નીચેના છ માનસિક વિકાસ માટે માતાપિતા ખુબ ઉત્સુક હોય છે
બાળક કોઈ ચોક્કસ મહિનામાં નહીં પરંતુ એક સમયગાળામાં શીખે છે
- સામે જોઇને હસવું : બે થી ચાર માસ વચ્ચે
- ગરદન ટટ્ટાર રાખવી : ચાર થી છ માસ વચ્ચે
- કુટુંબીજનોને ઓળખવું : ચાર થી સાત માસ વચ્ચે
- પોતાના નામને ઓળખવું : ચાર થી સાત માસ વચ્ચે
- દાંત આવવા : છ થી સોળ માસ વચ્ચે
- બેસતા શીખવું : છ થી દસ માસ વચ્ચે
- ભાખોડિયા ભરતા શીખવું : છ થી દસ માસ વચ્ચે
- ચાલતા શીખવું : દસ થી અઢાર માસ વચ્ચે
- બોલતા શીખવું : એક વર્ષ સુધી સાતથી દસ શબ્દો, બે વર્ષ સુધી વીસથી ત્રીસ શબ્દો, બે થી સાડા ત્રણ વર્ષ વચ્ચે ત્રણથી ચાર શબ્દો વાળા વાક્યો, જરુરી વસ્તુઓ બોલી અને ઇશારાથી સમજાવવી તેમજ લગભગ ૨૫૦ થી ૩૦૦ શબ્દોની જાણકારી.
- પેશાબ અને ઝાડા પર નિયંત્રણ : બે થી છ વર્ષ વચ્ચે ૯૦% બાળકોમાં. ૧૦ % સામાન્ય બાળકોમાં પણ ૧૦ થી ૧૨ વર્ષ સુધીમાં