Skip to content Skip to footer
મુલાકાતી નંબર: 4733
0 items - ₹0.00 0
મુલાકાતી નંબર: 4733
મુલાકાતી નંબર: 4733
0 items - ₹0.00 0

સુવિચારો

  • દિવસની શરૂઆત સત્ય સાથે,

દિવસનું સમાપન ક્ષમા સાથે

  • રોજ સવારે તમે જ તમારી જાતને એક સંદેશો આપો.

‘હું સંપૂર્ણ છું. હું ઉત્તમ છું. હું શક્તિશાળી છું. હું ખુબ ખુશ છું. હું સંતુષ્ટ છું’
તમે હંમેશા આત્મવિશ્વાસ સભર રહેશો.
(I AM THE BEST, I CAN DO IT, I AM A WINNER, TODAY IS MY DAY)

  • ઓછામાં ઓછુ એક પ્રેમપૂર્ણ ઉમદા કાર્ય કરી દરેક દિવસને વિશિષ્ટ બનાવો.
    જીવન જીવવાની ખુબ મઝા આવશે.
અંધારાની વિદાય અને અજવાળાના આગમનની વચ્ચે થોડીક મિનિટો માટે આકાશ સોળ શણગાર સજીને નવોઢાની જેમ શ્રેષ્ઠ રંગો સજીને પ્રભાતને આવકારવા થનગનતું હોય છે. કુદરતના આ સૌંદર્યના થોડી ક્ષણોના જો તમે સાક્ષી બનો તો તે ક્ષણો માટે તમારું મન, હ્રદય અને સમગ્ર શરીર સીધું જ પર્યાવરણ સાથે જોડાઈ જાય છે. શરીર ધ્યાન અવસ્થામાં આપોઆપ આવી જાય છે. અકલ્પ્ય આંતરિક શક્તિ અને ઉચ્ચ વિચારોનું સિંચન થાય છે. નવું શીખવાની, યાદ રાખવાની અને એકાગ્ર થવાની ક્ષમતામાં આપોઆપ વધારો થાય છે. શરીર આપોઆપ તણાવમુક્ત થઈ જાય છે. પોઝીટીવ વાઈબ્રેશનનો જાણે પ્રચંડ વિસ્ફોટ શરીરમાં થાય છે.
  • એવું ના વિચારો કે ઈશ્વર તમારી સાથે છે કે નહીં,
એવું વિચારો કે તમે ઈશ્વર સાથે છો કે નહીં. કારણકે ઈશ્વર હંમેશા સત્યની સાથે હોય છે. …………અબ્રાહમ લિંકન.
જે જરુરી છે તે કામ કરવાની શરૂઆત કરીએ.
પછી, જે શક્ય હોય તેવા કામો પુરા કરો.
અટકો નહીં, વિરામ જરૂર લો, થોભો, શ્વાસ લો.
ફરી આગળ વધવાનો પ્રયત્ન કરો, ધીમા પણ મક્કમ પગલા ભરો.
એકદમ જ તમને લાગશે કે તમે અશક્ય કામો પણ પુરા કરી શકો છો.
FIND REASON TO LOVE YOURSELF EVERYDAY.
  • સફળ થનારાઓમાં એક વીશીષ્ટ ગુણ હોય છે.

તેઓ થોડી મહેનત વધુ કરી લે છે પણ ક્યારેય પોતાનું ધ્યેય નાનું કરતા નથી.

    • પડકાર + પ્રયત્ન + પરિશ્રમ (પરસેવો) + પ્રતિક્ષા = સફળતા
      શિસ્ત + સાતત્ય + સહનશીલતા + શક્તિ (ભૂલોને ઓળખવાની અને સુધારવાની) = સફળતા
    • સ્વપ્ન + શ્રધ્ધા + પ્રયત્ન + આત્મવિશ્વાસ + ધીરજ = સફળતા
      સફળતા મળ્યા પછી શું?
    • જલસા પાર્ટીઓ ? ના ..

તમારી સફળતાના પથ પર તમારી સાથે રહેલાઓનો આભાર
થોડું રીલેક્શેસન
તમારા કોઈ અધૂરા રહી ગયેલા શોખ – ઈચ્છાને પૂરી કરો
સફળતા છતાં તમારાથી થયેલી ભૂલો
શોધવી
ભૂલોને સુધારવાના પ્રયત્નો
નવું લક્ષ્ય – નવું વિઝન
નવી પદ્ધતિ
તમારી હેલ્થ – ફિટનેસને ચકાસવી

સમાજને મદદ – સંઘર્ષ કરતી વ્યક્તિઓને કઈક પાછુ આપવું

તમારી ટીમ – સ્ટાફ અને તેમના કુટુંબના ઉત્કર્ષ માટે કોઈ પ્લાન

  • સફળ થનારાઓ હંમેશા
    શ્રેષ્ઠ માફ કરનારા
    શ્રેષ્ઠ સહન કરનારા
    શ્રેષ્ઠ ભૂતકાળ ભૂલનારા
    પોતાની જાતને સતત અપગ્રેડ કરનારા
    ઈશ્વર પર શ્રધ્ધા રાખનારા હોય છે.
  • બે વ્યક્તિઓ વચ્ચે સમજણ હોય ત્યાં સુધી તો હંમેશા સબંધો શ્રેષ્ઠ જ રહે છે પણ ગેરસમજણ વખતે એકબીજા પ્રત્યે તેઓ કેટલો સૌજન્યપૂર્ણ વ્યવહાર અને વર્તન કરે છે તેના આધારે લાંબા સબંધો રહે છે.
  • ‘એની પાસેથી મને શું મળશે’ તેના કરતા ‘હું એને શું આપી શકીશ’ એ ભાવના દરેક સબંધોને વધુ સમૃદ્ધ બનાવે છે અને સુખી બનાવે છે.
  • કુમારપાળ દેસાઈ.
  • શ્રેષ્ઠ સબંધો (પતિ-પત્ની, મિત્ર, સંતાન-માતાપિતા) એકબીજાથી ખોટું લગાડતા નથી. તેઓ એકબીજાને તેમની ભૂલનો અહેસાસ થાય ત્યાં સુધી રાહ જોવાની ક્ષમતા, માફ કરવાની ઉદારતા અને ભૂતકાળને ફરી યાદ નહીં કરવાનો ગુણ ધરાવતા હોય છે.
  • જ્યારે કોઈપણ સબંધોમાં તમે સામેની વ્યક્તિને સાચા અર્થમાં પ્રેમ કરો છો, તો તેના દ્વારા થતી અવગણનાની અવગણના કરવી એ જે તે સબંધને આપેલો શ્રેષ્ઠ આદર છે. …. ડો.નિમિત્ત ઓઝા.
  • સંબંધો ઈશ્વરે જ નક્કી કર્યા હોય છે. સરનામાં પૃથ્વી પર શોધાતા હોય છે. ને માનવીએ તો માત્ર સંબંધોની માવજત જ કરવાની હોય છે.
  • સબંધોમાં જે છે તે સ્વીકારી તેમાં જ રહેલી શ્રેષ્ઠ વસ્તુને સ્વીકારી જે લોકો આગળ વધે છે તે લોકો જીવનનો શ્રેષ્ઠ આનંદ લઇ શકે છે.
  • સુખનો અનુભવ કેવી રીતે થાય?
    સંજોગો સ્વીકારી લેવાથી, સંતોષી બનવાથી અને અન્યને સહાય કરવાથી.
  • ઈશ્વર આપણને (દરેકને) રોજ ખુશ થવાનું એક કારણ, એક તક તો આપે જ છે.
    આપણે ફક્ત એ તક અથવા એ પ્રસંગને શોધીને ખુશ થવાનું હોય છે.
  • You don’t lack time.
    You lack promises, priorities and passion.
  • જીવનમાં એવા કામો કરવા કે આપણા માતાપિતા પ્રભુને પાર્થના કરીને કહે કે,
    ‘હે પ્રભુ, આવતા જન્મમાં પણ અમને આ જ સંતાનો આપજે.’
  • ROSE BY ANY NAME WILL SURE SWEET…………… વિલિયમ શેક્સપિયર
  • સત્કર્મો શરૂ કરવાનો કોઈ સમય હોતો નથી. તેનું જ્ઞાન થાય તે ક્ષણથી જ સત્કર્મનું ભાથું બાંધવાનું શરૂ કરી દેવું જોઈએ.
  • આપણા સંપર્કમાં આવતા જગતના સર્વ જીવો જો આપણાથી પ્રસન્ન રહે તો સમજવું કે પરમાત્મા આપણાથી પ્રસન્ન છે. આચાર્ય વિજયરત્નરાજસૂરિજી
  • પિતાના એક વેણથી રાજપાટ છોડીને રામ વનમાં જતા રહ્યા હતા.
    મહાનતા રામની નહોતી.
    મહાન તો પિતા દશરથે આપેલા સંસ્કાર હતા.
  • Face it, faith it, fight it, find a way from it and finish it.
  • જીતનારા કદી મેદાન છોડતા નથી
અને હારવાની શક્યતા સાથે મેદાનમાં ઉતરનારા કદી જીતતા નથી.
  • અઘરું અને અશક્ય કામ પૂર્ણ કરવા ફક્ત મન કે ઈચ્છા રાખવાથી સફળતા ના મળે મનોબળને મજબુત બનાવવું પડે,
    શિસ્તબદ્ધ પ્રતિબદ્ધતા કેળવવી પડે, તન અને મનથી એકાકાર થવું પડે.
    ફક્ત મહેનતથી ના ચાલે પણ પુરુષાર્થને જોડવો પડે. મહેનત લક્ષ્ય મેળવવા માટેના રસ્તા પર આગળ વધવા મદદ કરે છે.
    પુરુષાર્થ લક્ષ્ય સુધી પહોંચાડે અને સફળતાના ફળ અપાવે છે.
    સતત લક્ષ્યને સામે રાખી તેને પામવાની ઝંખના રાખવી પડે, અસ્તિત્વને ડુબાડી દેવું પડે, નિચોવાઈ જવું પડે.
    પરસેવાના દરેક ટીપા એક માઈલસ્ટોન બરાબર હોય છે.
  • WHEN YOU TALK, YOU ARE ONLY REPEATINGWHAT YOU ALREADY KNOW.
  • BUT IF YOU ARE LISTEN, YOU MAY LEARN SOMETHING NEW.
  • કોઈના જન્મ દિવસે, સારા પ્રસંગે અથવા સારા પરિણામ માટે તેને શુભેચ્છા અવશ્ય આપજો.
  • શુભેચ્છા આપવાથી
  • આપણામાં ઉદારવૃત્તિ આવે છે.
    બીજાના ગુણો જોવાની (અને દોષો ભૂલવાની) દ્રષ્ટી આવે છે.
    હકારાત્મક દ્રષ્ટીકોણ આવે છે.
    ઉચ્ચ વિચારો આવે છે.
    ઉચ્ચ પ્રકારની કાર્યક્ષમતા વધે છે.
    બે વ્યક્તિઓ વચ્ચે સુમેળભર્યા સબંધોનો સેતુ રચાય છે.
માત્ર શુભેચ્છાઓ/શુભકામનાથી આપણા જીવનને સુંદર બનાવી શકાય છે.
  • સંગીત જીવનની પીડા ઓછી કરે છે એવું નથી, પરંતુ પીડા સહન કરવાની શક્તિ વધારે છે તેવું ચોક્કસપણે કહી શકાય.
  • દર્દને સહન કરવા માટેની શ્રેષ્ઠ મિત્રતા સંગીત અને સાહિત્ય નિભાવે છે. માણસમાં પ્રેરણા, પરિવર્તન, પથદર્શન, તાજગી અને આનંદ પ્રમોદનો સર્વોત્તમ સ્ત્રોત વાંચન છે.
  • શબ્દો, વાક્ય, ફકરા, પાનાં અને પ્રકરણો સાથેની જીવનયાત્રા વાચકની નજરને દ્રષ્ટી, મનને મનોબળ, હૈયાને હામ, પગને ગતિ અને સમગ્ર શરીરને તરવરાટ આપે છે.
  • ટાઈમ, ટ્રાવેલ અને ટેકનોલોજીનો અદભૂત સમન્વય એટલે વાંચન.
  • ચાલશે, ફાવશે, ગમશે, દોડશે, હશે, થશે.
    ADOPT, ADJUST, ACCEPT, ACCOMMODATE આનંદ, આનંદ, શાંતિ, શાંતિ
  • અનુકુળ સંજોગોની રાહ જોયા કરતા,
    સંજોગોને જ અનુકુળ બનાવો.
    જીવન જીવવાની વધુ મઝા આવશે.
  • પોતાની વર્તમાન સ્થિતિ અને સમયને અનુકુળ થવાની આવડત ધરાવનાર હંમેશા ખુશ અને સુખી રહી શકે છે.
  • જીવનમાં ક્યારેક એવું લાગશે કે સર્વત્ર અંધારું જ છે.
    છતાં તમારા પર, તમારા પ્રયત્નો પર તેમજ ઈશ્વર પર શ્રધ્ધા રાખી શુદ્ધ ચરિત્રથી કર્મશીલ બની અન્યને મદદ કરતા કરતા આગળ વધવાનું ચાલુ જ રાખજો.
    તમે કલ્પના નહીં કરી હોય તેટલું અજવાળું આગળ દ્રષ્ટીમાન થશે.
    તમને ખબર પણ નહીં પડે તે રીતે તમારી જ મહેનત રંગ લાવશે અને તમારા જીવનમાં સુખદ ક્ષણોનો પ્રવેશ થઇ જશે.
  • આપણને જ્યારે એવું લાગે કે હવે જીવનમાં બધા જ દરવાજા બંધ થઇ ગયા છે, ત્યારે પણ ઈશ્વરે એક દરવાજો તો ખુલ્લો રાખ્યો જ હોય છે.
    આપણને ધીરજથી ખુલ્લો દરવાજો શોધતા આવડવું જોઈએ.
    હેલન કેલર.
  • જીવનના સંઘર્ષો જ જીવનને પ્રેમમય બનાવે છે.
  • જીવનમાં કશું જ કાયમી નથી. બધું જ હંમેશા બદલાતું રહે છે. આનાથી વધુ કપરો અને સંઘર્ષમય સમય તમે પહેલા પણ સફળતાપૂર્વક પસાર કરેલો છે.
આ સમય તમને કઈક શીખવવા કે તમારી કોઈક અપૂર્ણતા પૂરી કરવા માટેનો હોઈ શકે. આપણે જે ઈચ્છીએ તે હંમેશા આપણને મળતું નથી. જીવનની કોઈક અપૂર્ણતા આપણા સારા માટે હોય છે.
  • જ્યારે પરિસ્થિતિ બદલી ના શકાય તેમ હોય ત્યારે શ્રેષ્ઠ રસ્તો એ છે કે પરિસ્થિતિને સ્વીકારી હવે તેમાં બનતા શ્રેષ્ઠ પ્રયત્નો કરવા.
  • તમારું શ્રેષ્ઠ કાર્ય શરુ કરવાનો શ્રેષ્ઠ સમય તમારો ખરાબ સમય છે. રશ્કીન બોન્ડ
  • ALWAYS REMEMBER THAT YOUR PRESENT SITUATION IS NOT YOUR FINAL DESTINATION. THE BEST IS YET TO COME.
  • The size of your problems is nothing compared with your ability to solve them.
  • Don’t overestimate your problems and underestimate yourself.
  • ‘ઈશ્વરે કોઈ ચોક્કસ કારણસર દરેક વ્યક્તિને દુનિયામાં મોકલી હોય છે. તકલીફો જીવનનો એક ભાગ છે. ભગવાને જીવન આપ્યું છે તો મુશ્કેલીઓ પાર પાડવાની શક્યતાઓ અને શક્તિઓ પણ તે જ આપશે.’
  • You can’t always have a good day but you can always face a bad day with good attitude.
  • મહાન હોવું જરુરી નથી, માનવીય હોવું જરુરી છે. કૃષ્ણકુમારસિંહજી – રાજવી – ભાવનગર
  • જે દિવસે તમારા સુંદર વ્યવહારથી તમારા માતાપિતાની આંખમાં ખુશીના આંસુ જોવા મળે તે દિવસે તમારું જીવન સફળ થયેલું ગણાશે.
  • મધુર સ્મિત, પ્રેમાળ વાણી અને લાગણીભર્યો વ્યવહાર કોઈ પણ માણસના હ્રદયમાં સ્થાન લેવા પૂરતા છે.
  • ફૂલોની સુગંધ માત્ર પવનની દિશામાં વધુ હોય છે.
    માનવતાભર્યા શ્રેષ્ઠ વ્યવહારની સુગંધ બધી જ દિશામાં હોય છે.
  • વડીલો કહેતા કે ખરાબ સમયને ધીરજથી પસાર કરવો. એ વાતમાં સહેજ ઉમેરીને કહીએ તો ખરાબ સમયને શ્રેષ્ઠ અભિગમથી પસાર કરવો.
  • વ્યવસાયિક, સામાજિક અને શૈક્ષણિક જવાબદારીઓમાં દરેક વ્યક્તિને ક્યાંકને ક્યાંક કસોટીયુક્ત સમય આવવાનો જ. આ સમયને સુંદર, સૌજન્યપૂર્ણ અભિગમથી સાચવી લેવાથી આવનાર દિવસો અને પરીસ્થિતિ વધુ સરળ અને સફળ બને છે.
ટ્રીટમેન્ટ અને નિદાન તો ઘણા ડોક્ટર શ્રેષ્ઠ કરી શકે છે. બહુ ઓછા ડોકટરો પેશન્ટને શ્રેષ્ઠ સર્વિસ આપી શકે છે. જેમાં
  • તેને સાંભળવું,
  • તેના નાના નાના પ્રશ્નોના જવાબ આપવા,
  • ફોલોઅપ માં ફ્રી જોવું,
  • તેનો આત્મવિશ્વાસ વધારવો,
  • ક્યારેક તેણે ના પૂછેલા પ્રશ્નોની પણ માહિતી આપવી,
  • તેના કુટુંબીજનોના પણ ખબર પૂછવાનો સમાવેશ થાય છે.
માંદગીના બિછાને પડેલા
  • જીવનસાથીનું પણ સાનિધ્ય જેને ગમે છે તેઓ દામ્પત્યજીવનની શોભા વધારે છે.
  • માતાપિતાનું સાનિધ્ય જે સંતાનોને ગમે છે તેઓ પોતાના માતાપિતાએ આપેલા સંસ્કારની શોભા વધારે છે.
  • તમારે તમારા પાવરની જરૂરિયાત કોઈને હેરાન કરવા હોય તો જ પડે.
    બાકી દુનિયાના બધા જ કામ પ્રેમ અને અનુકંપાથી પુરા થતા જ હોય
    છે……બી.કે.શિવાની
  • જે વ્યક્તિઓ પોતાની જાતને ખરેખર પ્રેમ કરે છે તેઓ બીજાને ક્યારેય દુઃખ પહોંચાડતા નથી. – ગૌતમ બુદ્ધ.
  • THE HAPPIEST PEOPLE ON THIS PLANET ARE NOT THOSE WHO LIVE ON THEIR OWN TERMS BUT ARE THOSE WHO CHANGE THEIR TERMS FOR THE ONE’S WHOM THEY LOVE.
  • જ્યારે તમે કોઈને ખરા હ્રદયથી પ્રેમ કરશો ત્યારે
    સામેની વ્યક્તિ સુરક્ષા અને સલામતીનો અનુભવ કરશે.
    તેની આત્મસન્માનની અને આત્મવિશ્વાસની લાગણી મજબુત બનશે.
    તે મહત્વની વ્યક્તિ છે તેવું તમે તેને અનુભવ કરાવશો.
    જીવનના કોઈ પણ ક્ષેત્રના સંઘર્ષ અને સ્પર્ધામાં તે ટકી શકશે.
  • તમે જેને પ્રેમ કરો છો તે વ્યક્તિ ક્યારેક ગુસ્સો કરે તો પણ તે વ્યક્તિને પ્રેમ કરી તેનો ગુસ્સો પીગળાવવો તે એક પ્રેમ કરવાની પદ્ધતિ છે.
    ………….કૃષ્ણકાન્ત ઉનડકટ
  • પ્રતિક્ષા એ પ્રેમની પરીક્ષા છે જેનું પરિણામ પ્રાપ્તિ હોય છે.
  • સાચો પ્રેમ કશું માંગતો નથી હમેશા આપવાની ભાવના રાખે છે.
    પ્રેમની પુખ્તતા અને પાકટતા આપવામાં પ્રગટ થાય છે.
    ગમતા ફૂલને ચૂંટવાની નહીં માવજત કરવાની વાત એટલે પ્રેમ.
  • જો તમે કોઈ વ્યક્તિને સાચી રીતે પ્રેમ કરો છો અને તમને પ્રેમ કરતા આવડતું હોય તો તમારી વ્યક્તિને મનાવતા પણ આવડવું જોઈએ. પોતાની વ્યક્તિ પ્રત્યે ધીરજ રાખી તેને પ્રેમથી મનાવવી તે પ્રેમ કરવાનું જ કામ છે. ……….કૃષ્ણકાન્ત ઉનડકટ
  • ધીરજ, શાંતિ, સમાધાન, મૌન, નમ્રતા, જતું કરવું, કઈક આપવું, સહનશીલતા, વડીલોને આદર, કપરા સંજોગોમાં શ્રેષ્ઠ નિર્ણય લેવાની કળા જેવા ગુણો બાળકોને ક્યારેય કોઈ પાઠશાળામાં શીખવા મળવાના નથી હોતા જે તેમનામાં ગ્રાન્ડપેરેન્ટસ સાથે માત્ર રહેવાથી ઉતારવાના હોય છે.
  • વડીલોને લીધે ઘરના સભ્યો એકબીજાના સારા ગુણોને જોતા અને ખરાબ ગુણોને સહન કરતા શીખે છે.
  • સ્નેહ + સંસ્કાર + સમર્પણ + સહનશીલતા = માતા
  • શક્તિ + સુરક્ષા + સાહસ + સંઘર્ષ = પિતા
  • જે ટીનએઈજ બાળકોએ પોતાના માતાપિતાને પ્રેમ કરતા, એકબીજા માટે જતું કરતા, એકબીજાનો સમય સાચવતા તેમજ ભૂતકાળની ભૂલોને ભૂલતા જોયા છે તે બાળકો આગળ જતા વધુ સમર્પિત, પોતાના કૌટુંબિક જીવનમાં સફળ તેમજ સામાજિક રીતે સફળ થઈ શકે છે.
  • સમજ + સંતોષ + સંઘર્ષ + સહનશીલતા = સફળ દાંપત્યજીવન
  • લાંબુ દાંપત્યજીવન ધરાવતા દરેક પતિપત્નીના જીવનમાં કોઈ એક તબક્કો તો એવો આવ્યો જ હોય છે કે બે માંથી કોઈ પણ એકે એવી ભૂલ કરી હોય કે જે ખરેખર માફીપાત્ર ન હોય. છતાં કોઈ એકે એ ભૂલને અવગણી જીવનને આગળ ધપાવ્યું હોય.
  • શ્રેષ્ઠ પતિપત્ની એકબીજાથી ખોટું લગાડતા નથી. તેઓ એકબીજાને તેમની ભૂલનો અહેસાસ થાય ત્યાં સુધી રાહ જોવાની ક્ષમતા, માફ કરવાની ઉદારતા અને ભૂતકાળને ફરી યાદ નહીં કરવાનો ગુણ ધરાવતા હોય છે.
સારા મિત્રોની એક ખાસિયત હોય છે કે ક્યારેય તેઓ તમારાથી અમને ખોટું લાગ્યું છે તે કહેતા નથી. તેઓ તમને તમારી ભૂલનો અહેસાસ થાય ત્યાં સુધી રાહ જોવાની ક્ષમતા અને પછી માફ કરવાની ઉદારતાનો ગુણ ધરાવતા હોય છે.
  • કોઈના માટે કશું છોડીને ચાલતા થાવ. પણ
    કશાક માટે કોઈને તરછોડીને ના ચાલો.
  • જ્યારે આપણે કોઈની સામે અપશબ્દો બોલી તેનું અપમાન કરીએ છીએ
    ત્યારે હકીકતમાં આપણે આપણું જ સ્વમાન ખોઇએ છીએ.
  • “તમે જીત્યા મસ્તક નમાવીને, અમે હાર્યા શસ્ત્રો ચલાવીને” કવિ આબિદ ભટ્ટ “દલીલથી એને હરાવવાનું પોસિબલ નહોતું,
  • તો મૌનથી જીતવાનું પણ ઈમ્પોસિબલ નહોતું.” કવિ રોહિત શાહ
  • મધુર સ્મિત, પ્રેમાળ વાણી અને લાગણીભર્યો વ્યવહાર કોઈ પણ માણસના હ્રદયમાં સ્થાન લેવા પૂરતા છે.
  • નાનામાં નાના માણસ સાથે પણ હંમેશા નમ્રતાથી વાત કરવી.
  • નમ્રતાભર્યા વ્યવહારથી ઘણા અશક્ય કામો શક્ય બને છે.
  • સફળતાની ઈમારતના પાયા નમ્રતાભર્યા વ્યવહારથી મજબુત બને છે.
  • વ્યક્તિના આત્મવિશ્વાસની, સંતોષની અને તેના શક્તિશાળી સ્વભાવની નિશાની તેનો નમ્ર સ્વભાવ છે.
  • નમ્ર સ્વભાવથી વ્યક્તિની ડીગ્રી, પદ અને સંસ્કાર દીપી ઉઠે છે.
  • વ્યક્તિની ઉંમરના કારણે તેને માન મળે છે.
  • તેના નમ્ર સ્વભાવને કારણે તેને આદર મળે છે.
  • કોઈને ‘ના’ કહેતી વખતે પણ ખુબ નમ્ર રહો.
  • આપણને જે પણ કઈ કામ મળે તે આનંદથી શ્રેષ્ઠ રીતે ઈશ્વરની ફરજ રૂપે કરીએ. આપણા ભાગે આવેલ કોઈ પણ કામ નાનું નથી.
  • શ્રેષ્ઠ કામની નોંધ ક્યાંક ને ક્યાંક લેવાય જ છે.
  • સારું કામ કરવા ‘મોટું કામ કે મોટો પ્રોજેક્ટ’ જરુરી નથી.
  • આપણી ગેરહાજરીની પણ નોંધ લેવાવી જોઈએ.
  • આપણું કામ ઘણા બધા લોકોને મદદરૂપ થવું જોઈએ.
  • જ્યારે કોઈ પણ કાર્ય ‘IMPOSSIBLE’ લાગે ત્યારે આ શબ્દની સંધિ છુટી પાડી તેને ફરીથી વાંચો ‘I AM POSSIBLE’.
  • મારા માટે આ કામ અસંભવિત છે તેવું વિચારનારને ખરેખર પોતાની આંતરિક શક્તિઓ વિશે જાણકારી નથી. …………….સ્વામી વિવેકાનંદ
  • જ્યારે પણ કોઈ અશક્ય જણાતો પડકાર ઝીલી લઈએ ત્યારે પ્રથમ કામ છે, સ્વીકાર. ‘મારે આ કામ કરવાનું જ છે. હું જ આ કામ પૂરું કરવા સર્જાયો છું.’ પોતાના મનને આ મેસેજ આપવો પડે.
  • પડકાર ઝીલી પોતાની સઘળી શક્તિઓ એકઠી કરી શ્રેષ્ઠ પ્રયત્ન કરવો તે એક સાધના છે. ઈશ્વરને ગમતી શ્રેષ્ઠ ભક્તિ છે.
  • FIND A WAY OR MAKE A WAY.
  • જીવનમાં સમસ્યા જેવું કાઈ હોતું જ નથી.
    એ તો ઉકેલ શોધવાની આવડતનો અભાવ છે.
  • અસંતોષ, અપેક્ષા, ફરિયાદ અને આક્ષેપો જીવનની ગતિ ધીમી પાડે છે.
  • તૂટેલા સબંધો સાંધવાની તક વધુ અપેક્ષાઓ રાખનારને ઓછી મળે છે.
  • અપેક્ષા અને શરતો વધે ત્યાં વિસ્તરેલા સબંધોનું સંકોચન શરુ થઇ જાય છે.
  • ભૂલનો સ્વીકાર કરવાથી પહેલા આનંદ પછી સંતોષ અને છેલ્લે પ્રતિષ્ઠા મળે છે.
  • Be so busy improving yourself that you have no time to criticize others.
  • જે વ્યક્તિને એવું લાગે કે ‘મારું કોઈ નથી’ ત્યારે ખરેખર તો તેઓ જ કોઈના બન્યા નથી હોતા.
કૌટુંબિક ફરજો, વ્યવસાયિક ફરજો, માતાપિતાની ફરજો અને મિત્રતાની ફરજોમાં આપણો એક વિશિષ્ટ ગુણ એવો રાખવો કે જેને લીધે આપણા બધા જ અવગુણ વિલીન થઇ જાય. આપણો એક ગુણ
  • આપણા કોઈ એક ગુણથી આપણી ઓળખાણ થવી જોઈએ.
  • કોઈ એક વિશિષ્ટ ગુણને વિકસાવવો તે કોઈ પણ વ્યક્તિ માટે અઘરું કે અશક્ય નથી.
  • આપણે જ્યારે ના હોઈએ ત્યારે લોકો આપણને આપણા એ ગુણથી યાદ કરવા જોઈએ.
  • આ ગુણને વિપરિત સંજોગોમાં પણ ના છોડવો.
  • આપણા વિશિષ્ટ ગુણનું અભિમાન ના કરવું તેમાં જ ગુણનું ગૌરવ જળવાય છે.
  • આપણા એ ગુણને લીધે લોકોને આપણી પાસે આવવાનું મન થાય અને મનની શાતા પહોંચે તેમ થવું જોઈએ. આપણી પાસેથી જતા કઈક લઈને ગયા તે અનુભૂતિ લોકોને થવી જોઈએ.
  • Forgive others not because they deserve forgiveness, but because you deserve peace.
  • અહંકાર બતાડી, લડીને સબંધ તોડવા કરતા મૌન રાખી કે માફી માંગી વિનમ્રતાથી
  • સબંધ ચાલુ રાખવાથી આગળનું જીવન હળવું રહેશે.
  • બદલો લેવાની કે બતાવી દેવાની ભાવના સાથે જીવવું એટલે જે વ્યક્તિ સાથે એક સમયે તમે જે તકલીફો સાથે જીવતા હતા હવે તેનાથી અલગ છો છતાં વધુ તકલીફો અને વધુ પીડા સાથે તમે જીવી રહ્યા છો.
  • દુશ્મન (વિરોધીઓ) નું પણ સન્માન, આદર જાળવવું.
    તેના વિશે તેમજ તેના વિરુદ્ધ વાતો બધાને કરવાની જરૂર નથી.
    આપણું શ્રેષ્ઠ વર્તન અને કર્મ આપણા સંસ્કારને લીધે હતું.
    તેનું અયોગ્ય વર્તન તેના સંસ્કારને લીધે હતું.
    તેને બદલો આપવાનું કામ ઈશ્વરનું છે.
    આપણે આપણા શ્રેષ્ઠ કર્મ – કર્તવ્યને વળગી રહેવું.
    દુશ્મન પ્રત્યે પણ સદભાવના રાખવી.
  • તમારી ટીકા કરનાર,
    તમારી સાથે સાચો – ખોટો ઝગડો કરનાર,
    તમારું અહિત કરનાર,
    તમારા માટે કટુ વચન બોલનાર,
    બધાની સાથે તમે તો મૌન અને ક્ષમાનું જ શસ્ત્ર વાપરજો.
    અંતિમ જીત ચોક્કસ તમારી જ હશે.
  • તમારી ઉપસ્થિતિમાં કોઈ વ્યક્તિ તેના સંપૂર્ણ દુખ ભૂલી જાય તે તમારી ઉપસ્થિતિની સાર્થકતા છે.
  • કોઈ નિરાશ વ્યક્તિનો નબળો સમય સાચવી લેવા જેવું પુણ્યનું કામ આ દુનિયામાં એક પણ નથી.
  • તેને તમે ફક્ત એક જ વાક્ય હ્રદયના ઊંડાણમાંથી કહો કે, ‘ચિંતા ના કરીશ, તારો આ સમય પણ જતો રહેશે.’ એ ઈશ્વરને ગમતું અને તમારા હાથે થયેલું જીવનનું શ્રેષ્ઠ કર્મ હશે.
  • ઈશ્વર એમ નથી ઈચ્છતા કે તમે બીજાનું દુખ લો.
  • તે એમ જ ઈચ્છે છે કે તમે બીજાનું દુખ માત્ર ‘હળવું’ કરો.
  • તમને કોણે દુઃખ પહોંચાડ્યું તે ક્યારેય યાદ ના રાખશો.
  • તમને ફરી હસતા કોણે શીખવાડ્યું તે ઘટના અને તે વ્યક્તિઓને હંમેશા યાદ રાખજો.
  • તમારા ભાગે પણ એવી તક કે એવું કામ આવે કે જેનાથી તમારું સ્વજન કે મિત્ર અલગ દ્રષ્ટીકોણથી તેમનું જીવન જોઈ શકે તો તમારા જીવનનું અને ઈશ્વરને ગમે એવું શ્રેષ્ઠ કામ હશે. તે કામ કરવાની તક જરા પણ ચુકતા નહી.
  • કોઈ નિરાશ વ્યક્તિ જ્યારે તમને તેની પીડા જણાવવાનો પ્રયત્ન કરે ત્યારે તેનો નબળો સમય સાચવી લેવા જેવું પુણ્યનું કામ આ દુનિયામાં એક પણ નથી. તેની તકલીફો સાંભળવા સમય કાઢી, તેનો એ નબળો કલાક કે નબળો દિવસ સાચવી તેને તમે ફક્ત એક જ વાક્ય હ્રદયના ઊંડાણમાંથી કહો કે, ‘ચિંતા ના કરીશ, તારો આ સમય પણ જતો રહેશે.’ એ ઈશ્વરને ગમતું અને તમારા હાથે થયેલું જીવનનું શ્રેષ્ઠ કર્મ હશે.
    અહીં બીજી રીતે જોઈએ તો તમે નસીબદાર કહેવાવ કે કોઈની નબળી ક્ષણ સાચવવા માટે ઈશ્વરે તમને પસંદ કર્યા છે.
  • જ્યારે તમે તકલીફમાં હોવ અને નકારાત્મક વિચારો આવે ત્યારે તમને લાગશે,
    ‘GOD IS NO WHERE’
    પણ જીવનમાં દરેક ઘટનાની બીજી હકારાત્મક બાજુ હોય છે.
    આપણે તે જોવાની દ્રષ્ટી કેળવવી પડે.
    હવે એ જ વાક્ય અલગ દ્રષ્ટીથી જોઈએ,
    ‘GOD IS NOW HERE’
  • પોતાના પરનો આત્મવિશ્વાસ, જાત મહેનત, વડીલોના આશીર્વાદ, અન્યની દુઆ અને પ્રભુ પ્રત્યેની શ્રધ્ધા કોઈ પણ માણસનું નસીબ બદલી શકે છે.
  • ક્યારેક એવું પણ બને કે અમુક પરિણામ કે અમુક વસ્તુઓ આપણે લાયક બનીએ અથવા તે પરિણામ પચાવવા સક્ષમ બનીએ પછી જ તે આપણને મળે તેવું ભગવાન ઈચ્છતો હોય.
તમે કેટલા પૈસા કમાયા તે જીવનની સફળતા નથી.
તમે કેટલાનું જીવન બદલી શક્યા તે જીવનની સાચી સફળતા છે.
  • ધીરજ એટલે રાહ જોવાની નહીં પણ રાહ જોતી વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા.
  • પોતાનાઓ સાથે ધીરજ રાખવી એ પ્રેમ છે.
    બીજા લોકો સાથે ધીરજ રાખવી એ આદર છે.
    ખુદની સાથે ધીરજ રાખવી એ આત્મવિશ્વાસ છે.
    ઈશ્વરના નિર્ણયો પ્રત્યે ધીરજ રાખવી એ શ્રધ્ધા છે.
  • આપણી ધીરજ પ્રતિસ્પર્ધીઓની ધીરજ ખૂટાડી દે તેવી હોવી જોઈએ. લક્ષ્ય નજીક પહોંચી જઈએ પછી ત્યાં સુધી પહોંચવાના પગથિયા માત્ર ધૈર્યવાન વ્યક્તિઓને જ વિઝ્યુલાઈઝ થાય છે. જેઓ છેલ્લી ક્ષણોમાં ધીરજ ગુમાવી દે છે તેઓ કિનારે પહોંચ્યા પહેલા ડૂબી જાય છે.
  • જીવનમાં તમે કેટલા ખુશ છો તે મહત્વનું નથી. મહત્વપૂર્ણ એ છે કે તમારે કારણે કેટલા લોકો ખુશ છે.
  • YOU CAN MAKE YOUR LIVING BY WHAT YOU EARN. BUT YOU CAN MAKE YOUR LIFE BY WHAT YOU GIVE.
  • જિંદગી સારા હ્રદયથી જીવી શકાય.
    જિંદગી સારા સમયથી પસાર કરી શકાય.
    હકીકત એ છે કે અન્યને મદદરૂપ થઈને જિંદગી શ્રેષ્ઠ બનાવી શકાય.
  • આપણી તકલીફો વચ્ચે, આપણા દુખો વચ્ચે, આપણી પીડા વચ્ચે પણ અન્યને મદદ કરવી, અન્યની તકલીફમાં ઉભા રહેવું, અન્યને પ્રેમથી ભીંજવી દેવાનું કાર્ય ઈશ્વરની સર્વોત્તમ ભક્તિનું પરમ શિખર છે.
  • કેટલીક વ્યક્તિઓ જીવનમાં ક્યારેય પરાજિત થતી નથી.
  • તેઓ જીતે છે અથવા શીખે છે. GAME IS NOT LOST TILL THERE IS ONE.
રમતમાં તમારી પાસે માત્ર એક ખેલાડી, એક જ ચાલ, એક જ બોલ કે એક જ પોઈન્ટ બાકી હોય તો એ રમતમાં તમે હારી ગયા છો તેમ ના કહેવાય.
બને કે છેલ્લી ક્ષણ જ તમારી જીત માટે સર્જાઈ હોય. પ્રયત્ન છેલ્લે સુધી કરી જ લેવો.
  • આપણા વિચારો પર ધ્યાન આપીએ જે આપણા શબ્દો બને છે.
    આપણા શબ્દો પર ધ્યાન આપીએ જે આપણું કાર્ય બને છે.
    આપણા કાર્ય પર ધ્યાન આપીએ જે આપણી આદત બને છે.
    આપણી આદતો પર ધ્યાન આપીએ જે આપણું ચારિત્ર્ય બને છે.
    આપણા ચારિત્ર્ય પર ધ્યાન આપીએ જેનાથી આપણું કર્મ બને છે.
    અને આપણા કર્મો પર ધ્યાન આપીએ જેનાથી આપણી જિંદગી બને છે.
  • અગણિત અનિશ્ચિતતાઓ અને અપાર અસંભવિત ઘટનાઓ વચ્ચે પણ અસીમ આત્મવિશ્વાસ રાખી આગળ વધવું તેનું નામ જીવન
  • શ્રેષ્ઠ જુઓ, શ્રેષ્ઠ સમજો, શ્રેષ્ઠ શીખો, શ્રેષ્ઠ વિચારો, શ્રેષ્ઠ કરો, શ્રેષ્ઠ આપો, શ્રેષ્ઠ મેળવો.
  • ભારે હોઈશ તો ડૂબી જઈશ.
  • હળવો થઈશ તો તરી જઈશ. ઓગળી જઈશ તો ભળી જઈશ.
  • ALWAYS FOLLOW ‘MOTHER’ RULE
    M : MUSIC
    O : ORAL FLUIDS
    T : TALK WITH PEOPLE
    H : HELP OTHERS, HOBBY
    E : EXERCISE
    R : READING
    જીવનમાં હંમેશા સંતોષ, આનંદ, ધીરજ, આત્મવિશ્વાસ અને પરિપૂર્ણતા સાથે રહેશે.
  • “ with such a small life, with such a small energy source, it is simply stupid to waste it in sadness, in anger, in hatred, in jealousy.
    Use it in love, use it in some creative act, use it in friendship or use it in meditation. Do something with it which takes you higher.
    And the higher you go, the more energy sources become available for you. At the highest point of consciousness, you are near to God.”
    આચાર્ય રજનીશ
  • You can’t go back and change the beginning. But you can start where you are and change the ending.
  • RE SET, RE ADJUST, RE START, RE FOCUS. ગમે તેટલી વખત પણ ક્યારેય ‘QUIT’ ના થાવ.
  • આપણે નિષ્ફળ ગયા તેનો અર્થ એટલો જ કે માત્ર એ કામમાં, એ સમયે, એ દિવસે, એ પરિસ્થતિમાં અને એ સંજોગોમાં આપણે આપણું શ્રેષ્ઠ સાબિત નથી કરી શક્યા. ફરીથી સંજોગો બદલાશે, નવી તક તેમજ નવી પરિસ્થિતિ આપણે ચોક્કસ સફળ થઈશું.
  • એક કામમાં આપણે નિષ્ફળ ગયા છે તેનો અર્થ એટલો જ છે કે માત્ર એ કામમાં, એ સમયે, એ સંજોગોમાં આપણને નિષ્ફળતા મળી. સમય અને સંજોગો બદલાતા આપણે એ જ કામમાં સફળ પણ થઇ શકીએ છીએ. એક કામમાં મળેલી નિષ્ફળતાને સમગ્ર જીવન કે પોતાની જાત સાથે જોડી દેવાની જરૂર નથી.
  • ખરેખર તો માણસના મનમાં કોઈ નબળો વિચાર આવે ત્યારે તે ક્ષણ, તે કલાક કે તે દિવસ જ તેના માટે નબળો હોય છે. ફક્ત તેની માન્યતા પ્રમાણે જ જીવન પૂરું થઇ ગયું હોય છે, વાસ્તવમાં ફરીથી ઉભા થઈ શકાય તેવી ઘણી શક્યતાઓ બચી હોય છે.
  • પોતાની આવડત અને કાર્યોને એક સુંદર તબક્કો લાવી સમયસર નીકળી જવું તે ખુબ ગૌરવપૂર્ણ વિદાય કહેવાય.
  • જેઓ જીવન બીજા માટે જીવ્યા હોય, જેઓનું જીવન સદાચાર, સત્કર્મો, સત્સંગ અને સદવિચારોથી ભરેલું હોય તેઓએ જ ખરેખર જીવનનો ખરો વૈભવ માણ્યો હોય છે. તેમને જ અર્થપૂર્ણ જીવન જીવ્યાની આંતરિક અનુભૂતિ થતી હોય છે.
  • છેલ્લા સમયમાં પરમશાંતિ અને પરમસંતોષ એને જ મળી શકે જેણે જીવનભર દરેક માણસ માટે મનમાં ઉત્તમ ભાવ, ઉત્તમ વિચારો રાખી ઉત્તમ કર્મો કરેલા છે.
    જેણે પૃથ્વી પરના દરેક જીવમાં ઈશ્વરના દર્શન કર્યા છે. આ લોકોને પોતાના પછી પોતાના પરિવારનું સુખ અને આનંદનું વિઝન દ્રશ્યમાન થઇ ચુક્યું હોય છે.
  • ઓછામાં ઓછુ એક પ્રેમપૂર્ણ કામ કરી તમારા દિવસને વિશિષ્ટ બનાવો.
  • દિવસના અંતે તમે જ તમારી જાતને પ્રશ્ન પૂછજો.
    ‘આજે મેં કેટલા લોકોને મદદ કરી?’,
    ‘આજે હું કેટલાના મોઢા પર હાસ્ય લાવ્યો?’,
    ‘આજે કેટલા લોકો મારી સાથે રહી ખુશ થયા – આગળ વધ્યા?’
    જો આ પ્રશ્નોના જવાબો તમારા હ્રદયને ટાઢક આપશે તો તમારો દિવસ શ્રેષ્ઠ ગણાશે.
  • દિવસની શરૂઆત સત્ય સાથે દિવસનું સમાપન ક્ષમા સાથે
© Copyright 2024 drashishchokshi.com. All Rights Reserved.
0
Instagram
WhatsApp