Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

નવજાતશિશુનું પહેલું અઠવાડિયું

  • પહેલા ત્રણ દિવસ માતાને આવતું પાતળું, પીળું, પ્રવાહી જેવું ધાવણ આવશે.
  • આ ધાવણ ખુબ પોષકતત્વો ધરાવે છે તેને કોલોસ્ટ્રમ કહેવાય.
  • શરૂઆતમાં ધાવણ ઓછુ હોય પણ બાળકની જરૂરિયાત પૂરી કરે તેટલું હોય છે.
  • ધીરે ધીરે ધાવણનો જથ્થો વધશે.
  • માતાએ અને માતાનું ધ્યાન રાખનાર સગાઓએ ખુબ ધીરજ રાખવી.
  • પહેલા અઠવાડિયામાં બાળક ૧૦% વજન ગુમાવશે.
  • આઠમાં દિવસ બાદ વજન પાછુ ધીરે ધીરે વધશે.
  • પહેલા ત્રણ-ચાર દિવસ કાળો ઝાડો થશે.
  • પાંચમાં દિવસથી લીલાશ પડતો પીળો, પાતળો, ફીણવાળો  ઝાડો થશે.
  • શરૂઆતના ચાર-પાંચ દિવસ બાળક ઓછો પેશાબ કરશે.
  • પાંચમાં દિવસ બાદ પેશાબ વધશે.
  • શરૂઆતના ચાર-પાંચ દિવસ બાળકનું શરીર થોડું ગરમ લાગશે.
  • બીજા કે ત્રીજા દિવસથી ચામડી પર લાલ, ઝીણા ચકામાં જોવા મળે.
  • અમુક જગ્યાએ ચામડી સુકી, કરકરી અને ચીરા પડ્યા હોય તેવી પણ જોવા મળશે.
  • પાંચમાં-છઠ્ઠા દિવસે શરીર પર થોડી પીળાશ દેખાશે જે આંઠમાં દિવસથી ઘટશે.
  • પીળાશ વધુ જણાય તો ડોક્ટરને તરત બતાવવું.
  • ઉપરના બધા લક્ષણો સામાન્ય છે.
  • ગભરાવું નહીં. બાળક નવી દુનિયામાં અનુકુળ થઇ રહ્યું છે.

Leave a comment

© Copyright 2022 drashishchokshi.com. All Rights Reserved.
0
Instagram
WhatsApp