Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

સંગીતને લીધે પરિવારનું મિલન થયું

बदले ना अपना ये आलम कभी
जीवन में बिछड़ेंगे ना हम कभी”

૧૯૭૩ માં રીલીઝ થયેલા ‘યાદો કી બારાત’ પિક્ચરમાં નાનપણમાં છુટા પડેલા ત્રણ ભાઈઓનું મિલન નાનપણમાં સાંભળેલ સંગીતની ધૂન વર્ષો પછી સાંભળવા મળે છે તેને લીધે થાય છે તેવી સ્ટોરી હતી.

હમણાં બીજા વિશ્વયુધ્ધ વખતની એક નવલકથામાં વાંચ્યું કે સ્કોટલેન્ડના એકઈન્વરનેસ નામનાં ગામમાંથી ત્રણ કે ચાર વર્ષનું નાનું બાળક ભીષણ બોમ્બમારાનેલીધે પોતાના પિયાનોવાદક માતાપિતાથી અલગ થઈ ગયું. તે બાળક સ્કોટલેન્ડના જગ્લાસગો શહેરમાં પહોંચી ગયું. ત્યાં જ અનાથાશ્રમમાં તેનો ઉછેર થયો. વર્ષોપછી તેના શહેરમાં એક સંગીતના પ્રોગ્રામમાં તેણે એક વૃદ્ધ સંગીતકારનીપિયાનોની ધૂન સાંભળી તેને પોતીકાપણું અનુભવાયું. આ ધૂનમાં જાણે પોતાનાઅસ્તિત્વનો અહેસાસ થયો.તે પ્રોગ્રામ પછી પિયાનોવાદક વડીલને મળ્યો. તેણેપોતાની વાત કહી અને તે છુટો પડી ગયો હતો પછી અનાથાશ્રમમાં લેવાયેલો નાનપણનોફોટો તેણે વડીલને બતાવ્યો. ફોટો જોઇને પિયાનોવાદકે પોતાના વિખુટા પડીગયેલા પુત્રને ઓળખી કાઢ્યો.

મધ્યપ્રદેશમાં પણ એક પુજારીના નાના બાળકને એક ડાકુ ટોળકી ઉઠાવી ગઈ હતી.વર્ષો પછી એ બાળક પણ ડાકુ બની ગયો. તે આ ગામમાં આવ્યો ત્યારે તેના કાને આમંદિરમાં થતી આરતી વખતે ઝાલરનો અવાજ સાંભળી તેણે પણ પોતાના મૂળ પરિવારનેશોધી નાખ્યો. નાનપણમાં પરિવાર સાથે સાંભળેલ સંગીત, માતાપિતાનો અવાજ અને વ્યવહાર બાળકના મગજના કોઈ એક ચોક્કસ ભાગમાંજીવનપર્યંત સ્મૃતિ સ્વરૂપે સચવાયેલો રહે છે. જે જીવનના કોઈ પણ તબક્કેસજીવન થઈ શકે છે.દરેક માતાપિતાએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ.

ડો.આશિષ ચોક્સી ગુડ મોર્નિંગ – કડી ૧૪ ૧૦/૦૬/૨૦૨૦

Loading

Leave a comment

© Copyright 2022 drashishchokshi.com. All Rights Reserved.
0
Instagram
WhatsApp