મુલાકાતી નંબર: 430,125

Ebook
35 અમન સ્કુલે જતો થઇ ગયો
ચારથી પાંચ વર્ષ પહેલાની વાત છે. અમન નામના બાળકને લઈને તેની માતા જીજ્ઞાબહેન આવ્યા હતા. અમનની તકલીફ માનસિક હતી. તેમને મેં શાંતિથી સાંભળ્યા. તેમનો ચાર વર્ષનો દીકરો અમન સ્કુલે જતાં ખુબ રડે છે તે વિશે તેમની ફરિયાદ હતી. અમનને શાળામાં મુક્યા બાદ તે ઘણો સમય રડતો હતો. આ ઉંમરે શાળામાં જવાનું શરૂ થાય ત્યારે શાળા ગમે તેટલી સારી હોય તો પણ બાળકોના મગજમાં અસુરક્ષિતતાની લાગણી આવવાની જ. અમનના કિસ્સામાં પણ આવું જ બનતું હતું. મોટાભાગના બાળકો દસ કે પંદર મિનિટ રડીને શાંત થઇ જતા હોય છે. પણ અમન કલાક સુધી રડ્યા કરે અને અન્ય બાળકોની જેમ પછી પણ શાળામાં રમે નહીં તેવું પણ શાળાના શિક્ષકોએ અમનની મમ્મીને કહ્યું. અમન ત્યાં એક ખૂણામાં ગુમસુમ બેસી રહે અને જ્યારે હું તેને બે કલાક પછી લેવા જાઉ ત્યારે પણ તે રડતો રડતો જ બહાર આવે. શાળામાં મૂક્યાના બે માસ વીતી ગયા પણ હજુ અમનના રડવામાં કોઈ જ સુધારો આવ્યો નથી આથી જ આજે હું તમારી પાસે આવી છું કહેતા જીજ્ઞાબહેનના અવાજમાં એક પ્રકારનું દર્દ સાથે થોડી ચિંતા દેખાતી હતી. મેં મારા જ્ઞાન પ્રમાણે તેમને બે-ત્રણ ઉપાયો સૂચવ્યા. અમન શાળાની અંદર જાય પછી ત્યાં જ બેસો, થોડો સમય અડધો કલાક પછી પોણો કલાક અને છેલ્લે એકથી દોઢ કલાક માટે સ્કુલમાં મુકવાની તેને ટેવ પાડો એવા મારા સૂચનોનો પ્રતિભાવ તેમણે આપ્યો કે આ બધું જ હું કરી ચુકી છું. મારે તમારી પાસેથી સારા બાળરોગ મનોચિકિત્સકનું સરનામું જોઈએ છે. મેં તેમને બાળરોગ મનોચિકિત્સકનો સંપર્ક કરાવી આપ્યો. પછી લગભગ છ માસ વીતી ગયા. હું પણ અમનને ભૂલી ગયો હતો. એક દિવસ અમનને શરદી ખાંસી માટે તેઓ બતાવવા આવ્યા. અમન અને જીજ્ઞાબહેનને ખુશ જોઈ મને લાગ્યું કે મનોચિકિત્સકને મળવાથી તેમની સમસ્યાનું નિરાકરણ આવી ગયું હશે. છતા મારાથી રહેવાયું નહીં અને અમનના સ્કુલમાં ગોઠવાઈ જવાની વાત કાઢી તો તેનો પ્રત્યુત્તર આપતા તેઓ ખુબ ઉત્સાહમાં આવી ગયા. તેમણે કહ્યું, ‘મનોચિકિત્સક પણ આ સમસ્યાનું નિરાકરણ લાવી શક્યા ન હતા. એક દિવસ હું અમનને મુકવા ગઈ અને તે ખુબ રડ્યો આથી તેને રડતો મુકીને જવાનો મારો જીવ ના ચાલ્યો. મેં વિચાર્યું કે આજે અમનને સ્કુલમાં મુકવો નથી, તેને ઘરે પાછો લઇ જાઉ. સ્કુલે ગયેલા અમે ઘરે પાછા ફરતા હતા ત્યારે અમે જોયું કે અમન એકદમ શાંત થઇ ગયો. પછી તો હું અમનને રોજ તૈયાર કરી, યુનિફોર્મ પહેરાવવી, વોટરબેગ લઇ સ્કુલે લઇ જતી. અમે સ્કુલની બહાર જ ઉભા રહેતા. અમન બધા જ બાળકોને અંદર જતા જોતો. ૨૦ થી ૨૫ મિનિટ ઉભા રહી અમે ઘરે પાછા ફરતા’. બે-ત્રણ દિવસ પછી મને થયું કે છુટવાના સમયે પણ અમનને લઇ જાઉં. આ દરમ્યાન અમને જોયું કે બધા જ બાળકોને તેના મમ્મીપપ્પા લેવા પણ આવે છે. અન્ય બાળકોને મુકવાની અને લેવાની પ્રક્રિયા અમને લગભગ સાત દિવસ જોઈ હશે. આંઠમાં દિવસે મારા આશ્ચર્ય વચ્ચે અમને સ્કુલે પહોંચી બધા અંદર ગયા પછી ‘મારે પણ અંદર જવું છે અને તારી સાથે પાછા આવવું નથી’ તેમ કહ્યું. કદાચ તેને હવે આત્મવિશ્વાસ આવી ગયો હશે કે અહીં મુકાતા બાળકોને એક ચોક્કસ સમય પછી કોઈ લેવા પણ આવે જ છે. તેના મગજમાં સુરક્ષિતતાનું પ્રોગ્રામિંગ થયું હશે. સ્કુલે લેવા મુકવાની પ્રક્રિયા થોડા સમય માટે જ હોય છે અને તે બધા છોકરા સાથે થાય છે તેવું તે સમજી શક્યો હશે. પછી અમન ક્યારેય રડ્યો નથી અને હવે તો રજાના દિવસે પણ તે શાળાએ આંટો મારવાની જીદ પકડે છે. બાળકો પાસે અમુક કામ બળજબરી કે સમજાવટથી નથી પુરા થતા પરતું તેમનું યોગ્ય રીતે પ્રોગ્રામિંગ કરવાથી કરવાથી પતે છે તે જીજ્ઞાબહેનની વાત પરથી સમજી શકાયું.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો