એકવખત ઇઝરાયેલના લોખંડી વડાપ્રધાન ગોલ્ડામીરને પત્રકારોએ પૂછ્યું કે તમેચારે તરફથી દુશ્મન દેશોથી ઘેરાયેલા છો છતાં હંમેશા તેમને ધૂળ ચટાડો છો.આવું કેવી રીતે શક્ય છે?
ગોલ્ડામીરે જવાબ આપ્યો, ‘અમારી પાસે એક એવુંશસ્ત્ર છે કે જે દુશ્મન દેશો પાસે નથી.’ પત્રકારે આશ્ચર્યથી પૂછ્યું એવુંતો કયું શસ્ત્ર છે જે ફક્ત તમારી પાસે છે અને દુશ્મન દેશો પાસે નથી? ગોલ્ડામીરે જવાબ આપ્યો, ‘અમારી પાસે ભાગી છુટવાનો રસ્તો નથી.’ખરેખર આપણેજીવનમાં કઈક મેળવવું હોય તો ભાગી છુટવાના અથવા બીજા શબ્દોમાં છટકવાના બધાજરસ્તા બંધ કરી દેવા પડે.
‘જ્યારે હું રિંગમાં મુકાબલો કરતીહોઉં કે પ્રેક્ટીસ કરતી હોઉં, મારું સંપૂર્ણ ફોકસ અને કોન્સન્ટ્રેશન મારીરમત પત્યે હોય છે. એક ક્ષણ માટે પણ હું મારું ધ્યાન ભટકવા નથી દેતી. ઈશ્વરઅને મારી ટ્રેનિંગ પર મને સંપૂર્ણ વિશ્વાસ હોય છે.મારી સામે કોણ છે? કે કઈઉંમરની વ્યક્તિ છે? તેનાથી મને કોઈ ફર્ક નથી પડતો પણ રમત પહેલા તેની ટેકનીકજોઈ મારી રણનીતિ બનાવું છું. આ મુકાબલામાં હું જ જીતવાની છું તેવી પ્રતિતિઅને આત્મવિશ્વાસ સાથે જ રમાવાનું ચાલુ કરું છું.‘ મેરી કોમ.
છેલ્લો બોલ : જીવનમાં આપણે એટલો તો સંઘર્ષ કરી જ લેવો જોઈએ કે આપણા બાળકોએ પોતાનો આત્મવિશ્વાસ વધારવા બીજાના ઉદાહરણ નાં લેવા પડે.
ડો.આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૭ – 03/06/2020