M O T H E R
MUSIC (સંગીત) :
- સંગીત ચોક્કસપણે ડર અને ચિંતાને ઓછી કરે છે.
- સંગીત વ્યક્તિની દર્દ અને પીડા સહન કરવાની શક્તિ વધારે છે.
- વ્યક્તિને સુંદર સંગીત સંભળાવતા તેનામાં હકારાત્મક વિચારો ઉદભવે છે.
- ચોક્કસ પ્રકારના ગીતો સાંભળવાથી વ્યક્તિ પોતાની તકલીફો થોડીવાર માટે ભૂલી જાય છે.
Oral fluids (પ્રવાહી) :
- દરેક વ્યક્તિએ પોતાને મનગમતું પ્રવાહી પૂરતા પ્રમાણમાં લેવું જોઈએ.
- જેમકે જ્યુસ, સૂપ, છાસ, દૂધ અથવા સાદું પાણી પીવું જોઈએ.
- પુરતું પ્રવાહી થાક, માથાનો દુખાવો, તેમજ અશક્તિ વગેરે દુર કરે છે.
- પુરતું પ્રવાહી લેનાર વ્યક્તિ તાજગી અને હળવાશ અનુભવે છે.
- થાક પણ ઓછો લાગે છે.
- પૂરતા પ્રવાહીથી પેશાબમાં ચેપ લાગવાની અને કબજિયાત થવાની શક્યતા ઓછી રહે છે.
Talk (વાતો) :
- કોઈ પણ વ્યક્તિએ કુટુંબના સભ્યો સાથે, પાડોશી સાથે કે પોતાના મિત્ર સાથે રૂબરૂ કે ફોનથી રોજ ૧૫ થી ૨૦ મિનિટ વાતો કરવી જોઈએ.
- વ્યક્તિ અન્યને સાંભળે, અન્યની તકલીફો સાંભળે તો તે પોતાની મુશ્કેલીઓ સારી રીતે સંભાળી શકે અને સહન કરી શકે છે.
- વ્યક્તિ કોઈ પણ પ્રકારના સમયને હકારાત્મક રીતે લઇ શકે તે માટે તેણે અન્યને મળવું, અન્ય સાથે વાતો કરવી ખુબ જરૂરી હોય છે.
- અન્ય વ્યક્તિના અનુભવો તેમજ વિચારોને સાંભળવાથી તે જ પરીસ્થિતિમાંથી પસાર થતી વ્યક્તિને વિશેષ ફાયદો થતો હોય છે.
Hobby (શોખ) :
- પોતાને મનગમતી પ્રવૃત્તિ જેમકે સંગીત સાંભળવું, વાંચન કરવું, ગાર્ડનીંગ કરવું કે ચિત્રો દોરવા.
- ઉપરોક્ત પ્રવૃત્તિઓ થોડી મિનિટો કરીને પણ વ્યક્તિ પોતાનામાં એક હકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરી શકે છે.
- પોતાને જે ગમે છે તે વસ્તુ માટે થોડીક મિનિટો પણ ફાળવવાથી નવી જવાબદારી વ્યક્તિ સારી રીતે નિભાવી શકે છે.
Exercise (કસરત) :
- હળવી કસરત, યોગાસન કે પ્રાણાયામ વ્યક્તિની ચિંતા, ગભરાટ અને ડર ને ઓછો કરે છે.
- કસરતથી શરીરમાં હકારાત્મક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે.
Reading (વાંચન) :
- મેગેઝીન, રોજના છાપા કે ધાર્મિક પુસ્તકના વાંચનથી મગજમાં નવા વિચારોનું સર્જન થાય છે.
- વ્યક્તિ તેની અત્યારની ચિંતા અને તકલીફોને સારી રીતે સંભાળી શકે છે.
આમ દરેક વ્યક્તિ ‘M’, ‘O’, ‘T’, ‘H’, ‘E’, ‘R’ માં થી જે વસ્તુ પોતાના માટે શક્ય હોય તે કરી આ સમયગાળો આનંદીત અને યાદગાર બનાવી શકે છે.
( લેખક : ડો.આશિષ ચોક્સી – દિવ્યભાસ્કર ૬/૫/૨૦૧૪ )