જીવનઉપયોગી વ્યવહારુ જ્ઞાન અને કૌશલ્યો આધારિત કામો પાંચથી પંદર વર્ષના બાળકોને શીખવા જરૂરી જીવનઉપયોગી કૌશલ્યો જોઈએ.
- ઘરમાં કચરા–પોતું કરતા આવડવું
- બાથરૂમ–સંડાસ સાફ કરતા આવડવું
- કપડા ધોતા–સુકવતા–ગડી કરતા અને ઈસ્ત્રી કરતા આવડવું
- વાસણ સાફ કરતા આવડવું
- ઈસ્ત્રી–કુકર–મિક્ષ્ચર–ગીઝરનો ઉપયોગ આવડવો
- ઉડેલો ફ્યુઝ ફરી બાંધતા આવડવું
- ગેસનો બાટલો બદલતા આવડવું
- બટણ ટાંકતા આવડવું
- દીવાલે સ્ક્રુ બેસાડતા–પૂઠું ચઢાવતા–પડીકું વાળતા આવડવું
- સામાન્ય શાકભાજી ખરીદતા–ફોલતાં–સમારતા આવડવું
- ચા–લીબું શરબત બનાવતા આવડવું
- ચેક લખતા–રજીસ્ટર એડી, સ્પીડ પોસ્ટ તેમજ કુરિયર કરતા આવડવું
- ચાદર પાથરતા આવડવું
- બુટ–પોલિશ કરતા આવડવું તેમજ
- પાનું–પકડ–સ્ક્રુ ડ્રાયવરનો ઉપયોગ આવડવો.
આ કૌશલ્યોને બાળકની ડીગ્રી સાથે કોઈ લેવાદેવા નથી. પણ આ કૌશલ્યો હસ્તગત કરેલા હશે તે બાળક પોતાનું વ્યવસાયિક, સામાજિક અને સાંસારિક જીવન ચોક્કસ સફળ અને સરળ બનાવી શકશે. કોઈ પણ પ્રકારના પડકારો અને સંઘર્ષ સામે લડવાનું તેને માટે સરળ રહેશે. તે કોઈ એક ક્ષેત્રમાં નિષ્ફળ જાય પછી તરત જ બીજા ક્ષેત્રમાં આગળ આવી જશે.
‘એક વાર તે ભણી લે એટલે તેને આ બધું શીખવાડશું’ તે માતાપિતાની વિચારસરણી ખોટી છે. આ કૌશલ્યો માતાપિતા સાથે જ રહી રોજબરોજના કામો સાથે બાળક શીખી લેતું હોય છે.