એક વખત જાણીતા ગુજરાતી સાહિત્યકાર શ્રી કિશનસિંહ ચાવડા એક સંસ્થામાં મુખ્યઅતિથી તરીકે ગયા હતા. સંસ્થાના ડીન કિશનસિંહના જ બાળપણના મિત્ર અને તેમનાથીઉંમરમાં બે કે ત્રણ વર્ષ મોટા હતા. તેમણે પોતાના ખાસ મિત્રનો પરિચય આપતીવખતે કિશનસિંહને માત્ર ‘કિશન’ શબ્દથી જ વાંરવાર સંબોધ્યા.
તેમના પછીસંસ્થાના અન્ય સભ્યનો બોલવા માટે વારો આવ્યો ત્યારે તેમણે આગળ બોલનારપ્રત્યે અણગમો વ્યક્ત કર્યો. પોતાના ગમે તેટલા અંગત મિત્ર કેમ ના હોય પણઅહીં આપણી સંસ્થામાં કિશનસિંહ મુખ્ય અતિથી તરીકે આવેલ છે. તેમને ‘તુંકારે’ ના જ બોલાવાય. ‘તેમને સભ્યતાથી બોલાવવામાં જ આપણી સંસ્થાનું અને તેમનુંસ્વમાન સચવાય’ તેવું તેમણે કહ્યું. તેમનું કહેવાનું ઘણાને ઉચિત પણ લાગ્યું.
હવે વારો મુખ્ય અતિથી કિશનસિંહનો હતો. હોલમાં નીરવશાંતિ થઈ ગઈ. બધા આતુરહતા કે આ ઘટનાને કિશનસિંહ કેવી રીતે લે છે? તેમનો શું પ્રતિભાવ છે? તેજાણવા બધા ઉત્સુક હતા. કિશનસિંહે કહ્યું, ‘હું મારા પરમ મિત્રનો આભાર માનુંછું. મારા નામમાંથી ‘સિંહ’ દુર કરી મારામાં રહેલા ‘પશુતા’ને તેણે દુરકર્યો. હવે મારું નામ માત્ર ‘કિશન’ રહ્યું આમ તે મને ‘પ્રભુતા’ તરફ લઈ ગયો.હું તેનો ખુબ આભાર માનું છું.
છેલ્લો બોલ : શ્રેષ્ઠ વ્યક્તિ, શ્રેષ્ઠ શિક્ષક અને શ્રેષ્ઠ માતાપિતામાં એવી આવડત હોય છે કે ગમેતેટલા ભારેખમ મુદ્દાને હળવાશથી તેને જ અનુરૂપ રમુજમાં તેઓ ફેરવી શકે છે. આથી સામેની વ્યક્તિ, બાળક કે વિધાર્થી હળવાશનો અનુભવ કરી તે મુદ્દો સમજી જાય છે.
ડો. આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૧૦ – ૦૬/૦૬/૨૦૨૦