બે મિત્રોએ નવું ઘર ખરીદ્યું. તેમણે વિચાર્યું કે ઘરની વચ્ચે દિવાલ નથીકરવી પણ વૃક્ષ વાવીએ. એક મિત્ર પોતાના વાવેલા વૃક્ષની ખુબ સંભાળ રાખતો.તેને પાણી અને ખાતર સમયસર આપતો. બીજો મિત્ર પોતાના વાવેલા વૃક્ષની જરાયદરકાર ન કરતો. ક્યારેક જ પાણી પાતો. તેમની મહેનત પણ દેખાઈ. ખુબ ધ્યાનરાખનાર મિત્રનું વૃક્ષ ઝડપથી મોટું થયું અને સુંદર દેખાતું. ધ્યાન નારાખનાર મિત્રના વૃક્ષ નો વિકાસ અતિ અલ્પ હતો.
એક વખત વાવાઝોડું ત્રાટક્યું.આશ્ચર્ય વચ્ચે ખુબ ધ્યાન રાખનાર મિત્રનું મોટું વૃક્ષ ધરાસાયી થયું હતું.નાનું વૃક્ષ ટકી રહ્યું હતું. બંને મિત્રોને પણ આશ્ચર્ય થયું. તેમણે આમથવાનું કારણ માળીને પૂછ્યું. માળીએ સુંદર જવાબ આપ્યો કે, ‘ખુબ ધ્યાન રખાતુંહતું એ વૃક્ષને ખાતર અને પાણી મળી જ જતું હતું. જરૂર કરતા પણ વધારે મળવાથી આવૃક્ષે કુદરતી પોષણ મેળવવા જમીનમાં અંદર નાં ઉતરવું પડ્યું. ઓછુ પોષણમેળવનાર વૃક્ષને ફરજિયાત પોષણ મેળવવા મુળિયા જમીનમાં અંદર ઉતારવા પડ્યા.ઊંડા મુળિયાને લીધે તે ઝંઝાવાતો સામે ટકી ગયું.’
ક્યારેક માતાપિતા પોતાના બાળકોની અમુક દરકાર ના કરે તો પણ તે બાળકો માટે એ રીતે સારું હોય છે કે બાળકોની સહનશક્તિના મુળિયા ઊંડા થશે અને જીવનમાં આવનાર ઝંઝાવાતો સામે ટકી રહેવાની શક્તિ બાળકોને મળશે.
(વોટ્સઅપના વાંચનમાંથી)
ડો.આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૩૦ – ૨૬/૦૬/૨૦૨૦
