Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0
  • બાળકની ભાષા શીખવાની શરૂઆત ગર્ભાવસ્થાના છઠ્ઠા મહિનાથી જ શરૂ થઇ જતી હોય છે.
  • બાળકની સ્પીચના સારા વિકાસ માટે બાળક જન્મે ત્યારથી તેણે રોજના ૭૦૦ થી ૮૦૦ શબ્દો સાંભળવા જરુરી છે.
  • માતા પિતાએ રોજ અડધો કલાક જેટલું ઘરે આવતું ન્યુઝપેપર કે કોઈ પણ મેગેઝીનનું વાંચન બોલીને કરવું જોઈએ.
  • બાળક સાથેના સંવાદ વખતે શાંત રૂમ અને મોબાઈલ ફોનની ગેરહાજરી ફાયદો કરશે.
  • મમ્મી કે પપ્પાએ તેમના જ પ્રશ્નો અને તેમના જ જવાબ આપી તેની સાથે સંવાદ કરવો.
  • જેમકે બાળકનું નામ યશ હોય તો યશ આજે શું જમશે? યશ આજે દાળભાત જમશે.
  • તે પ્રમાણેના સંવાદથી બાળકની ભાષાનો વિકાસ થશે.
  • બાળકને માતાપિતાએ બોલાયેલા શબ્દોનો ભલે અર્થ ના સમજાય પણ પ્રત્યેક ઉચ્ચાર બાળકના મગજના સ્પીચ એરિયામાં રજીસ્ટર (ફીડ) થાય છે જે બાળક બે વર્ષનું થાય પછી બહાર આવશે.
  • બાળક જેવું સાંભળશે તેવું જ બોલશે.
  • તેની ભાષાની સમજણની ઉંમર બાદ સાંભળેલું તો તરત થોડા સમયમાંજ બહાર આવતું જ હોય છે. પરંતુ તેની ભાષાની સમજણની ઉંમર પહેલા સાંભળેલું પણ મગજમાં સુષુપ્ત અવસ્થામાં વર્ષો સુધી કે જીવનભર સચવાયેલું રહે છે જે સાનુકુળ વાતાવરણ મળતા ગમે ત્યારે અને ખુબ જ સારી રીતે બહાર આવે છે.

Loading

Leave a comment

© Copyright 2022 drashishchokshi.com. All Rights Reserved.
0
Instagram
WhatsApp