મુલાકાતી નંબર: 430,125

Ebook
બાળક સમજતું નથી, સાંભળતું નથી અને માનતું નથી
બાળક સમજતું નથી, સાંભળતું નથી અને માનતું નથી લગભગ બધા જ માતાપિતાની આ કોમન ફરિયાદ હશે. બાળકના જન્મ્યા પછીના પહેલા બે વર્ષ તો બહુ જ સરસ રીતે પસાર થઈ જાય છે. તે ચાલતા અને બોલતા શીખે પછી તેની પાસેથી થોડી અપેક્ષાઓ શરુ થઈ જાય છે. આ ત્રણેય શબ્દો માટેની માતાપિતાની અપેક્ષા સંતોષી શકવાની બાળકની ઉંમર છે દસ વર્ષ. બે વર્ષે બાળકમાં ક્તુહુલવૃત્તિ ખુબ હોય છે. તેને દરેક વસ્તુ અડવી હોય, જોવી હોય અને તેના વિશે પ્રશ્નો પૂછવા હોય છે. આ વસ્તુ સામાન્ય કે સામાન્યથી વધુ બુદ્ધિપ્રતિભા ધરાવતા બાળકમાં બે વર્ષે આવવી જ જોઈએ. માતાપિતાએ તેને તકલીફ નહીં પણ તક તરીકે લેવી જોઈએ. બે વર્ષનું બાળક કોઈના ઘરે જાય અને ત્યાં ટેબલ પર પડેલી વસ્તુઓ અડે અને પ્રશ્નો પૂછે તો તેમાં જરાય મૂંઝવણ નાં અનુભવવી. આ એ સમય છે કે બાળકની ક્તુહુલવૃત્તિ સંતોષી તમે તેને ઈચ્છિત દિશામાં ઢાળી શકો છે. તું આ વસ્તુને અડ નહીં એમ કહેવાથી તેને એમ થશે કે અડવા માટે મને નાં કેમ પાડે છે? તેના મનમાં તે જ વસ્તુને અડવાની વધુ ઈચ્છા થશે. કદાચ તેને ઊંચા અવાજે કે ધમકાવીને કહ્યું હોય કે તું બોલીશ નહીં કે અડીશ નહીં તો તે માતાપિતાને ખબર નાં પડે તેમ છુપાઈને અડશે. પોતાનામાં રહેલી કુતુહુલવૃત્તિ સંતોષવાનો પ્રયત્ન કરશે. માતાપિતાએ તેની આ વૃત્તિ પૂરી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તે દસ વર્ષનું થશે એટલે આપોઆપ આ પ્રશ્નોનો અંત આવી જતો હોય છે. દસ વર્ષના બાળકને ક્યાંય લઈ જાઓ તો તું આ વસ્તુ અડીશ નહીં કે આવું પૂછીશ નહીં તે કહેવું નથી પડતું. બાળકમાં રહેલી શારીરિક શક્તિ અને મનમાં રહેલી કુતુહુલવૃત્તિ ને યોગ્ય દિશા આપવાની આવડત એટલે જ પેરેન્ટિંગ. તેમાં સરખામણી, અપેક્ષા, લાલચ જેવી વસ્તુઓને સ્થાન નાં આપવું પણ જરૂર હોય ત્યાં પ્રોત્સાહન જરૂર આપવું. બાળકને ઘણી બધી વસ્તુઓ શીખવાડવાની જ નથી હોતી. તે માત્ર અનુકરણ જ કરતા શીખશે. તે સલાહ કે શિખામણ નહીં માને પણ કહ્યા વિનાનું સમજ્યા વિનાનું માતાપિતાનું કે મોટા ભાઈબહેનનું અનુકરણ જરૂર કરશે. બાળકને ઉપરની વસ્તુઓ શીખવાડવા માટે માતાપિતાએ પોતાના વર્તન-વાણીમાં ધ્યાન આપવું જોઈએ. કારણકે વધુ પડતી સલાહ બાળકને માતાપિતાથી દુર લઇ જાય છે. સલાહના ભાર વિનાનું બાળક અનુકરણ ઝડપથી કરે છે. માતાપિતા ફોન પર કેવી રીતે વાતચીત કરે છે, લગ્ન જેવા પ્રસંગો પર તેમની ખાવાપીવાની આદતો કેવી છે, માતાપિતા વડીલોને કેવું માન આપે છે. આ દરેક વસ્તુઓ બાળક માતાપિતા પાસે રોજબરોજની વર્તણુક પરથી શીખે છે. આથી કોઈ માતાપિતાએ તેમનું બાળક માનતું નથી, સમજતું નથી કે સાંભળતું નથી માટે કોઈ ફરિયાદ કે ચિંતા કરવાની જરૂર નથી. દસ વર્ષ સુધી તે માતાપિતા સાથે રહી અનુકરણ કરતા શીખી જશે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો