Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

સફળ બાળકોના માતાપિતાના ગુણો

  • તેઓ હંમેશા બાળકોને બિનશરતી પ્રેમ આપે છે.
  • અન્ય બાળકો કે મોટાભાઈ, બહેન સાથે સરખાવતા નથી.
  • પોતે (માતાપિતાએ) તેના માટે ફાળવેલા સમય, શક્તિ અને નાણાને વાંરવાર યાદ કરતા નથી.
  • બાળકોને સલાહ વિનાનું સાનિધ્ય આપે છે અને બાળકોના ભૂતકાળની ભૂલોને વધુ યાદ કરતા નથી.
  • બાળકોની ભૂલમાં પણ વધુ તક આપે છે અને તેમની નિષ્ફળતામાં પણ બાળકોની સાથે જ રહે છે.
  • બાળકોની ડીગ્રી અને માર્ક્સને નહીં પણ તેના ચરિત્ર્ય, તેના વ્યક્તિત્વ, તેની આવડત, તેની ક્ષમતા, તેની બુદ્ધિપ્રતિભા તેની ખુબી, તેની ખામી અને તેની કળાને માન આપે છે.
  • બાળકની ક્ષમતા પર પૂરો ભરોસો રાખે છે.
  • તેના દૈનિક કાર્ય અને મોબાઈલ ફોનના વપરાશ કે પૈસાના ખર્ચા વિશે વાંરવાર પ્રશ્નો પૂછતા નથી.
  • તેની અસફળતાની વાતો મિત્રો કે સગા સાથે કરતા નથી.
  • તેને સલાહ એકાંતમાં આપે છે અને તેના વખાણ જાહેરમાં કરે છે.
  • બાળકના ભણતર સાથે રમતગમત પર પણ પુરતું ધ્યાન આપે છે.
  • નાનામોટા કૌશલ્યો પોતાની સાથે રાખીને શીખવે છે.
  • પોતાના સામાજિક કે વ્યવસાયિક દબાણને લીધે બાળકો પર ક્યારેય ગુસ્સે થતા નથી.
  • પોતાને સમય સાથે બદલે છે.
  • બાળકોને નિર્ણયો લેવાની તક આપે છે.
  • માતાપિતા એકબીજાને ખુબ આદર સન્માન આપે છે.
  • છેલ્લો બોલ : કોઈ પણ ક્ષેત્રમાં સફળ બાળકોના માતાપિતા શ્રેષ્ઠ સહન કરનારા, શ્રેષ્ઠ જતું કરનારા અને શ્રેષ્ઠ માફ કરનારા હોય છે.

ડો.આશિષ ચોક્સી ગુડ મોર્નિંગ – કડી ૭૯ ૧૨/૦૮/૨૦૨૦

Leave a comment

© Copyright 2022 drashishchokshi.com. All Rights Reserved.
0
Instagram
WhatsApp
URL has been copied successfully!