Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

ખોટી માન્યતાઓ અને સાચી હકીકત

૨૧ મી સદીમાં પણ હજુ આપણા સમાજમાં પ્રવર્તતી ખોટી માન્યતાઓ માટે જાણવું જરુરી છે.

  • માતાની માંદગીમાં શિશુને સ્તનપાન બંધ કરાવવું જોઈએ.
  • ફોર્મ્યુલા દૂધ, પ્રોટીનના ડબ્બા અને વિટામીન સિરપોથી બાળકનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય.
  • ઓરી કે અછબડામાં નવડાવવું ન જોઈએ તેમજ માત્ર પ્રવાહી જ આપવું જોઈએ.
  • બાળકમાં દાંત આવે એટલે ઝાડા થાય જ. સારા દાંત આવે તે માટે મમરી જરુરી છે.
  • આંખોનું તેજ વધારવા સુરમો કે આંજણ(મેશ) આંજવા જોઈએ.
  • બાળકોમાં ગળ્યું ખાવાથી કરમિયા થાય.
  • રસીમાં તાવ આવે તો જ રસીની અસર સારી થઈ ગણાય.
  • એક વખત લોહી ચઢાવ્યું હોય પછી તેને વાંરવાર લોહી ચઢાવવું જ પડે.
  • બાળકે નાનપણથી થોડું તીખું અને થોડું કડવું ખાવું જ જોઈએ.
  • કેન્સર થયેલા અને HIV પોઝીટીવ દર્દીથી બાળકને દુર રાખવું, તેમના અડવાથી ચેપ લાગે.
  • કાયમ ઉકાળેલું પાણી પીવાથી બાળકની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય.
  • કાન દુખે તો કાનમાં તેલ અને દિવેલ નાખવું જોઈએ.
  • વાગ્યા પર હળધર અને બળેલું રૂ લગાવવું.
  • ઉલટી કે ઝાડા થવા દેવા, શરીરની ગંદકી અને કફ નીકળી જાય.
  • એક વાર તો ઓરી કે અછબડા નીકળવા જ જોઈએ. શરીરની ગરમી નીકળી જાય.
  • બાળકને વિવિધ ગ્રાઇપ વોટર તેમજ ગળથુથી આપવી જેથી તેની પાચનશક્તિ સારી થાય.
  • ઝાડા – ઉલ્ટીમાં ખસખસ, કોફી અને જાયફળ આપવું જોઈએ.
  • ટીવી જોવાથી આંખના નંબર વધે.
  • કબજીયાત વાળા બાળકને દિવેલ કે સાબુની ગોટલી મુકવી જોઈએ.
    • ગભરાશો નહીં ઉપરોક્ત બધી જ માન્યતાઓ ખોટી છે.

ધાવણ આપતી માતા માટે ખોટી માન્યતા અને સાચી હકીકત

  • ખોટી માન્યતા :

ઓફીસ જતી માતા અથવા એક દિવસ ધાવણ નાં આપી શકી હોય તે માતાનું ફીડીંગ ભરાયેલું ફીડીંગ કહેવાય. તે બાળકને નુકશાન કરે.

હકીકત :

અમુક કલાકો સુધી ફીડીંગ ના આપેલું હોય તે ચઢેલું કે ભરાયેલું ધાવણ પણ ગુણવત્તાયુક્ત હોય છે તે ક્યારેય બાળકને તકલીફ કરતું નથી.

  • ખોટી માન્યતા :

માતાને શરદી થઇ હોય, ઝાડા થયા હોય અથવા માતા એન્ટીબાયોટીકસ કે પેઈન કિલર લેતી હોય તો બાળકને ફીડીંગ ના અપાય.

સાચી હકીકત :

ઉપરની બધી જ સ્થિતિમાં બાળકને ફીડીંગ અપાય. માતાને ડેન્ગ્યું, ટાયફોઇડ કે મેલેરિયા હોય તેમાં પણ ધાવણ ચાલુ રખાય.

  • ખોટી માન્યતા :

જોડિયા બાળકમાં ધાવણ ઓછુ પડે તેમને ફરજીયાત બહારનું દૂધ આપવું જ પડે.

હકીકત :

જોડિયા બાળકોને પણ જરૂર હોય તેટલું ધાવણ માતાને બને જ.

બાળકો જેટલું (suck) ચુસસે વધુ તેટલું ધાવણ વધુ બનશે. બાળકની જરૂરિયાત પ્રમાણે માતામાં ધાવણ બને તેવી સુંદર ગોઠવણ ઈશ્વરે કરી જ છે. બહારનું દૂધ આપવાની જરૂર નથી.

  • ખોટી માન્યતા :

બ્રેસ્ટમાં હેવીનેસ નથી લાગતી, ધાવણ લીધા પછી બાળક આંગળીઓ મોમાં નાખે છે તો માતાને ધાવણ ઓછુ બનતું હશે?

હકીકત :

ઘણી માતામાં બ્રેસ્ટ ખાલી જ રહે. પણ બાળક ચુસવાનું શરુ કરે ત્યારે જ ધાવણ બને. બનેલું ધાવણ બાળક લઈ લે એટલે બ્રેસ્ટમાં હેવીનેસ ફિલ ના પણ થાય. સંતોષજનક ફીડીંગ લીધા પછી પણ બાળક આંગળીઓ મોમાં નાખશે. બન્ને કિસ્સામાં માતાને ધાવણ ઓછુ નથી.

Leave a comment

© Copyright 2022 drashishchokshi.com. All Rights Reserved.
0
Instagram
WhatsApp