ’ ફિલ્મના આ ગીતમાં ફરી અમિતાભ બચ્ચને બાળપણમાં ‘થોડી શરારત કુછ શૈતાની કામ કરો કુછ ગરબડકા’ કહી બાલ્યાવસ્થામાં થોડા તોફાનો કરી લેવા સૂચવ્યું. કોઈ ગરબડવાળા કામો ના કર્યા હોય તો બાળપણ અધૂરું ગણાય. આ તોફાનો જ બાળકો તથા માતાપિતા માટે જીવનનું સંભારણું બની રહે છે. બાળકોના તોફાનો જ માતાપિતાના જીવનને જીવંત રાખે છે, તેઓ જ્યારે માંદા પડે છે તોફાનો કરતા નથી ત્યારે માતાપિતાને ગમતું નથી.
( published in ‘Academy Of Pediatric Ahmedabad’ Journal sept-oct 2014 issue )

એક ટિપ્પણી

 1. લેખકAshlesha Mehta

  on June 5, 2016 at 12:45 pm - Reply

  today have gone through children’s songs with good illustration. enjoyed, factually Music therapy has the best healing power. you being in the medical field have shown interest in music. complements. You can be an inspiration to other DOCTORS. Keep it up.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો