તમારા બાળકને
- શ્રેષ્ઠ મિત્રો બનાવતા શીખવજો.
- વડીલો વિશે માહિતી આપજો.
- તહેવારો વિશે સમજણ આપજો.
- માતૃભાષા શીખવજો.
- શ્રેષ્ઠ પુસ્તકો અપાવજો.
- ઘરમાં બેસીને એક આર્ટ અને એક ખુલ્લા મેદાનમાં રમી શકે તેવી એક સ્કીલ શીખવજો.
- ટીન એઈજમાં શ્રેષ્ઠ મિત્ર બની બધી સમજણ આપજો.
- નજીકની સ્કુલ શોધજો.
- સુંદર પોઝીટીવ વાર્તા અને પ્રસંગો કહેજો.
- તેના પિતાની શ્રેષ્ઠ વસ્તુઓ જણાવજો.
- જતું કરતા–માફ કરતા અને સહન કરતા શીખવજો.
- સંતાન સામે ઉર્જાવાન રહેજો.
- ઘરનો સુંદર ખોરાક આપજો.
- દુનિયાને શ્રેષ્ઠ દ્રષ્ટીથી જોતા શીખવજો.
- બધા જ સબંધોમાં શ્રેષ્ઠ જોવાની અને સાચવવાની કળા શીખવજો.
- ધીરજ રાખતા શીખવજો.