કબજીયાત મુદ્દાને શાળા અને ભણતર પગલામાં મુકવાના અને મહત્વ આપવાનું કારણ ૭૦% બાળકોને સ્કુલે જતા પહેલા પેટ સાફ થતું નથી. સવારની સ્કુલ હોય અને સ્કુલે જતા પહેલા પેટ સાફ થાય તો સ્કુલમાં કોન્સન્ટ્રેશન ખુબ સરસ રહે. સ્કુલે પહોંચી પેટમાં દુખે છે કે ઉલટી થાય છે તેવી ફરિયાદ પણ ના રહે. સ્કુલે જતા પહેલા પેટ સાફ થાય તે માટે વહેલા ઉઠવું ખુબ જરુરી છે. બાકી મોડા ઉઠવામાં બધા કામ પુરા થહે પણ પેટ સાફ થવાનું કામ બાકી રહેશે.
કબજિયાત થવાના મુખ્ય કારણો
- પ્રવાહી ઓછુ પીવું
- રેસાવાળા ખોરાકનો અભાવ
- મેંદાવાળો ખોરાક, બજારુ પડીકા તેમજ નુડલ્સ જેવા ખોરાકનો અતિરેક
- બેઠાડું જીવન, રમતગમતનો અભાવ
કબજીયાતનું નિવારણ
- પુષ્કળ પ્રવાહી પીવું
- છાશ, લીંબુ પાણી, નાળિયેર પાણી તેમજ સૂપ અને જ્યુસ.
- ખોરાકમાં રેસાવાળા ખોરાકનો સમાવેશ જેમ કે કોબી, કાકડી, કેરી, પપૈયું તેમજ બધા જ પ્રકારની ભાજી
- ગરમપાણી તેમજ દેશી ઘી પણ મદદરૂપ થાય છે
- નાનું બાળક હોય તો ગરમ પાણીના ટબમાં બેસાડવું
- ખોરાકમાં બહારના મેંદાવાળા ખોરાક, બ્રેડ, પાઉં, પેકેટ્સ તેમજ નુડલ્સ ના લેવા
- નિયમિત રીતે કસરત, સાયકલીંગ કે ચાલવું – દોડવું
- જરૂર પડે તો ડોક્ટરની સલાહ પ્રમાણે સ્ટુલ સોફ્ટનર દવાનો ઉપયોગ કરવો