Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

બાળકના જીવનને સરળ અને સફળ બનાવતા કૌશલ્યો

જીવનઉપયોગી વ્યવહારુ જ્ઞાન અને કૌશલ્યો આધારિત કામો પાંચથી પંદર વર્ષના બાળકોને શીખવા જરૂરી જીવનઉપયોગી કૌશલ્યો જોઈએ.

  • ઘરમાં કચરાપોતું કરતા આવડવું
  • બાથરૂમસંડાસ સાફ કરતા આવડવું
  • કપડા ધોતાસુકવતાગડી કરતા અને ઈસ્ત્રી કરતા આવડવું
  • વાસણ સાફ કરતા આવડવું
  • ઈસ્ત્રીકુકરમિક્ષ્ચરગીઝરનો ઉપયોગ આવડવો
  • ઉડેલો ફ્યુઝ ફરી બાંધતા આવડવું
  • ગેસનો બાટલો બદલતા આવડવું
  • બટણ ટાંકતા આવડવું
  • દીવાલે સ્ક્રુ બેસાડતાપૂઠું ચઢાવતાપડીકું વાળતા આવડવું
  • સામાન્ય શાકભાજી ખરીદતાફોલતાંસમારતા આવડવું
  • ચાલીબું શરબત બનાવતા આવડવું
  • ચેક લખતારજીસ્ટર એડી, સ્પીડ પોસ્ટ તેમજ કુરિયર કરતા આવડવું
  • ચાદર પાથરતા આવડવું
  • બુટપોલિશ કરતા આવડવું તેમજ
  • પાનુંપકડસ્ક્રુ ડ્રાયવરનો ઉપયોગ આવડવો.

આ કૌશલ્યોને બાળકની ડીગ્રી સાથે કોઈ લેવાદેવા નથી. પણ આ કૌશલ્યો હસ્તગત કરેલા હશે તે બાળક પોતાનું વ્યવસાયિક, સામાજિક અને સાંસારિક જીવન ચોક્કસ સફળ અને સરળ બનાવી શકશે. કોઈ પણ પ્રકારના પડકારો અને સંઘર્ષ સામે લડવાનું તેને માટે સરળ રહેશે. તે કોઈ એક ક્ષેત્રમાં નિષ્ફળ જાય પછી તરત જ બીજા ક્ષેત્રમાં આગળ આવી જશે.

એક વાર તે ભણી લે એટલે તેને આ બધું શીખવાડશું’ તે માતાપિતાની વિચારસરણી ખોટી છે. આ કૌશલ્યો માતાપિતા સાથે જ રહી રોજબરોજના કામો સાથે બાળક શીખી લેતું હોય છે.

Leave a comment

© Copyright 2022 drashishchokshi.com. All Rights Reserved.
0
Instagram
WhatsApp