Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

પરીક્ષા આવી – કુટુંબીજનોએ શું કરવું ?

અને શું ના કરવું?

માર્ચ મહિનો એટલે બધા જ ધોરણોનો પરીક્ષાનો મહિનો. બાળકે તો આખું વર્ષ તેની ક્ષમતા પ્રમાણે મહેનત કરી જ હોય છે. તેણે કરેલી મહેનત સાર્થક થાય તે માટે કુટુંબીજનોએ શું કરવું? અને શું ના કરવું તેની ચર્ચા આપણે કરીશું.

  • આ સમયે બાળકોની જમવાની ઈચ્છા બદલાય છે. ક્યારેક તે ખુબ જમી લે તો ક્યારેક મને ભૂખ નથી તેમ કહેશે. આથી બાળકના વાંચવાના ટેબલ પર સુકોમેવો, ચીકી, સુખડી જેવું રાખવું. જમવાનો સમય અને શું ખાવું કે કેટલું ખાવું તે તેને નક્કી કરવા દેવું. પણ ફક્ત ઘરનો જ ખોરાક ખાવો અને પ્રવાહી વધુ લેવું.
  • આ સમયે બાળકનો મુડ વાંરવાર બદલાય છે. થોડું ચિડિયાપણું આવી જાય છે. બને ત્યાં સુધી બાળકને ઘરમાં એકલું નાં રાખવું. છેલ્લો મહિનો સમૂહ ભોજન કે પ્રાર્થના કરવી. કુટુંબના સભ્યોના સાથે રહેવાથી બાળકનો આત્મવિશ્વાસ વધે છે.
  • પરીક્ષાના આગલા દિવસના બાળક માટેના બેસ્ટ વિશિશના ફોન કુટુંબીજનોએ જ લેવા. ઘરમાં અવાજ આવે અને ઘોંઘાટ થાય તે રીતે ટીવી, રેડિઓ કે મોબાઈલ વાપરવો ટાળવો. બાળક ઓછામાં ઓછી છ થી સાત કલાકની ઊંઘ પૂરી કરી શકે તેવું ઘરનું વાતાવરણ રાખવું.
  • આ સમય તેની કુટેવો સુધારવાનો નથી. તેને જાતજાતની સલાહ આપી તેની ટેવો સુધારવાનું ટાળવું. તે નહાવામાં કે જમવામાં વધુ ટાઈમ બગાડી રહ્યો છે તેવું વાંરવાર યાદ ના અપાવવું.
  • માતાપિતાએ તથા કુટુંબના સભ્યોએ એકબીજા સાથે બિનજરૂરી સંઘર્ષ કે વાદવિવાદ ટાળવો. માતાપિતાએ પોતાની આર્થિક સમસ્યાના પ્રશ્નો કે અન્ય સામાજિક સમસ્યાના પ્રશ્નો ઘરમાં ચર્ચવા નહીં. કુટુંબના સભ્યો વચ્ચેનો વિવાદ પણ બાળકના આત્મવિશ્વાસ, ઝડપ, લક્ષ્ય અને કાર્યક્ષમતા પર ખલેલ પહોંચાડે છે.
  • પોતે ઈચ્છેલા ગોલની યાદ માતાપિતાએ ટાળવી. માતાપિતાએ વર્ષ દરમ્યાન બાળક પાછળ કરેલી મહેનત, તેમણે ખર્ચેલા નાણા અને સમયની યાદ અપાવવાની જરૂર નથી. તેનાથી બાળકને પ્રોત્સાહન નથી મળતું પણ કારણવિનાનું માનસિક દબાણ વધે છે.
  • પોતાના સંઘર્ષ સમયના કે સફળ મોટાભાઈ કે બહેનના ઉદાહરણો વાંરવાર યાદ ના અપાવવા. “તને તો કોઈ વાંધો જ નથી’ તેવી પ્રતિક્રિયા વાંરવાર નાં આપવી. માનતા, બાધા કે દોરા બાંધવા જેવી વર્તણુક ક્યારેય ફાયદો નથી કરતી. કુટુંબના સભ્યોએ પરીક્ષાના દિવસો રોજના જેવા જ સામાન્ય રહે તેવો પ્રયત્ન કરવો.
  • બાળક પેપર આપીને આવે પછી કેટલા માર્ક્સ આવશે કે કેટલું સાચું અને કેટલું ખોટું તેવી ચર્ચા વધુ નાં કરવી. ‘તારા મિત્રનું બધું જ સાચું છે અને તે આવી નાની ભૂલ કરી ’ તેવી વાતો ટાળવી. સમય બગાડ્યા વિના બીજા પેપરની તૈયારીમાં લાગી જવું.
  • અગત્યના કે સંભવિત પ્રશ્નો વિશે મિત્રોને ફોન કરવું ટાળવું. છેલ્લા સમયની IMP કારણવિનાનું દબાણ વધારે છે. બાળકોએ નવા પ્રશ્નો તૈયાર કર્યા કરતા જે આવડે છે તેનું પુનરાવર્તન વાંરવાર કરવું. પેપર પુરૂ લખવાનો જ હંમેશા આગ્રહ રાખવો.

Loading

Leave a comment

© Copyright 2022 drashishchokshi.com. All Rights Reserved.
0