થોડા વર્ષ પહેલાની ઘટના છે. મારા એક પેશન્ટને આપણે પાર્થ નામથી ઓળખીએ. તેના નાનીનું મુંબઈ ખાતે અવસાન થયું. એ જ વખતે પાર્થના દાદી કોઈ ગંભીર બિમારી માટે અહીં અમદાવાદમાં કોઈ હોસ્પિટલમાં એડમિટ હતા. પાર્થ ના મમ્મીએ એ વખતે અદભુત નિર્ણય લીધો.
તેમણે તેમના પતિને કહ્યું, ‘મારા મમ્મી હવે નથી. મને મુંબઈ જઈ તેમને છેલ્લી વાર…
‘ક્ષમા’ના મહત્વને સમજવાનો પ્રયત્ન કરીએ.
૩ સપ્ટેમ્બર, ૨૦૧૯ : રાજકોટના કુવાડવા રોડ પરથી ૨૭ વર્ષીય મયુરી મુંગરા પોતાના સ્કુટર પર પસાર થઇ રહ્યા હતા. આગળ ઉભેલી એક કારમાંથી ડ્રાયવર સીટ પર બેઠેલી વ્યક્તિએ મસાલાની પિચકારી થૂંકવા એકદમ કારનું બારણું ખોલ્યું. મયુરીબહેનને કોઈજ પ્રકારનો નિર્ણય લેવાનો સમય ના મળ્યો. કારના ખૂલેલ દરવાજાને અથડાઈ તેમનું સ્કુટર રોડ…
ઘણીવાર પિક્ચરના ગીતો પણ એટલો સુંદર સંદેશ આપતા હોય છે. આપણે તેના શબ્દો ધ્યાનથી સાંભળીએ તો ઘણું સમજવા મળે. હિન્દી પિક્ચર ‘બડે દિલવાલા’ પિક્ચરનું એક ગીત ‘જીવન કે દિન......’ ના શબ્દો અદભુત હતા. તેના શબ્દોનો અર્થ જાણીએ અને પછી ગીત સાંભળવાની ચોક્કસ મઝા આવશે.
જીવનના દિવસો ભલે ઓછા અને નાના હોય આપણે હ્રદય મોટું રાખવું.…
પિતાના શ્વાસને સમજનાર પુત્ર
આપણાહાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનેપિતાતુલ્ય ગણતા. નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા તે પછી તેમને એક દિવસ સમાચારમળ્યા કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીનું સ્વાસ્થ્ય નરમ છે. તેઓએ પૂજ્યસ્વામીજી સાથે વાત કરવા એક દિવસ વહેલી સવારે સારંગપુર ખાતે ફોન કર્યો.
પૂજ્ય પ્રમુખ સ્વામીની સેવામાં તે વખતે સ્વામી બ્રહ્મવિહારીદાસ રહેતા.તેમને શ્રી…
એપ્રિલ ૨૦૧૯ ની વાત છે. અમદાવાદના બોપલ સ્થિત ચિલ્ડ્રન હોમની ‘અપનાઘર’માં એક રાજકીય આગેવાન મુલાકાતે આવ્યા. સંચાલકો દ્વારા તેમણે જાણ્યું કે ૧૩ માસ પહેલા એક વિકાસ દાસ નામનો સાત વર્ષનો બાળક આસામ બાજુથી વિખુટો પડી ગુજરાતમાં અહીં આવી પહોંચ્યો હતો.
તરત જ રાજકીય આગેવાનને તે બાળકને મદદરૂપ થવાની ભાવના જાગી. તેમણે તરત જ આસામના તે…
૨૦૦૩ માં આવેલ હિન્દી પિક્ચર ‘બાગબાન’ ના એક સીનમાં વેલેન્ટાઈન ડે ની પાર્ટીમાં ગયેલ ગ્રાન્ડડોટરની પાછળ હેમામાલિની પહોંચી જાય છે. તેની પૌત્રીને એક છોકરો હેરાન કરવાનું શરૂ કરે છે, ત્યાં જ હેમામાલિની પહોંચી ખુન્નસ સાથે છોકરાને થપ્પડ મારે છે અને કહે છે, ‘આ મારી દીકરી છે. તું એને લાવારીસ સમજે છે? એની સામે આંખ ઉઠાવવાની…
૨૦૨૦ માં કોવિદ ૧૯ સાથે સંકળાયેલી માનવતાની ઘટનાઓ દુનિયાભરમાં જોવા મળી. ૨૦૨૦ માં ૧૫ માર્ચે ૭૨ વર્ષીય ઇટાલિયન પાદરી ડોન ગીસેપ બેરારડેલી અને ૨૦ માર્ચે બેલ્જીયમમાં ૯૦ વર્ષીય સુઝાન હોય લેરત્સે જતું કરવું અને જરૂરિયાતમંદને કઈક આપવાની ભાવના બતાવી તે સમગ્ર દુનિયા માટે ઉદાહરણીય હતી.
સુઝાન અને ગીસેપ બન્ને વેન્ટીલેટર પર હતા. સભાન હતા. એટલા…
લેખના શિર્ષકમાં આ આંકડા જોઈ આશ્ચર્ય થયું હશે. જો તમે આ આંકડા વિશે માહિતગાર નથી, તો તમારે ઇન્ડિયન આર્મીના સાહસો માટે વધુ જાણવાની જરૂર છે. આ આંકડા ભારતીય જવાનો માટે ગૌરવ, ખુમારી અને બલિદાનના પ્રતિક છે.
૧૯૯૯ નો માર્ચ માસ. હોળીનો સમય. સ્થળ : પાલામપુર, હિમાચલ પ્રદેશ. અહીના નેઉગલ કાફેમાં ૨૪ વર્ષનો એક ભારતીય જવાન…
૪ સપ્ટેમ્બર ૧૯૮૬. પેન એમ એરની ૨૪ વર્ષીય એક એર હોસ્ટેસ જે મોડેલ પણ હતી તેણે સવારે ૯ થી રાત્રે ૮ સુધી એક જાહેરાત માટે શુટિંગ કર્યું. શુટિંગ ડાયરેક્ટર આયેશા સયાનીને બાય કહી રાત્રે ૮ વાગ્યે ઘરે આવી ડીનર લઈ તેણે તેની માતાને કહ્યું, ‘મને રિસીવ કરવા કોલ આવશે. તે પહેલા હું ૯૦ મિનિટની સુંદર…
૧૯૮૨-૧૯૮૩ ની વાત છે. મુંબઈની એક કેન્સર હોસ્પિટલના કેન્સર સર્જન ડો. વ્યાસે લેખક હરકિસન મહેતાને પોતાની હોસ્પિટલમાં બોલાવ્યા. તેમણે કેન્સરના ટર્મિનલ કેસવાળા એક કિશોર સાથે હરકિસન મહેતાની મુલાકાત કરાવી.
હરકિસન મહેતા એ વખતે ‘ચિત્રલેખા’માં ‘જડ ચેતન’ નામની નવલકથા લખી રહ્યા હતા. નવલકથાનું એક પાત્ર ‘તુલસી’ કોમામાં છે. તેને સાજી કરવા તેનો મિત્ર ચિંતન ખુબ પ્રયત્નો…
(વિશ્વપ્રસિદ્ધ ક્રિકેટર વિશે અજાણી વાતો)
૧૯૭૦ ના દાયકામાં વર્લ્ડ સિરીઝની એક મેચ રમવા ઇંગ્લેન્ડના ટોની ગ્રેગ અને ટોની એકરમેન ઓસ્ટ્રેલિયા ગયા હતા. આ વખતે એરપોર્ટ પર તેમને રિસીવ કરવા એક ઓસ્ટ્રેલીયન વડીલ ક્રિકેટર ગયા હતા. ટોની એકરમેને એ ક્રિકેટરને પોતાને બેગ સાચવવાનું કહી પોતે થોડીવારમાં આવે છે તેમ કહ્યું. થોડીવાર પછી પાછા આવી ટોની એકરમેને…
કૌટુંબિક ફરજો, વ્યવસાયિક ફરજો, માતાપિતાની ફરજો અને મિત્રતાની ફરજોમાં આપણો એક વિશિષ્ટ ગુણ એવો રાખવો કે જેને લીધે આપણા બધા જ અવગુણ વિલીન થઇ જાય.
દાનેશ્વરી કર્ણના દાનેશ્વરી ગુણની ભગવાનને પણ પરીક્ષા લેવાની ઈચ્છા થઇ. વરસતા વરસાદમાં તેમણે એક વ્યક્તિને કર્ણ પાસે મોકલ્યો. ભગવાને તે વ્યક્તિને કહેલું, ‘કર્ણ પાસે ચંદનનું સુકું લાકડું માંગજે. વરસાદમાં તો…