Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

આદર્શ શિક્ષક

વડોદરાની એક્સ્પેરીમેન્ટલ સ્કુલ. આ સ્કુલ મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સીટીના સંકુલમાં આવેલી છે. ૧૯૮૧૧૯૮૨માં સ્કુલમાં નવમાં દસમાં ધોરણમાં ભણતા વિધાર્થીઓમાંના એક વિધાર્થીએ પોતાના એક શિક્ષક માટેની સુંદર વાત કરી. “અમારા ગુજરાતી વિષયના શિક્ષક હતા પુ. ઇન્દુબહેન. અમે બધા વિધાર્થીઓ હાલ ૫૮૫૯ વર્ષના થયા એમાંના ઘણા ડોક્ટર, એન્જીનીયર, લોયર તથા ઉદ્યોગપતિઓ પણ થયા. અમારા બધામાં એક વાત સામાન્ય છે – અમે મોટાભાગના ક્યાંક ને ક્યાંક કોલમ લખીએ છીએ, તો કોઈએ પુસ્તક લખ્યું છે, તો કોઈએ કવિતા સંગ્રહ પણ બહાર પાડ્યો છે. પોતાના ફિલ્ડમાં તો દરેક આગળ પડતા છે જ સાથે દરેકમાં લેખનકળાનો ગુણ પણ વિકસ્યો છે.

આ બધું અમારા ગુજરાતી વિષયના શિક્ષક પુ. ઇન્દુબહેનને આભારી છે. પુ. ઇન્દુબહેનની ગુજરાતી શીખવવાની પદ્ધતિ જ અલગ હતી. તેઓ અમને બધાને ગુજરાતી ભાષાનું કોઈનું કોઈ કામ રોજ આપતા. કોઈએ છાપાના સમાચાર પોતાની રીતે કહેવાના, કોઈએ દેશની ઘટનાના કોઈ એક સમાચાર પર કટાક્ષ કરવાનો, કોઈએ એક સમાચાર કાવ્યની ભાષામાં કહેવાના તો કોઈને રોજ એક સુવાક્ય લખવાની જવાબદારી સોપાઈ હતી. કોઈનો જન્મ દિવસ હોય તો પણ તેને કવિતાની ભાષામાં અભિનંદન આપવાના. ગુજરાતી પાઠ્યપુસ્તક માટે તો પુ. ઇન્દુબહેન પિરિયડમાં માંડ દસ મિનિટ આપતા.

આ બધી વસ્તુને લીધે અમારી ગુજરાતી ભાષા શીખવાની વૃત્તિ વધતી ગઈ. ભલે અમે ઉચ્ચ અભ્યાસ કોઈ પણ ક્ષેત્રમાં કર્યો પણ મનથી અને હદયથી અમારામાં ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ વધતો ગયો. દસમાં ધોરણમાં અમારામાં રોપાયેલા ગુજરાતી ભાષા પ્રત્યેના પ્રેમના મુળિયા સમય જતા વટવૃક્ષ બન્યા. અમારા શિક્ષક પુ. ઈન્દુબહેન અત્યારે ક્યાં છે તે ખબર નથી પણ હ્રદયપૂર્વક તેમને વંદન અને આભાર.”

માતૃભાષા પ્રત્યે આદર્શ શિક્ષક વિધાર્થીઓમાં પ્રેમ કેવી રીતે વધારી શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ શ્રી ઇન્દુબહેનનું છે. માતૃભાષાના પ્રેમથી જ બાળક સંસ્કારી અને સારો માનવી બને છે. જીવનના ઝંઝાવાતો સામે લડી સફળ થાય છે. બાળક ધર્મ, સમાજ, કુટુંબ અને દેશ પ્રત્યેની જવાબદારી પ્રત્યે સભાન થાય છે. માતૃભાષાનું અજ્ઞાન, બાળકે મેળવેલી ડીગ્રીની અપૂર્ણતા સૂચવે છે. પોતે પ્રાપ્ત કરેલા જ્ઞાનનો યોગ્ય ઉપયોગ માતૃભાષાની જાણકારી વિના શક્ય નથી. પુ. ઈન્દુબહેનને ધન્યવાદ.

છેલ્લો બોલ : છેલ્લો બોલ : એક વખત કવિ રમેશ પારેખને કોઈએ પૂછ્યું, ‘વિશ્વમાં તમને સૌથી વધુ ગમતી જગ્યા કઈ?’ રમેશ પારેખનો જવાબ હતો, ‘મારા ઘરમાં પુસ્તકો રાખું છું તે છાજલી.’

ડો.આશિષ ચોક્સી ગુડ મોર્નિંગ – કડી ૪૦ ૦૬/૦૭/૨૦૨૦

Leave a comment

Hospital Location

© Copyright 2025 drashishchokshi.com. All Rights Reserved.

0
Instagram
WhatsApp
URL has been copied successfully!