કૌટુંબિક ફરજો, વ્યવસાયિક ફરજો, માતાપિતાની ફરજો અને મિત્રતાની ફરજોમાં આપણો એક વિશિષ્ટ ગુણ એવો રાખવો કે જેને લીધે આપણા બધા જ અવગુણ વિલીન થઇ જાય.
દાનેશ્વરી કર્ણના દાનેશ્વરી ગુણની ભગવાનને પણ પરીક્ષા લેવાની ઈચ્છા થઇ. વરસતા વરસાદમાં તેમણે એક વ્યક્તિને કર્ણ પાસે મોકલ્યો. ભગવાને તે વ્યક્તિને કહેલું, ‘કર્ણ પાસે ચંદનનું સુકું લાકડું માંગજે. વરસાદમાં તો…
૦૫/૧૧/૧૯૮૭ : વાનખેડે સ્ટેડિયમ – મુંબઈ ખાતે ભારત વિરુધ્ધ ઇંગ્લેન્ડની ક્રિકેટ વર્લ્ડકપની સેમીફાયનલ મેચ. ઇંગ્લેન્ડે પહેલો દાવ શરૂ કર્યો, ભારતના બોલર્સે ઓપનર ગ્રેહામ ગુચની વિકેટ બને તેટલી ઝડપથી લેવા તેની નબળાઈઓનો અભ્યાસ કરી તૈયારી કરી લીધી હતી. આશ્ચર્ય વચ્ચે ગ્રેહામ ગુચે બધા જ પ્રકારના બોલને રીવર્સ સ્વીપ મારવાના ચાલુ કર્યા. ગુચનું આ વલણ ભારતીય બોલર્સ…
લગભગ ૧૯૦૩-૧૯૦૪ નો સમય. અમરેલીમાં આવેલ ટાવર ચોકમાં મ્યુનિસિપાલિટીની લાઈટ નીચે એક ૧૬ વર્ષનો બાળક વાંચી-ભણી મેટ્રિક થયો. હવે આ જ બાળક વધુ અભ્યાસ માટે મુબઈ ગયો. ત્યાં ગ્રાન્ટ મેડીકલ કોલેજમાં એડ્મિશન લીધું. બ્રિટિશ IMS ડોક્ટર્સ પરીક્ષા લે તે પાસ કરી ઘણા બધા મેડલ મેળવી, સ્કોલરશીપ મેળવી વધુ અભ્યાસ માટે લંડન ગયા. ૧૯૦૯ થી ૧૯૧૫…
આજથી ૧૨૩ વર્ષ પહેલા ચોટીલા ખાતે એક એવી વ્યક્તિનો જન્મ થયો જેણે પોતાની કલમથી દેશની આઝાદીમાં અનેરું યોગદાન આપ્યું. તેમની કલમના શબ્દે શબ્દમાં એટલો બધો શૌર્યરસ છલકાતો હતો કે એવું કહેવાતું કે તેમનું લખાણ વાંચી મુડદા પણ બેઠા થઇ જાય. તેજાબી લખાણથી યુવાનોને માતૃભૂમિ માટે લડવાનો પાનો ચઢાવવાનું દેશભક્તિનું કામ કરનાર ભારતમાતાના વીર સપુત એટલે…
પોતાની છેલ્લી ટેસ્ટ મેચમાં ક્રિકેટના બાદશાહ ડોન બ્રેડમેન શૂન્ય રન બનાવી પેવેલિયનમાં પાછા ફરતા હતા. આથી તેમની કારકિર્દીની રનની એવરેજ આવી ૯૯.૯૬. તેમના ચાહકોએ હજુ વધુ એક ટેસ્ટ રમી કારકિર્દીનો અંત લાવવા કહ્યું. પણ ડોન નાં માન્યા. તેમણે કહ્યું, ‘મેં મારા દેશ માટે શ્રેષ્ઠ ઇનિંગો રમી છે. ચાહકો તે જ યાદ રાખે તે શ્રેષ્ઠ છે,…
આપણા સંપર્કમાં આવતા જગતના સર્વ જીવો જો આપણાથી પ્રસન્ન હોય તો સમજવું કે પરમાત્મા પણ આપણાથી પ્રસન્ન છે.
એક વખત એક બાળકને બતાવવા એક બહેન આવ્યા ત્યારે સાહજિકતાથી તેમનાથી બોલાઈ ગયું, ‘મારું કોઈ જ નથી.’ આ વાક્યનો અર્થ મને જે સમજાય છે તે લખું છું.
જે વ્યક્તિને એવું લાગે કે ‘મારું કોઈ નથી’ ત્યારે ખરેખર…
‘ક્ષમા’ના મહત્વને સમજવાનો પ્રયત્ન કરીએ.
૩ સપ્ટેમ્બર, ૨૦૧૯ : રાજકોટના કુવાડવા રોડ પરથી ૨૭ વર્ષીય મયુરી મુંગરા પોતાના સ્કુટર પર પસાર થઇ રહ્યા હતા. આગળ ઉભેલી એક કારમાંથી ડ્રાયવર સીટ પર બેઠેલી વ્યક્તિએ મસાલાની પિચકારી થૂંકવા એકદમ કારનું બારણું ખોલ્યું. મયુરીબહેનને કોઈજ પ્રકારનો નિર્ણય લેવાનો સમય ના મળ્યો. કારના ખૂલેલ દરવાજાને અથડાઈ તેમનું સ્કુટર રોડ…
“दिल की बातों का मतलब न पूछो
कुछ और हमसे बस अब न पूछो”
ઉપરોક્ત શબ્દો ૧૯૭૯ માં આવેલ હિન્દી પિક્ચર “ધ ગ્રેટ ગેમ્બલર” ના છે. આનંદ બક્ષી લિખિત ગીતનો મેસેજ છે કે લગ્નજીવનમાં પતિપત્નીએ એકબીજાને દરેક વસ્તુઓના ખુલાસા કે કારણો આપવા જરુરી નથી.
‘શરીર જીવંત હોવાનું પ્રતિક શ્વાસ છે. લગ્નજીવન જીવંત હોવાનું પ્રતિક વિશ્વાસ…
૧૩ જુન ૧૯૯૯ : ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ખુબ અગત્યની વર્લ્ડકપ ક્રિકેટની મેચ હતી. સાઉથ આફ્રિકાએ કરેલા ૨૭૧ રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ શરૂઆતની ૧૮ જેટલી ઓવરમાં ત્રણ મુખ્ય બેટ્સમેનોને ગુમાવી માત્ર ૭૦ રન જ કર્યા હતા. બાકીની ૩૦ ઓવરમાં ૨૦૦ રન કરવાનું અઘરું જણાતું હતું.
કેપ્ટન સ્ટીવવોગે સામે છેડે રમતા રિકી પોન્ટિંગને કહ્યું, ‘ગયેલી…
૧૧ ફેબ્રુઆરી ૨૦૦૯ : અમેરિકાના બોસ્ટનની કિંગડમ સ્ટ્રીટ. ૭૧ વર્ષીય વિલિયમ કેરોલ નેવી બ્લ્યુ કલરના ફાયર ફાઈટરના યુનિફોર્મમાં કારમાંથી ઉતર્યા. આજે અહીં તેઓ એક ખાસ વ્યક્તિને મળવાના હતા. આ મુલાકાત ‘ધ ગ્લોબ’ નામનાં વર્તમાનપત્રએ ગોઠવી હતી. વિલિયમ કેરોલ થોડા વર્ષો પહેલા જ ફાયર ફાઈટર તરીકે ૪૫ વર્ષ સેવા આપી પોતાની ફરજમાં થી નિવૃત્ત થયા હતા.…
૧૯૬૫ : ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નેહરુ ગુજરાતમાં કોયલી રિફાયનરી ખાતે આવેલ. ત્યાંથી નીકાળેલું અને શુદ્ધ થયેલું ક્રુડ તેલ ભરેલી એક આખી માલગાડી તૈયાર કરાઈ હતી. દેશની આ પહેલી ઓઈલ ટ્રેઈન હતી. જવાહરલાલ નહેરૂ આ ટ્રેઈનને લીલી ઝંડી બતાવવા છેક કોયલી આવ્યા હતા.
આ વખતે શ્રી પંડિત નહેરૂના કોટ પર ઓઈલના છાંટા ઉડયા. આ જોઈ…
તેઓ હંમેશા બાળકોને બિનશરતી પ્રેમ આપે છે.
અન્ય બાળકો કે મોટાભાઈ, બહેન સાથે સરખાવતા નથી.
પોતે (માતાપિતાએ) તેના માટે ફાળવેલા સમય, શક્તિ અને નાણાને વાંરવાર યાદ કરતા નથી.
બાળકોને સલાહ વિનાનું સાનિધ્ય આપે છે અને બાળકોના ભૂતકાળની ભૂલોને વધુ યાદ કરતા નથી.
બાળકોની ભૂલમાં પણ વધુ તક આપે છે અને તેમની નિષ્ફળતામાં પણ બાળકોની સાથે…