Ebook
8 અમે તો જે સાંભળીએ તેવું વિચારીએ
અમે તો જે સાંભળીએ તેવું વિચારીએ
અહીં નાના બાળકોને સમજાવવા ઘણી વાર આપણે જે જવાબ આપીએ છીએ અને તેઓ તે જવાબ વિશે કેવું વિચારે છે તે જણાવતા ત્રણ રસપ્રદ પ્રસંગો આલેખ્યા છે. એક ચાર વર્ષની દીકરીને તેના પિતા રાત્રે સુઈ જતી વખતે બ્રશ કરીને જ સુવાની ટેવ પાડતા હતા. દીકરીએ રાત્રે બ્રશ કરીને જ સુવાનું તો માની પણ લીધું અને તેને અનુસરતી પણ હતી. એક દિવસ રાત્રે તેને બ્રશ કરી લીધા પછી ઘરે બનાવેલ લાડવો ખાવાની ઈચ્છા થઇ. તેણે બ્રશ કરી લીધા પછી લાડવો ખાવાની જીદ પકડી. મમ્મી પપ્પાએ તેને ખુબ પ્રેમથી સમજાવ્યું કે બેટા બ્રશ કરી લીધા પછી કાંઈજ ખવાય નહીં. દાંત પાછા ગંદા થઇ જાય. તારે બ્રશ ફરીથી કરવું પડશે. ..વગેરે. દીકરીએ મને કમને એ વખતે માની તો લીધું. બીજા દિવસે સવારે તે ઉઠી અને તેની મમ્મીએ બ્રશ કરવા કીધું તો તેણે ના પાડી દીધી. તેણે કહ્યું, ‘જો હું બ્રશ કરીશ તો પછી મને ખાવા નહીં મળે.’ તેના માતા પિતા બન્ને હસવા લાગ્યા. દીકરી એમ સમજી હતી કે એક વાર જે બ્રશ કરે પછી તેને ખાવા જ ના મળે. પછી તેના મમ્મી એ ભૂલ સુધારી કે એ નિયમ રાત પુરતો જ હોય, સવારે તો બ્રશ કરીને જ ખાવું જોઈએ. એક સાત વર્ષના બાળકને ભણવામાં સ્કુલમાં સજીવ અને નિર્જીવ જેવા શબ્દો ભણવામાં આવ્યા. તેણે તેના મમ્મીને આ બંને શબ્દોનો અર્થ પૂછ્યો. મમ્મીએ સમજાવ્યું કે જે વસ્તુની લંબાઈ અને પહોળાઈ વધતી હોય તેને સજીવ વસ્તુ કહેવાય દા.ત. મનુષ્ય, ઝાડ.. વગેરે. તેમણે એ પણ સમજાવ્યું કે નિર્જીવ વસ્તુની લંબાઈ અને પહોળાઈ ક્યારેય ના વધે. દા.ત..ટેબલ, વાસણો, કાર..વગેરે. દીકરો ખુશ થઇ ગયો. થોડા વખત પછી તેમના ઘર પાસે એક બિલ્ડીંગનું કન્સ્ટ્રકશન થતું હતું. બાળક ધ્યાનથી તેના ઘરની બારીમાંથી મકાનનું બાંધકામ જોતો. એક દિવસ તેણે તેના મમ્મીને પૂછ્યું કે મકાન સજીવ કહેવાય કે નિર્જીવ. મમ્મીએ તરત કહ્યું કે નિર્જીવ. બાળકે ફરી પૂછ્યું કે થોડા દિવસ પહેલા આ મકાન ચાર માળનું હતું અને હવે પાંચ માળનું છે આમાં મકાનની લંબાઈ વધી રહી છે તો પણ તેને સજીવ કેમ ના ગણી શકાય? મમ્મી મુઝાઇ ગયા કે શું જવાબ આપવો? પછી બાળકના મમ્મીએ તેના વર્ગ શિક્ષકનો સાથ લઇ બાળકને શ્વાસ(respiration) અને હૃદયના ધબકારા (heart rate) વિશે સમજણ આપી અને સજીવ અને નિર્જીવ વચ્ચેનો તફાવત સમજાવ્યો ત્યારે બાળકને શાંતિ થઇ. એક બાળક રાત્રે તેમના ઘરમાં આવેલા મંદિરમાં ભગવાનની મૂર્તિ સાથે રમતો હતો. તેના દાદાએ તેને સમજાવ્યું કે બેટા ભગવાન પણ સુઈ જાય તેમને હેરાન ના કરાય. એ વાતને થોડા દિવસ થઇ ગયા. એક દિવસ દાદાએ સવારે પૂજા વખતે જોયું ભગવાનના મંદિરમાં ભગવાનની બે ત્રણ મૂર્તિઓ આડી પડેલી હતી. મૂર્તિઓ પડી ગઈ હશે તેમ સમજી દાદાએ મૂર્તિઓ ઉભી કરી. બીજા દિવસે પણ એ જ ઘટનાનું પુનરાવર્તન થયું. દાદાએ મૂર્તિઓ ઉભી કરી પણ મનમાં થોડી ચિંતા પણ થઇ. રોજ રોજ મૂર્તિઓ પડે તે થોડું અશુભ ગણાય. ત્રીજા દિવસે તો બધીજ મૂર્તિઓ આડી પડેલી જોઈ તે ગભરાઈ ગયા. તેમને લાગ્યું કે જરૂર આ ઘરમાં કઈક અમંગળ થશે. તેમણે ઘરના બધા જ સભ્યોને તાત્કાલિક એકઠા કર્યા અને ત્રણ દિવસથી આડી પડેલી મૂર્તિઓ વિશે વાત કરી. બધા વિચારવા લાગ્યા આવું કેમ થતું હશે. આ સમયે પેલો બાળક રમતો હતો તેણે વડીલોની ચર્ચા સાંભળી. તરત તેણે કહ્યું, ‘ભગવાનને તો હું સુવડાવું છું. દાદાએ કહ્યું હતું ને કે ભગવાન પણ સુઈ જતા હોય છે. ભગવાનને પણ ઉભા ઉભા સુવું કેવી રીતે ફાવે એટલે મેં જ રોજ રાત્રે તેમને સુવાડવાનું શરુ કર્યું છે’. .....

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો