Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

સતત નવું શીખતા રહેવું

૨૩ ઓગષ્ટ ૨૦૦૨ : ભારતની હેડિનગ્લે – લીડ્સ ખાતે ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ. આજે સચિન તેંદુલકરે ઇંગ્લેન્ડ સામે ક્લાસિક ૧૯૩ રન ફટકાર્યા. ભારતે તેની પહેલી ઇનિંગમાં ૬૨૮ રન આંઠ વિકેટે કર્યા. તેંદુલકરની આ ક્લાસિક ઇનિંગને કારણે ભારત એક ઇનિંગ અને ૪૬ રનથી ઇંગ્લેન્ડ સામે વિજય મેળવ્યો. ટેસ્ટ બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન નાસીરહુસેને તેંદુલકર વિશે કહ્યું, ‘સ્લીપમાં ફિલ્ડીંગ ભરતા ભરતા મેં તેંદુલકરની પૂરી ઇનિંગનો આનંદ માણ્યો અને તેંદુલકરના સ્ટ્રેઈટ ડ્રાઈવ અને કવર ડ્રાઈવ શોટ્સનું ટ્યુશન લીધું.’

ભારતમાતાના પનોતા પુત્ર કહેવાતા ઉદ્યોગપતિ ‘જે.આર.ડી તાતા’ કહેતા ‘મારા કર્મચારીઓ મારી પાસેથી કઈક શીખે છે કે નહીં તેની તો મને ખબર નથી પણ હું રોજ તેમની પાસેથી કઈક શીખું છું અને પ્રેરણા લઉં છું.’

પીકુ’ ફિલ્મના શુટિંગ વખતે અમિતાભ બચ્ચનની કેરિયરના લગભગ ૪૫ વર્ષ થઇ ગયા હતા. છેલ્લા દસકાથી ફિલ્મ લાઈનમાં આવેલ સ્વ. ઈરફાનખાન માટે તેમણે કહ્યું, ‘તેનામાં અભિનયની જીવંતતા જોવા મળે છે. જેણે અભિનય શીખવો હોય તેણે ઈરફાનખાનના પિક્ચર જોવા જોઈએ.’

રાષ્ટ્રપતિ પદે પાંચ વર્ષ રહી ઘણા બધાના દબાણ છતાં તે પદની બીજી ટર્મ રીપીટ ન કરી ડો. અબ્દુલ કલામે કહ્યું, ‘એક શિક્ષક તરીકે હવે મને પાછુ વિધાર્થીઓ પાસે જઈ કઈક નવું શીખવાની ઈચ્છા છે.’

ગમે તેટલી ઉંચાઈએ પહોંચ્યા પછી પણ સતત નવું શીખતા રહેવું તેમજ પોતાનાથી જુનિયર માણસોના કામમાંથી પણ હંમેશા પ્રેરણા લેવાના ગુણને લીધે જ આ માણસો ઊંચાઈએ પહોંચીને પટકાતા નથી પણ લાંબો સમય ટકી રહે છે.

The capacity to learn is a gift;

The ability to learn is a skill;

The willingness to learn is a choice. ”

છેલ્લો બોલ : એક મોટા ઓફિસરની ફેરવેલ પાર્ટીમાં તેમણે એક પ્યુનને બે શબ્દો બોલવા કહ્યું. પ્યુને કહ્યું હું તો બહુ નાનો માણસ છું. બોસે કહ્યું, ‘ભલે તું નાનો માણસ હોય પણ જો તું નાં હોત તો હું મોટો માણસ થઇ નાં શક્યો હોત.’

ડો.આશિષ ચોક્સી ગુડ મોર્નિંગ – કડી ૭૨ – ૦૭/૦૮/૨૦૨૦

૦૭/૦૮/૨૦૨૦

Leave a comment

© Copyright 2022 drashishchokshi.com. All Rights Reserved.
0
Instagram
WhatsApp
URL has been copied successfully!