Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

બાળકની શાળા નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા.

  • શાળા ઘરની નજીક હોવી જોઈએ.
  • શાળા માતૃભાષા શીખવતી હોવી જોઈએ.
  • શાળામાં રમતગમત માટે ખુલ્લું મેદાન હોય તો વધુ સારું.
  • અડધા અને આખા દિવસના પ્રવાસો થવા જોઈએ.
  • વાર્તા કહેવાના કાર્યક્રમો, વેશભૂષા, તહેવારોની ઉજવણી તેમજ નાટકો જેવા કાર્યક્રમો કરતી શાળામાં બાળકોના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય છે.
  • આદર્શ શાળાના શિક્ષકો બાળકોની ફરિયાદ કર્યા કરતા તેની પ્રવુત્તિનું નિરીક્ષણ કરી માતાપિતાને માહિતગાર કરે છે.
  • જે શાળામાં શિક્ષકો અને માતાપિતા મોકળાશથી મળી શકે, વાતો કરી શકે તે શાળામાં અભ્યાસ કરતા બાળકોની સમસ્યાઓનું સમાધાન સુંદર રીતે થઇ શકે છે.
  • આદર્શ શાળા ધ્યાન રાખે છે કે ગૃહકાર્ય બાળકોના રમવાના અને ઊંઘવાના કલાકોના ભોગે કરવું પડે તેટલું વધારે ના હોવું જોઈએ.
  • સ્વચ્છતાના પાઠ બાળક શાળાકીય જીવનથી જ શીખે છે. પાણી પીવાની જગ્યા, બાથરૂમ, સંડાસ ચોખ્ખાં હોવા જરુરી છે.
  • આદર્શ શાળા પોતાના પુસ્તકાલયનું સુંદર રીતે જતન કરે છે.
  • સંસ્કાર, વ્યક્તિત્વ વિકાસ, શ્રેષ્ઠ નાગરિક સાથે રાષ્ટ્રભાવનાના ગુણો શાળાકીય જીવનમાંથી જ શીખવા મળતા હોય છે.
  • આદર્શ શાળા ધ્યાન રાખે છે કે તે ડીગ્રી આપતી ફેક્ટરી નથી પણ બાળકોમાં રહેલી સ્કીલ(આવડત અને કળા)ને બહાર લાવતી સંસ્થા છે.
  • આદર્શ શાળા દરેક પ્રકારના બાળકોને તેમની ક્ષમતા પ્રમાણે સન્માન આપે છે.
  • શિક્ષા અને શિસ્તનો અતિરેક શાળામાં ના થવો જોઈએ.
  • પોષ્ટિક નાસ્તાની આદત બાળકને શાળામાંથી વધુ સારી રીતે પડે છે.
  • નર્સરી અને પ્લેગ્રૂપમાં શાળાએ ગીતસંગીત, ડાન્સ, ચિત્રકામ, માટીકામ, પશુપંખી, ફૂલઝાડ વિશેના જ્ઞાન પર જ ધ્યાન આપવું જોઈએ. તો આગળ જતા આ બાળક મેમરી મશીન બનતું અટકશે.
  • બાળક પર લખવાનું શીખવાડવાની જરાય ઉતાવળ ના કરવી જોઈએ.
  • સીનીઅર કેજી સુધી એક ક્લાસમાં ૨૫ જેટલા બાળકો પૂરતા છે. આ બાળકોને અંગત ધ્યાનની ખાસ જરૂર હોય છે. આ બાળકો માટે દર ૯ બાળકો વચ્ચે એક શિક્ષક એ આદર્શ આંતરરાષ્ટ્રીય ધોરણ છે.
  • ૧૫ થી ૨૦ કિગ્રા જેટલું માંડ વજન ધરાવતા બાળક માટે આ ઉમરે સ્કૂલબેગનું વજન નહિવત હોવું જરૂરી છે.
  • આ બધા માપદંડ કોઇ એક શાળામાં હોય તે લગભગ અશક્ય છે, પરંંતુ ઉપરના માંથી 80% માપદંડો ધરાવતી શાળાને શ્રેષ્ઠ શાળા કહી શકાય.
  • માત્ર ફી ભરી લીધી એટલે બધી જવાબદારી શાળાની તેમ માતાપિતાએ માનવું ના જોઈએ.
  • રજાના દિવસે અને માંદુ હોય ત્યારે પણ બાળક પોતાની શાળાએ જવાની જીદ પકડે તે આદર્શ શાળાની ઓળખ છે.

Loading

Leave a comment

© Copyright 2022 drashishchokshi.com. All Rights Reserved.
0
Instagram
WhatsApp