- જ્યારે પણ સંતાનોએ કારકિર્દી માટે કે ઉચ્ચ અભ્યાસ માટે જ્યારે પિતૃગૃહથી દુર જવું પડે છે ત્યારે તેના માતાપિતાને તેની વિશેષ ચિંતા થાય છે.
- અહીં પણ એક દીકરી વિશેષ અભ્યાસ અને કારકિર્દી માટે ઘરથી દુર જતી હતી ત્યારે તેના પિતાએ તેના પર લખેલ પત્રમાં ચાર જરૂરી સૂચનો કર્યા છે તે ખુબ હદયસ્પર્શી છે.
- પહેલું સૂચન:
તું બધા જ માનવીય સંબંધોમાં શ્રેષ્ઠ વિધાર્થી, શ્રેષ્ઠ કર્મચારી, શ્રેષ્ઠ મિત્ર, શ્રેષ્ઠ પત્ની, શ્રેષ્ઠ માતા અને શ્રેષ્ઠ દીકરી બની દરેક સંબંધને એક માનનીય દરજ્જો આપજે.
- બીજી વાત :
આપણે આપણા સાથે સંકળાયેલી વ્યક્તિઓને આપણી ક્ષમતા પ્રમાણે સતત કઈક ને કઈક આપતા રહેવું. કોઈ ભૌતિક વસ્તુ અને ધન તો ઘણા બધા આપશે પણ વિદ્યા અને સમયનું દાન બહુ ઓછા લોકો આપશે. જયારે આપણે કોઈને કોઈ વસ્તુ આપીએ છીએ ત્યારે આપણને ખબર જ નાં પડે તેવી રીતે એ વસ્તુ આપણી પાસે વધતી જ હોય છે.
- ત્રીજી વાત :
સમય સાથે અને દુનિયાના બદલાતા પ્રવાહો સાથે તારે સતત નવું શીખવાની ટેવ પાડવી પડશે. આપણી જાતને સમયસાથે અપગ્રેડ કરતા રહેવું.
- છેલ્લી વાત :
બેટા, તારા બધા જ સપના તો જ પુરા થશે જો તારી તંદુરસ્તીનું તે પુરતું ધ્યાન રાખ્યું હશે. પુરતી ઊંઘ, જરૂરી કસરત, પ્રવાહી અને પોષણયુક્ત ખોરાકથી શારીરિક અને માનસિક રીતે સક્ષમ રહેવાશે.