- પ્રથમ છ માસ ફક્ત ધાવણ આપવું.
- દિવસમાં છ થી સાત વખત પેશાબ થતો હોય અને વિકાસ યોગ્ય હોય તે બાળકને પાણીની પણ જરૂર નથી.
- છ માસ થાય ત્યારે સવારે દાળનું પાણી, ભાતનું ઓસામણ કે મગનું પાણી અપાય. સાંજે શાકભાજીનો સૂપ કે ફળોનો જ્યુસ આપી શકાય.
- ધીરે ધીરે ઘટ્ટતા વધારવી.
- સાડા છ માસ થવા આવે એટલે લચકો દાળ, બાફેલું બટાકું, ઢીલું પોચું સફરજન, કેળું કે ચીકુ આપી શકાય.
- સાતમાં મહિનાથી રાબ, રાગી, શીરો, ગળેલા દાળભાત તેમજ ખીચડી આપી શકાય.
- આ બધી વસ્તુમાં દહી ઉમેરી શકાય. રોજ અડધી વાડકી દહી પણ આપી શકાય. એકલું દૂધ નવ માસ પછી ચાલુ કરવું.
- સાતથી નવ માસ વચ્ચે અપાતી વસ્તુઓમાં દૂધ ઉમેરી શકાય જેમકે રાબમાં કે શિરામાં દૂધ. ખીચડી સાથે દૂધ. ચીકુ, કેળા કે કેરી સાથેનો મિલ્ક શેઈક અપાય. એકલું દૂધ નવ માસ પછી આપવું.
- છ માસ પછીના ખોરાકમાં ઘી, ગોળ, હળદર, મરી, લીંબુ જેવા મસાલા વાપરવા. ખાંડ, મીઠું અને મરચું બને ત્યાં સુધી નવ માસ બાદ ચાલુ કરવું.
- ધાવણ દર ત્રણ કે ચાર કલાકે ચાલુ રાખવું.
- ઉપરોક્ત વસ્તુઓ શરૂઆતમાં એક કે બે વખત આપવી. સાત માસ બાદ ત્રણ કે ચાર વખત આપવી અને ધાવણ ચાલુ રાખવું.
- લગભગ નવ માસ બાદ રોટલી દાળમાં બોળીને તેમજ ઘરમાં બનતી બધી જ વસ્તુઓ બાળક જમી શકે.