Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

બાળકને જમવાનું  શીખવાડવાના નિયમો

 શું કરવું?

  • આપણે બાળકને વજન વધારવા માટે નહીં પણ તેના સાર્વત્રિક વિકાસ માટે જમાડીએ છીએ.
  • તે માટે તે ખોરાક આનંદથી (એન્જોય કરીને) લે તે જરુરી છે.  
  • કુટુંબના બધા જ સભ્યોએ ઓછામાં ઓછી એક વખત તો સાથે બેસીને જમવું.  
  • બાળકની સામે કુટંબની વ્યક્તિએ કાચ કે પ્લાસ્ટિકના આરપાર દેખાય તેવા વાડકામાં જમવું.
  • વાડકામાં શું ખાવાનું છે? ક્યા કલરનું છે? જાડું કે પાતળું છે તે જોઇને બાળકને તે જ વસ્તુ ખાવાની ઈચ્છા અને આકર્ષણ થશે.
  • બાળકના હાથમાં ચમચી પકડાવી તેની મેતે જમતા શીખવા દેવું. ભલે ઢોળાય.
  • ઘરના બનાવેલા નાસ્તા જેમ કે ચકરી, ફરસી પૂરી કે ચિક્કી જેવા ખોરાક કાચના કે પ્લાસ્ટિકના ડબ્બામાં ભરી મુખ્ય ડાયનીંગ ટેબલ પર બાળકની નજર વારંવાર પડે તેમ રાખવા.   
  • ઘરના  ખોરાકમાં વાંરવાર વિવિધતા લાવવી.  
  • બાળકના ખોરાકમાં પુરતું પ્રવાહી, પ્રોટીન, લોહતત્વ અને રેસા આવે તેનું ખાસ ધ્યાન રાખવું.
  • મોટી દીકરી હોય તો રસોઈ બનાવતી વખતે તેની મદદ લેવી.
  • તેની પાસે ગોળ કે મીઠું કે મસાલો બનતી રસોઈમાં કરાવવો.
  • તેની પાસે પીરસાવવું.
  • ઘરના બનેલા નાસ્તા, ખાખરા કે મગસ તેની પાસે ડબ્બામાં ભરાવવા.

શું ના કરવું?

  • જમાડતી વખતે જરાપણ દબાણ ના કરવું.
  • બાળકને ભાવે તે જ ખોરાક, તેટલી જ માત્રામાં અને તેના સમયે લેવા દેવો.  
  • બાળકને ખોરાકનો વધુ જથ્થો આપવાનો પ્રયત્ન ના કરવો.
  • તે ખોરાકની વધુ માત્રા લેશે તો વધુ વજન વધશે તે માન્યતા ખોટી છે.
  • તેને માટે બનાવેલ ખોરાક તે પૂરો કરે જ તે માટે તેનું ધ્યાન બીજે દોરી તેના પર દબાણ કરવાનો પ્રયત્ન ના કરવો.
  • તેને નાં જમવું હોય તો નજર ચૂકવીને કે પરાણે તેના મોમાં ખાવાનું નાખવું કે ખોસવું નહીં.  
  • બાળક નાં જમે તો જુદા જુદા સભ્યોએ વાંરવાર પ્રયત્ન કરવાનું વર્તન નાં કરવું.   
  • જેમ માતાપિતાના પ્રયત્નો વધુ તેમ બાળકની જમવાની ઈચ્છા ઓછી  હોય છે.
  • જેમ માતાપિતાના જમાડવાના પ્રયત્નો ઓછા તેમ બાળકની જમવાની ઈચ્છા વધુ હોય છે.
  • બાળક ઘરનું ના જમે તો તેના બદલામાં નુડલ્સ કે વેફરના પેકેટ ખાવા નહીં દેવા.
  • બાળક ના જમે તો ટીવી કે મોબાઈલ બતાવી ના જમાડવો.
  • ચોકલેટ કે બહાર લઈ જવાની લાલચ આપી ના જમાડવો.

Loading

Leave a comment

© Copyright 2022 drashishchokshi.com. All Rights Reserved.
0
Instagram
WhatsApp