અવશ્ય યાદ રાખજો
- જીવનમાં કશું જ કાયમી નથી. બધું જ હંમેશા બદલાતું રહે છે.આનાથી વધુ કપરો અને સંઘર્ષમય સમય તમે પહેલા પણ સફળતાપૂર્વક પસાર કરેલો છે.
- આ સમય તમને કઈક શીખવવા કે તમારી કોઈક અપૂર્ણતા પૂરી કરવા માટેનો હોઈ શકે.આપણે જે ઈચ્છીએ તે હંમેશા આપણને મળતું નથી. જીવનની કોઈક અપૂર્ણતા આપણા સારા માટે હોય છે.
- ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધા, ખુદ પરનો આત્મવિશ્વાસ અને અન્યની દુઆ કોઈ પણ માણસનું નસીબ બદલી શકે છે.
- તમારા ખરાબ સમય માટે નસીબ, અન્યનો વાંક કે અન્યના તમારા માટેના વર્તનને કારણભૂત ગણવાની જરૂર નથી. વાસ્તવિકતા સ્વીકારી અત્યારના સંજોગોમાં શ્રેષ્ઠ કામ કરો.
- તમારી જાતને આનંદમાં રાખી શકો તેવું કઈક (વાંચન, સંગીત, રસોઈ, ચિત્રકામ, મિત્રો સાથે વાત) કર્યા કરો.
- દરેક ઘટનાની કોઈ સારી બાજુ પણ હોય છે. ખરાબ સમયમાં પણ મન, વચન અને કર્મથી પવિત્ર રહેવું.
- ખરાબ સમયમાં પોતાની જાતને કઈક નવું શીખવાની કે અપગ્રેડ કરવાની તક સમજો. પોતાની જાતને જ સમજવાની, જોવાની તેમજ સુધારવાની તક ગણો.
- ખરાબ સમયમાં પણ અન્ય માટે કઈક સારું વિચારવાથી, અન્યને કઈક આપવાથી અને અન્ય માટે કઈક કરવાથી “PRESSURE” વાળા સમયમાં પણ “PLEASURE” મળશે.
- જ્યારે તમને એમ લાગે કે હવે આપણે ખલાસ થઇ ગયા છીએ, જીવનમાં હવે આગળ વધવાની સંભાવના નથી ત્યારે તૂટેલા ભાંગેલા કલર ચોકને યાદ કરવા. કલરચોક કે કલર પેન્સિલ ક્યારેય ખતમ નથી થતી. ગમે તેટલી નાની થાય છતાં હજુ તેનામાં બચેલા કલરોમાંથી સુંદર ચિત્રનું નિર્માણ કરવાની તાકાત હોય છે.
- કોઈના અનુમાનો, અભિપ્રાયો અને અવગણનાની તમારા કાર્ય પર અસર પડવા ના દો.
છેલ્લો બોલ :
Start where you are,
Use what you have,
Do what you can. (aurthur ashe)