- સુખી દાંપત્યજીવન માટે યાદ રાખવાની નહીં પણ ભૂલી જવાની ટેવ પાડવી જોઈએ.
- એકબીજા સાથે નિખાલસપણે વાત કરવાની અને સાંભળવાની ટેવથી ઘણી ગેરસમજો દુર થશે. માનસિક રીતે એકબીજા સાથે જોડાયેલા દંપત્તિ શરીર કરતા આત્માથી એકબીજા સાથે વધુ જોડાયેલા હોય છે.
- સફળ લગ્નજીવનનો આધાર એકબીજાને ખુશ કર્યા કરતા એકબીજાને વફાદાર રહેવા પર વધુ રહેલો છે.
- એકબીજાની ટીકા વખતે પણ એકબીજાનું ગૌરવ સાચવવું.
- પતિપત્નીએ પ્રેમ એકબીજાની ખુબી, ખામી, શોખ, ધ્યેય, જવાબદારીઓ અને ટેવો સાથે એટલે એકબીજાના સમગ્ર જીવન સાથે કરવો જોઈએ.
- નાના મોટા આશ્ચર્યો સંબંધોને જીવંત રાખે છે. નાની મોટી સુભેચ્છા આપતા રહો. સુભેચ્છા આપવાથી આપોઆપ ગુણો જોવાની અને દોષો અવગણવાની ક્ષમતા વધે છે.
- સામેનું પાત્ર જ્યારે બીજાને કોઈ પીડા કે દુઃખ આપે ત્યારે સમજવું કે કોઈક કારણથી એ પોતે અંદરથી ખુબ રિબાય છે. આ સમયે તેને તમારી વધુ સહાનુભૂતિ અને પ્રેમની જરૂર છે.
- પતિ કે પત્નીએ એકબીજા પાસેથી પોતાના કુટુંબીજનો માટેના એક્સ્પેકટેશન ખુબ નીચા રાખવા. સમય જતા આ એક્સ્પેકટેશન પુરા થાય જ છે.
- પત્નીના નાના નાના કામોનો ભાર ઉત્કૃષ્ટ ભાવથી ઓછો કરો. આ ભાવમાં પ્રેમના પુષ્પની વૃદ્ધિ કરવાની ખુબ તાકાત રહેલી છે.
- મોટા ભાગના લગ્નજીવન નિષ્ફળ જવાનું કારણ પતિપત્ની એકબીજાના સારા મિત્રો નથી હોતા તે હોય છે. મિત્રભાવ રાખવામાં ઉપરના બધા ગુણો આવી જાય છે.