- શાળા ઘરની નજીક હોવી જોઈએ.
- શાળા માતૃભાષા શીખવતી હોવી જોઈએ.
- શાળામાં રમતગમત માટે ખુલ્લું મેદાન હોય તો વધુ સારું.
- અડધા અને આખા દિવસના પ્રવાસો થવા જોઈએ.
- વાર્તા કહેવાના કાર્યક્રમો, વેશભૂષા, તહેવારોની ઉજવણી તેમજ નાટકો જેવા કાર્યક્રમો કરતી શાળામાં બાળકોના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય છે.
- આદર્શ શાળાના શિક્ષકો બાળકોની ફરિયાદ કર્યા કરતા તેની પ્રવુત્તિનું નિરીક્ષણ કરી માતાપિતાને માહિતગાર કરે છે.
- જે શાળામાં શિક્ષકો અને માતાપિતા મોકળાશથી મળી શકે, વાતો કરી શકે તે શાળામાં અભ્યાસ કરતા બાળકોની સમસ્યાઓનું સમાધાન સુંદર રીતે થઇ શકે છે.
- આદર્શ શાળા ધ્યાન રાખે છે કે ગૃહકાર્ય બાળકોના રમવાના અને ઊંઘવાના કલાકોના ભોગે કરવું પડે તેટલું વધારે ના હોવું જોઈએ.
- સ્વચ્છતાના પાઠ બાળક શાળાકીય જીવનથી જ શીખે છે. પાણી પીવાની જગ્યા, બાથરૂમ, સંડાસ ચોખ્ખાં હોવા જરુરી છે.
- આદર્શ શાળા પોતાના પુસ્તકાલયનું સુંદર રીતે જતન કરે છે.
- સંસ્કાર, વ્યક્તિત્વ વિકાસ, શ્રેષ્ઠ નાગરિક સાથે રાષ્ટ્રભાવનાના ગુણો શાળાકીય જીવનમાંથી જ શીખવા મળતા હોય છે.
- આદર્શ શાળા ધ્યાન રાખે છે કે તે ડીગ્રી આપતી ફેક્ટરી નથી પણ બાળકોમાં રહેલી સ્કીલ(આવડત અને કળા)ને બહાર લાવતી સંસ્થા છે.
- આદર્શ શાળા દરેક પ્રકારના બાળકોને તેમની ક્ષમતા પ્રમાણે સન્માન આપે છે.
- શિક્ષા અને શિસ્તનો અતિરેક શાળામાં ના થવો જોઈએ.
- પોષ્ટિક નાસ્તાની આદત બાળકને શાળામાંથી વધુ સારી રીતે પડે છે.
- નર્સરી અને પ્લેગ્રૂપમાં શાળાએ ગીત–સંગીત, ડાન્સ, ચિત્રકામ, માટીકામ, પશુ–પંખી, ફૂલ–ઝાડ વિશેના જ્ઞાન પર જ ધ્યાન આપવું જોઈએ. તો આગળ જતા આ બાળક મેમરી મશીન બનતું અટકશે.
- બાળક પર લખવાનું શીખવાડવાની જરાય ઉતાવળ ના કરવી જોઈએ.
- સીનીઅર કેજી સુધી એક ક્લાસમાં ૨૫ જેટલા બાળકો પૂરતા છે. આ બાળકોને અંગત ધ્યાનની ખાસ જરૂર હોય છે. આ બાળકો માટે દર ૯ બાળકો વચ્ચે એક શિક્ષક એ આદર્શ આંતરરાષ્ટ્રીય ધોરણ છે.
- ૧૫ થી ૨૦ કિગ્રા જેટલું માંડ વજન ધરાવતા બાળક માટે આ ઉમરે સ્કૂલબેગનું વજન નહિવત હોવું જરૂરી છે.
- આ બધા માપદંડ કોઇ એક શાળામાં હોય તે લગભગ અશક્ય છે, પરંંતુ ઉપરના માંથી 80% માપદંડો ધરાવતી શાળાને શ્રેષ્ઠ શાળા કહી શકાય.
- માત્ર ફી ભરી લીધી એટલે બધી જવાબદારી શાળાની તેમ માતાપિતાએ માનવું ના જોઈએ.
- રજાના દિવસે અને માંદુ હોય ત્યારે પણ બાળક પોતાની શાળાએ જવાની જીદ પકડે તે આદર્શ શાળાની ઓળખ છે.