Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

યોગાનુયોગ (coincidence)

  • જવાહરલાલ નહેરુના દાદીનું નામ અને દીકરીનું નામ ‘ઇન્દિરા’ હતું.
  • સરદાર વલ્લભભાઇ પટેલના પિતાનું નામ ‘ઝવેરભાઈ’ અને પત્નીનુંનામ ‘ઝવેરબા’ હતું.
  • અટલ બિહારી વાજપાઈના માતા અને પિતા બન્નેના નામ ‘ક્રિષ્ના’ હતા.
  • અબ્રાહમ લિંકનના દાદાનું નામ પણ અબ્રાહમ ‘લિંકન’ હતું.
  • ૧૯૪૯ માં આવેલ ‘અંદાઝ’ પિક્ચરમાં ‘રાજકપૂર’ હતા.
    ૧૯૭૧ માં આવેલ ‘અંદાઝ’ પિક્ચરમાં ‘શમ્મી કપૂર’ હતા.
    ૧૯૯૪ માં આવેલ ‘અંદાઝ’ પિકચરમાં ‘કરિશ્મા કપૂર’ નો રોલ હતો.
    ૨૦૦૩ માં પણ ‘અંદાઝ’ આવેલ તેમાં કપૂર કુટુંબનું કોઈ ન હતું.
  • રાજકુમારના એક પિક્ચરનું નામ ‘શહીદ’ હતું.
    શાહીદકપૂર અભિનિત એક પિક્ચરનું નામ ‘રાજકુમાર’ હતું.
  • ૧૯૭૨માં ‘જોરૂ કા ગુલામ’ નામનું એક પિક્ચર આવેલ તેમાં રાજેશ ખન્ના મુખ્ય અભિનેતા હતા.
    ૨૦૦૦માં પણ આ જ નામથી એક પિક્ચર આવેલ જેમાં તેની દીકરી ટ્વિન્કલ ખન્ના અભિનેત્રી હતી
  • ૧૧/૧૧/૨૦૧૧ ના રોજ સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક મેચ ચાલી રહી હતી.
    સવારે ૧૧.૧૧ નો સમય હતો ત્યારે સાઉથ આફ્રિકાએ હજુ જીત માટે ૧૧૧ રન કરવાના બાકી હતા.
    ૧૧/૧૧/૧૧ – ૧૧.૧૧ વાગ્યે ૧૧૧ રન કરવાના બાકી.
  • ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ વિવિધ T ૨૦ મેચોમાં 98, 99*, 100 અને 101 રન નોંધાવેલા છે.
  • સુરતથી ધૂળિયા પાસે આવેલ નવાપુર સ્ટેશનનો અડધો ભાગ ગુજરાતમાં છે અને અડધું સ્ટેશન મહારાષ્ટ્રમાં છે.
    જ્યારે મહારાષ્ટ્રના અહમદનગરનું શ્રીરામપુર અને બેલાપુર એમ બે અલગ અલગ સ્ટેશનો પાટાની બંને બાજુ છે.
  • સુરતમાં વેડરોડની ધ્રુવ તારક સોસાયટીમાં અશોકભાઈ મેર રહે છે. તેમને ચાર દીકરીઓ છે. મોટી દીકરીને બાદ કરતા પછીની ત્રણ દીકરીઓની જન્મ તારીખ એક જ છે. બીજી દીકરી હિરલની જન્મ તારીખ ૨૮/૧૨/૨૦૦૪ છે. ત્રીજી દીકરી મીરાંની જન્મ તારીખ ૨૮/૧૨/૨૦૦૭ છે. ચોથી દીકરી જહાનવી ની જન્મ તારીખ ૨૮/૧૨/૨૦૧૧ છે. ત્રણે દીકરીના નામ ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ’માં છે.
  • અમેરિકાના રાલ્ફ ક્લુંમિન્સ અને કેરોલીનાના ઘરે ૧૯૫૨માં પહેલું સંતાન પુત્રી કેથરીન જન્મી, ૧૯૫૩ માં બીજું સંતાન કેરોલ જન્મ્યું, ૧૯૫૬માં ત્રીજું સંતાન ચાર્લ્સ જન્મ્યું, ૧૯૬૧માં ચોથું સંતાન ક્લાઉડિયા જન્મી, ૧૯૬૬માં પાંચમું સંતાન સેસેલિયા જન્મ્યું. આ પાંચે સંતાનોની જન્મ તારીખ ૨૦ ફેબ્રુઆરી હતી.
  • ભારત – પાકિસ્તાન ૨૦૦૭ માં કલકત્તા ખાતે ભારતનો સ્કોર ૧૧૧ હતો ત્યારે ૧ વિકેટ હતી, ૨૨૨/, ૩૩૩/, ૪૪૪/, ૫૫૫/૫ વિકેટનો હતો. ૬૧૬/૬ ડિક્લેર ન કર્યો હોત તો ૬૬૬/૬ થઇ શક્યો હતો.
  • ૧૮૯૮ માં રીચાર્ડ મોર્ગન નામનાં એક લેખકે એક નવલકથા લખેલ. તેમાં એક જહાજ ડૂબી જાય છે. થોડા વર્ષો પછી ટાઈટેનિક જહાજ ડૂબ્યું ત્યારે નવલકથામાં ડૂબનારની અને જહાજ દુર્ઘટનામાં ડૂબનારની સંખ્યા એકસરખી હતી અને સ્થળ પણ લગભગ સમાન હતું.
  • ઉદ્યોગપતિ રાજીવ બજાજના પિતાનું નામ રાહુલ બજાજ છે.
    રાજીવ બજાજ અને રાહુલ ગાંધીનો વાર્તાલાપ. (જોક)
    રાહુલ ગાંધી : હેલ્લો રાજીવ, હું રાહુલ, રાજીવનો દીકરો.
    રાજીવ બજાજ : હેલ્લો રાહુલ, હું રાજીવ, રાહુલનો દીકરો.
  • ૨૦૦૮ માં મેઘાલયમાં એક સમાચારે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
    જોન એફ કેનેડીએ અડોલ્ફ હિટલરની ધરપકડ કરી’.
    નેશનાલીષ્ટ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર એડોલ્ફ લુ હિટલરની કોઈક ગુના હેઠળ તે વખતના મેઘાલયના પોલીસ વડા જોન એફ કેનેડીએ ધરપકડ કરી હતી.
    છેલ્લો બોલ : ભારત –પાકિસ્તાન ૧૯૭૧ યુધ્ધ વખતના ચીફ ઓફ આર્મી સેનાપતિ જનરલ માણેકશાને બે દીકરી. મોટી દીકરી શેરી ના પતિની અટક ‘બાટલીવાલા’, નાની દીકરી માજા ના પતિની અટક ‘દારૂવાલા’. મોટી દીકરી શેરીની દીકરીનું નામ ‘બ્રાન્ડી’.

ડો.આશિષ ચોક્સી ગુડ મોર્નિંગ – કડી ૩૭ – 03/૦૬/૨૦૨૦

Leave a comment

Hospital Location

© Copyright 2025 drashishchokshi.com. All Rights Reserved.

0
Instagram
WhatsApp
URL has been copied successfully!