સપ્ટેમ્બર ૨૦૧૮ માં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસના પત્નીઅમૃતા ફડનવીસની તેમના સેલ્ફી ક્રેઝ માટે સોશિયલ મીડિયામાં ખુબ ટીકા થઈ.લોકોએ કહ્યું, ‘એક મુખ્યપ્રધાનના પત્નીનું જાહેરમાં આવું વર્તન ના હોવુંજોઈએ.’
દેવેન્દ્ર ફડનવિસે સુંદર રીતે ખુલાસો આપ્યો. તેમણે કહ્યું, ‘અમૃતા ચોક્કસપણે જવાબદાર વ્યક્તિ છે. તેણે જાહેરમાં સમતોલપણે રહેવું જોઈએપણ અત્યાર સુધીના મુખ્યપ્રધાનોના પત્નીમાં તે સૌથી યુવાન છે. નટખટ રહેવાનીતેની ઉંમર છે. બિચારીને લહેર કરવા દો ને. સમય આવ્યે તે ચોક્કસ ગંભીર થઈજશે. પોલીટીકલ જવાબદારી ધરાવતા ઘરોની વ્યક્તિએ જાહેરમાં કેવી રીતે રહેવાય તે શીખી જશે.’
તેમના જવાબથી સૌને સંતોષ થયો. સોશિયલ મીડિયામાં અમૃતા ફડનવીસની તરફેણમાં મેસેજ ચાલુ થઈ ગયા. એક મહિલા પત્રકારે લખ્યું કે, ‘પતિ હોતો ઐસા.’
છેલ્લો બોલ : કેવી રીતે વાત કરવી તેના કોઈ ક્લાસ નથી હોતા. પણ તમે જે રીતે વાત કરો તેના પરથી તમારો ‘ક્લાસ’ નક્કી થતો હોય છે.
ખડખડાટ : એક ખંધા રાજકારણી એમના પુત્રને રાજકારણના પાઠ શીખવી રહ્યા હતા. પુત્રએ પૂછ્યું, ‘પપ્પા કોઈ આપણી પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જાય તેને શું કહેવાય?’ પિતાએ જવાબ આપ્યો, ‘વિશ્વાસઘાત.’ પુત્રએ ફરી પૂછ્યું, ‘કોઈ બીજી પાર્ટીમાંથી આપણી પાર્ટીમાં આવે તેને શું કહેવાય?’ રાજકારણી પિતાએ પુત્રને શીખવાડ્યું, ‘હ્રદય પરિવર્તન’.
ડો.આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૨૨ – ૧૮–૦૬–૨૦૨૦