પહેલોમહિનો
- ૧૫ કલાકની ઊંઘ
- ઉંધા સુવાડતા ડોકી એક તરફ ફેરવે
બીજો મહિનો
- હાથ પગ ભેગા કરે તેમજ લાતો મારે
- માતાને તાકી સામો પ્રતિસાદ આપે
ત્રીજો મહિનો
- ઊંધું સુવાડતા માથુ ઊંચું કરે છે
- ગીત, સંગીત તેમજ અવાજની દિશામાં માથુ ફેરવે છે
ચોથો મહિનો
- ઊંધું સુવાડતા છાતી ઊંચકે છે
- ભાઈ, બહેન સાથે ખુશ થઇ રમે છે
પાંચમો મહિનો
- કલરવાળી વસ્તુથી આકર્ષાય છે, મજબુતાઈથી પકડે છે
- અજાણ્યા માણસની નોંધ લે છે
છઠ્ઠો મહિનો
- ઉંધામાંથી ચત્તું, ચત્તામાંથી ઊંધું અને ગોળ ગોળ ફરી શકે
- અરીસામાં પોતાનો ચહેરો જોઈ ખુશ થઇ અવાજો કાઢે
સાતમો મહિનો
- પોતાના નામથી બોલાવતા તરત અવાજની દિશા તરફ જુવે છે
- આધારથી બેસે છે અને ભાખોડિયાભેર ચાલે છે
આંઠમો મહિનો
- આધાર વિના સ્થિર બેસી શકે છે
- મમ્મી ક્યાં? પપ્પા ક્યાં? પૂછતા તે વ્યક્તિ તરફ જોઈ સ્મિત આપે છે
નવમો મહિનો
- ટેબલના પાયાના ટેકાથી ઉભા થવાની કોશિશ કરે છે
- ચણા, વટાણા જેવી વસ્તુને અંગુઠા અને આંગળીની વચ્ચે પકડવાની કોશિશ કરે છે
દસમો મહિનો
- પકડીને ચાલે છે
- ટોયલેટમાં બેસાડી અવાજ કરવાથી ઝાડો કે પેશાબ કરી લે છે
અગ્યારમો મહિનો
- ટાટા, ભૂ, બાય, જે જે જેવા શબ્દોથી પરિચિત થાય છે
- વાડકીમાં મમરા આપવાથી એક એક મમરો ખાય છે
બારમો મહિનો
- પુસ્તકના ચારથી પાંચ પાના એક સાથે ફેરવે છે
- ઘાટો પાડો તો ખોટું લાગી જાય છે
- માતાને વળગવું, ગાલ ચાટવો જેવી ક્રિયા કરે છે
- ચાલવાનું ૧૦ થી ૧૮ માસ વચ્ચે ગમે ત્યારે શીખે છે