Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

સ્વયંને મળતી અમુલ્ય ભેટ

ક્ષમા’ના મહત્વને સમજવાનો પ્રયત્ન કરીએ.

૩ સપ્ટેમ્બર, ૨૦૧૯ : રાજકોટના કુવાડવા રોડ પરથી ૨૭ વર્ષીય મયુરી મુંગરા પોતાના સ્કુટર પર પસાર થઇ રહ્યા હતા. આગળ ઉભેલી એક કારમાંથી ડ્રાયવર સીટ પર બેઠેલી વ્યક્તિએ મસાલાની પિચકારી થૂંકવા એકદમ કારનું બારણું ખોલ્યું. મયુરીબહેનને કોઈજ પ્રકારનો નિર્ણય લેવાનો સમય ના મળ્યો. કારના ખૂલેલ દરવાજાને અથડાઈ તેમનું સ્કુટર રોડ પર ફંગોળાયુ. તેઓ રોડ પર પડ્યા અને પાછળથી આવતી બસ નીચે કચડાઈ મૃત્યુ પામ્યા.

બ્રહ્માકુમારી’ ના કાર્ય સાથે સંકળાયેલા મયુરીબહેનના સગાઓએ કારમાંથી થુંકેલી વ્યક્તિ સામે કેસ કરવાની પોલીસને મનાઈ કરી. ‘હવે તે જીવનભર પાન ખાવાનું બંધ કરે અને કારમાંથી કોઈ પિચકારી માટે થુંકે નહીં’ તેમ થાય એવી તેમના સગાએ ઈચ્છા પોલીસ સમક્ષ વ્યક્ત કરી. પોતાની વ્યક્તિ ગુમાવ્યાને કારણભૂત વ્યક્તિને પણ ક્ષમા આપવી તે મયુરીબહેનના કુટુંબીજનો માટે કેટલું કઠિન હશે.

  1. ક્ષમા અન્યને અપાતી ભેટ નથી પણ ક્ષમા આપનાર સ્વયંને મળતી અમુલ્ય ભેટ છે. બદલો લીધાનો આનંદ એક દિવસનો હોઈ શકે પણ માફ કર્યાનું ગૌરવ જિંદગીભરનું હોય છે.
  2. ક્ષમા ભૂતકાળને ભલે બદલતી નથી પણ બંને પક્ષના ભવિષ્યને ઉજ્જવળ તો ચોક્કસ બનાવી જ દે છે.
  3. ક્ષમા આપીને તેને જીવનમાં ક્યારેય યાદ ન કરવી તેમાં જ ક્ષમા આપ્યાનું ખરું ગૌરવ છે.
  4. ગુનેગાર કરતા ‘માફ નહીં કરવાની ભાવના’ અને ગુસ્સો રાખનાર વ્યક્તિના જીવનને જ વધુ હાની થતી હોય છે.

બદલો લેનાર વ્યક્તિ જીવનભર એક અપરાધભાવ અને નકારાત્મક લાગણી સાથે જીવતો હોય છે કે, ‘મેં ક્યાં આવું કર્યું?’

  1. આપણી સાથે ખોટું કરનાર વ્યક્તિ ક્ષમા માંગે કે ન માંગે છતાં તેને ક્ષમા આપવાથી આપણે એક પીડાદાયક ભૂતકાળમાંથી મુક્ત થઇ વર્તમાનની હળવાશને અનુભવી શકીએ છીએ.

ક્ષમા વ્યક્તિને ‘ઇનર જોય’ એટલે એક એવા આંતરિક આનંદની અનુભૂતિ કરાવે છે જેનાથી તેનું આગળનું જીવન ખુબ સરળ, પવિત્ર અને નિર્મળ રહે છે.

  1. ક્ષમા માંગવી ત્રણ પગલાની ક્રિયા છે.

સૌ પ્રથમ સામી વ્યક્તિને ખાસ એજહેતુસર મળી, આડી અવળી વાત કરવાને બદલે, નજર મેળવી આપણાથી થયેલ ભૂલનો એકરારકરવાનો છે.

બીજું પગલું એવી ભૂલ ફરી નાં થાય એની ખાતરી આપવાની છે.

ત્રીજુંપગલું આપણા લીધે એમને થયેલી હાની કઈ રીતે સમારી શકાય એ પૂછીને તે પ્રમાણેકરવાનું છે. આટલું કરીએ તો જ સાચી ક્ષમા માંગી કહેવાય.

  1. ક્ષમા કોઈ એક ખરાબ ઘટનાને આપવી.

જેને ક્ષમા આપી એ વ્યક્તિ પ્રત્યે ભવિષ્યમાં અણગમો બતાવવો તેમાં ક્ષમાનું ગૌરવ નથી રહેતું.

ક્ષમા આપી છે તે વ્યક્તિને પણ પૂરું સન્માન આપવાનું જ હોય છે.

  1. ક્ષમા માંગનારે પોતાની ભૂલનો સ્વીકાર કરી માફી માંગતી વખતે બહાના ઉમેરી માફીની પવિત્રતા અભડાવવાની નહીં. બેન્જામીન ફ્રેન્કલીન
  2. ક્ષમા વીરનું આભુષણ છે, મોક્ષનો દરવાજો છે.

સંયમ જેવી કોઇ સાધના નથી, ક્ષમા જેવી કોઇ આરાધના નથી.

સ્વયંના અહંકારને ઓગાળવાની પ્રક્રિયા જેની અસર પેઢીઓ સુધી રહે છે. છો.

  1. ક્ષમા આપનારનો બધા જ ક્ષેત્રે આત્મવિશ્વાસ વધી જતો હોય છે.

ક્ષમા નહીં આપીને કોઈ વ્યક્તિ સાથે બદલો લઈએ તો પણ મનમાં એક ભય રહે છે કે હવે એ વ્યક્તિ આપણા પર વળતો હુમલોકરશે? આ ભયને લીધે હતાશા આવે છે.

બદલાનું નહીં પણ વ્યક્તિને, વ્યક્તિના વિચારોને અને તેના કર્મોને બદલવાનું મહાન પર્વ એટલે પર્યુષણ.

ડો.આશિષ ચોક્સી ગુડ મોર્નિંગ – કડી ૮૭ ૨૨/૦૮/૨૦૨૦

Loading

Leave a comment

© Copyright 2022 drashishchokshi.com. All Rights Reserved.
0
Instagram
WhatsApp