પિતાના શ્વાસને સમજનાર પુત્ર
આપણાહાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનેપિતાતુલ્ય ગણતા. નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા તે પછી તેમને એક દિવસ સમાચારમળ્યા કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીનું સ્વાસ્થ્ય નરમ છે. તેઓએ પૂજ્યસ્વામીજી સાથે વાત કરવા એક દિવસ વહેલી સવારે સારંગપુર ખાતે ફોન કર્યો.
પૂજ્ય પ્રમુખ સ્વામીની સેવામાં તે વખતે સ્વામી બ્રહ્મવિહારીદાસ રહેતા.તેમને શ્રી નરેન્દ્રભાઈએ કહ્યું, ‘પૂજ્ય પ્રમુખ સ્વામીજી સાથે વાત થશે? ઘણાવખતથી સ્વામી બાપાનો અવાજ સાંભળ્યો નથી.‘ બ્રહ્મવિહારીદાસજીએ જવાબ આપ્યો, ‘સ્વામીજી આરામમાં છે.‘ ફરીથી ૧૧.૩૦ વાગ્યે ફોન આવ્યો, એ વખતે પણ સ્વામીજીઆરામમાં જ હતા એટલે વાત થઈ ન શકી.
વડાપ્રધાનના અત્યંત વ્યસ્ત કાર્યક્રમોવચ્ચે પણ શ્રી નરેન્દ્રભાઈએ ત્રીજી વખત સાંજે ૪.૩૦ વાગ્યે ફોન કર્યો. વચ્ચેજાગી પોતાનું રોજનું કામ પતાવી એ વખતે પણ સ્વામીજી આરામમાં જ હતા.
હવેનરેન્દ્રભાઈએ તેમની લાક્ષણિક અદામાં બ્રહ્મવિહારીદાસજીને કહ્યું, ‘ભઈલા, તમે ફોન લઈને સ્વામીજીના મુખારવિંદ સુધી જાવ. તેમનો સ્વાચ્છોસ્વાસ મનેસાંભળવા દો, અનુભવવા દો, તો જ મને શાંતિ થશે.‘આવો અપાર પ્રેમ મોદી સાહેબનેપ્રમુખ સ્વામી મહારાજ માટે હતો. સત્પુરુષનું ચરિત્ર જુજ લોકો સમજી શકે પણસ્વાચ્છોસ્વાસ સમજી શકે તે ભાવના માત્ર પુત્રને જ તેના પિતા માટે હોય.
(નવગુજરાત સમય : ૨૬/૦૫/૨૦૧૯ : સાધુ બ્રહ્મવિહારી દાસ)
સ્માઈલ મોર સ્કોર મોર
૨૯ જાન્યુઆરી ૨૦૧૬ના રવિવારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રેડિઓ પર પ્રસારિત થતા તેમના ‘મનકી બાત’ કાર્યક્રમમાં ‘સ્માઈલ મોર સ્કોર મોર’નો નવો જ મંત્ર વિધાર્થીઓને આપ્યો. ભણતી વખતે ભણવામાં ધ્યાન આપો, ખાવા–પીવામાં ધ્યાન આપો, મોબાઈલ ઓછો વાપરો તેમજ આડો–અવળો સમય ના વેડફો જેવી સલાહ તો શિક્ષકો અને માતા–પિતા હંમેશા આપતા જ હોય છે પણ વધુ માર્ક્સ મેળવવા અથવા સફળ થવા સ્માઈલ આપતા રહો તે વિચાર ખરેખર ખુબ સુંદર અને દરેક વિધાર્થીએ અપનાવવા જેવો છે. ભણવાના ક્ષેત્રમાં હરીફાઈ સાથે માનસિક તાણ તો હંમેશા રહેતી જ હોય છે પણ હસતા રહી આપણું કાર્ય કરીએ તો તેની મઝા જ અલગ હોય છે.
ખુશ રહેવાથી અને હસવાથી હકારાત્મક વિચારો ધરાવતા અંતઃસ્ત્રાવો શરીરમાં ઉત્પન્ન થતા હોય છે.જે બાળકો હસતા નથી કે ખુશ રહેતા નથી તે વિધાર્થીઓના મગજમાં ભૂતકાળના કોઈ નિષ્ફળતાના કે કોઈ પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા હોય તે વિચારો મગજમાં ચાલુ થઇ જાય છે. આવા નકારાત્મક વિચારો વિધાર્થીઓનો અગત્યનો સમય તો બગાડે જ છે તે ઉપરાંત તેમની યાદશક્તિ પર પણ અસર પડે છે. છેવટે તેમના લક્ષ્યપ્રાપ્તિ માટેના સમયપત્રકને પણ અસર પડે છે.
કોઈ પણ પરીક્ષામાં પહેલા પાંચ વિધાર્થીઓનું જ્ઞાન તો એક સરખું જ હોય છે. ફર્ક તેઓ પરીક્ષાના દિવસોમાં કેવા રહે છે તેનાથી પડે છે. જે વિધાર્થીઓ આ છેલ્લા દિવસના સમયને હસીને અને હળવા રહીને લે છે તેમને ધ્યેય પ્રાપ્તિમાં કોઈ મુશ્કેલી રહેતી નથી. આખા વર્ષ દરમ્યાન હસતા રહીને મહેનત કરવામાં આવે તો ગમે તેટલી અઘરી પરીક્ષામાં સફળ થવું રમત વાત બની જશે.
છેલ્લો બોલ : આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને કોઈએ પૂછ્યું હતું, ‘તમેઅમદાવાદ–ગાંધીનગરની વ્યસ્ત ટૂંકી મુલાકાત વખતે પણ તમારી માતાને મળવા માટેનોસમય કાઢો છો તે ખુબ સારી વાત છે.’ આપણા પી.એમનો ટૂંકો જવાબ પણ સાંભળવાજેવો હતો.‘તેનો છાંયડો અનુભવવા જાઉં છું.’
ડો. આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૧૧૨ – ૧૭/૦૯/૨૦૨૦