Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

કઈક વિશિષ્ટ કરી બતાવવાની પ્રેરણા

જ્યારે કોઈ પણ વ્યક્તિ કઈક કરી બતાવવાની ઈચ્છા મનથી કરે છે ત્યારે દુનિયાની સમગ્ર શક્તિ તેની મદદે આવે છે.

ક્રિકેટજગતનો આવો જ એક અશક્ય અને અવિસ્મરણીય પ્રસંગ ૧૪/૦૭/૧૯૮૪ ના દિવસે થયો હતો. ઇંગ્લેન્ડ અને વેસ્ટઇન્ડીઝની ત્રીજી ટેસ્ટ ઇંગ્લેન્ડના હેડિંગ્લેખાતે રમાઈ રહી હતી. પાંચ ટેસ્ટ સિરીઝની અગાઉની બે ટેસ્ટ ઇંગ્લેન્ડ હારીચુક્યું હતું. ઇંગ્લેન્ડના કેપ્ટન ડેવિડ ગોવરે ત્રીજી ટેસ્ટમાં જ ઇંગ્લેન્ડસિરીઝ હારી ના જાય તેની પૂરી તૈયારી કરી હતી. પહેલા દિવસે સવારે જ ઇંગ્લેન્ડના ઓપનરક્રીસબ્રોડના એક શોટને રોકવા જતા વેસ્ટ ઇન્ડીઝના માલ્કમ માર્શલને ડાબા હાથના અંગુઠે બેફ્રેકચર થયા. ડોકટરોએ તેને ૧૦ દિવસ સુધી ક્રિકેટથી દુર રહેવાની સલાહ આપીહતી. અગનગોળાની જેમ બોલ ફેંકતા માલ્કમ માર્શલ ફિલ્ડમાંથી બહાર જતા ઈંગ્લેન્ડના ક્રિકેટરોએ ઘણી રાહતઅનુભવી.

ઇંગ્લેન્ડે તેની પહેલી ઇનિંગમાં ૨૭૦ રન કર્યા. પહેલી ઇનિંગમાં વેસ્ટ ઇન્ડીઝનો સ્કોર ૨૯૦ એ પહોંચ્યો ત્યારે તેમનો નવમો બેટ્સમેન જોએલ ગાર્નર આઉટ થયો. વખતે ગોમ્સ ૯૬ રને દાવમાં હતો. માલ્કમ માર્શલ ઈજાગ્રસ્ત હતા અનેડોકટરોએ તેને ક્રિકેટથી દુર રહેવા માટે ગંભીર ચેતવણી આપી હતી. આથીઇંગ્લેન્ડના ખેલાડીઓએ અને સ્ટેડિયમમાં હાજર પ્રેક્ષકોએ માની જ લીધું હતુંકે વેસ્ટ ઇન્ડીઝનો દાવ પૂરો થઈ ગયો છે. ખુદ ગોમ્સે પેવેલિયન તરફ ડગમાંડવાની તૈયારી કરી.

પણ સહુના આશ્ચર્ય વચ્ચે બધાએ જોયું કે ડાબા અંગુઠાનાફ્રેકચરની સાથે માલ્કમ માર્શલ ક્રીઝ પર આવી રહ્યો છે. તેણે ગોમ્સને એકસુંદર સ્માઈલ આપી સ્ટ્રાઈક લેવાનો સંકેત આપ્યો. તેનો આશય માત્ર ૯૬ રને અણનમરહેલા તેના સાથીની સદી પૂરી કરવામાં મદદ કરવાનો હતો. ગોમ્સે સદી પૂરી કરી.કહે છે ને કેહિંમત બતાવીને હારવું સારું પણ હિંમત નાં હારવી.

માલ્કમ માર્શલે એલોટના એક બોલને એક હાથે સુંદર સ્ક્વેર કટ મારીબાઉન્ડ્રીની બહાર પણ મોકલી બતાવ્યો. વેસ્ટ ઇન્ડીઝની પહેલી ઇનિંગ ૩૦૨ રનેપૂરી થઇ ત્યારે ગોમ્સના ૧૦૪ રન થયા અને વેસ્ટ ઇન્ડીઝને ૩૨ રનની લીડ મળી.ઇંગ્લેન્ડના ખેલાડીઓ જ્યારે માલ્કમ માર્શલ બેટિંગમાં ઝઝૂમી રહ્યા હતાત્યારે હસી રહ્યા હતા. તેમનું આ હાસ્ય જો કે લાંબો સમય ટક્યું ન હતું.કારણકે માલ્કમ માર્શલને આ દરમ્યાન કઈક વિશિષ્ટ કરી બતાવવાની પ્રેરણા મળીચુકી હતી.

ઇંગ્લેન્ડની બીજી ઈનીગમાં તેમના આશ્ચર્ય વચ્ચેમાલ્કમ માર્શલ બોલ લઈ ઓપનિંગ બોલિંગ કરવા તૈયાર હતા. માર્શલે બોલ ફેંકતીવખતે તેની જે સ્ટાઈલ હતી તે અનુસાર રન અપ વખતે જ તે ડાબા હાથમાંથી જમણાહાથમાં બોલ પસાર કરતો હતો તેવું કર્યા વિના તેણે બોલ ફેંકવાના શરુ કર્યા.ફાસ્ટ બોલરો માટે પોતાની સ્ટાઈલ બદલીને બોલ ફેંકવાનું ખુબ અઘરું હોય છે.સંકલ્પ હંમેશા માણસને સફળતા અપાવે છે અને સંશય નિષ્ફળતાની નજીક લઈ જાય છે.

માકોના હુલામણા નામથી ઓળખાતા બાર્બાડોસના આ ખેલાડીના હાથમાંથીઅગનગોળાની જેમ છુટતા એક સુંદર બોલે ઓપનર ક્રીસ બ્રોડને પેવેલિયનનો રસ્તોબતાવી દીધો. આ ક્રીસ બ્રોડના જ એક શોટથી માર્શલના ડાબા હાથના અંગુઠે બેફ્રેકચર થયા હતા. ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ અમ્પાયરને ફરિયાદ કરી કે માર્શલનાપ્લાસ્ટરની ચમકને લીધે તે જ્યારે બોલ ફેંકે છે ત્યારે તેઓની એકાગ્રતામાંભંગ થાય છે. તુરંત માર્શલે પ્લાસ્ટર કાઢી સાદો ઇલાસ્ટોક્રેટ બેન્ડેજ બાંધીબોલ ફેંકવાના ચાલુ રાખ્યા. થોડીક ઓવરો પૂરી થઇ, ઇંગ્લેન્ડ હજુ ઉભું થવાનોપ્રયત્ન કરતું હતું ત્યાં અચાનક ઇંગ્લેન્ડના એક બેટ્સમેન ફાઉલરના એક શોટનોકેચ માર્શલે એક હાથે કરીને સ્ટેડિયમમાં બેઠેલા પ્રેક્ષકોને સ્તબ્ધ કરીદીધા.

ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં માર્શલે તેની કારકિદીના શ્રેષ્ઠ સ્વીંગ બોલ એક હાથેફેંકી બતાવ્યા. તેણે તેની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ સ્પેલ ૨૬૫૩૭ નાખ્યો. (૨૬ ઓવરમાં નવ મેઈડન ઓવર નાખી, ત્રેપન રન આપી સાત વિકેટ લીધી). તેના આદેખાવે ક્રિકેટના માંધાતાઓને પણ અચંબામાં મૂકી દીધા.જીતવાની ત્યારે જ મઝા આવે જ્યારે બધા નિષ્ફળતા, અશક્ય અથવા હાર માનીને જ બેઠા હોય.ઇંગ્લેન્ડનો દાવ ૧૫૯ રનમાં જ સમેટાઈ ગયો. જીત માટે જરૂરી ૧૨૮ રન વેસ્ટઇન્ડીઝે માત્ર બે વિકેટના ભોગે જ કરી લીધા.

છેલ્લા૧૫૦ વર્ષમાંક્રિકેટરો ઈજાગ્રસ્ત થયા હોય અને પછી હિંમત બતાવી રમ્યા હોયતેવી પ્રથમ દસ ઘટનામાં આ ઘટનાનો સમાવેશ થાય છે. માર્શલે સાબિત કરી બતાવ્યુંહતું કેજીવનમાં અશક્ય લાગતી વસ્તુઓમાં પણ પ્રયત્નોની ઊંચાઈ જ એટલી બધી રાખવી કે સંજોગોએ પણ તેની આગળ ઝૂકવું પડે.માર્શલે એક હાથે હિંમત બતાવી બેટિંગ કરી, અદભુત ફિલ્ડીંગ ભરી, કેચ પણકર્યો અને જીવનની શ્રેષ્ઠ સ્પેલ ધરાવતી બોલિંગ પણ કરી. હંમેશા માટે ક્રિકેટરમવા માટે મુશ્કેલી પડી શકે છે તેવી ડોકટરોની સલાહને પણ તેણે દેશ માટે અનેમિત્ર માટે જરૂર હતું એટલે અવગણી.

છેલ્લો બોલ : ૪૧ વર્ષની નાનીઉંમરે જ્યારે આંતરડાના કેન્સરના કારણે માલ્કમ માર્શલે દુનિયામાંથી વિદાય લીધી ત્યારે તેમના કોફીનને વેસ્ટઇન્ડીઝના પાંચ ભૂતપૂર્વ કેપ્ટનોએ ઉચક્યું. આવું મરણોત્તર સન્માન હજુ સુધી કોઈ ક્રિકેટરને મળ્યું નથી.

ડો.આશિષ ચોક્સી ગુડ મોર્નિંગ – કડી ૪૮ ૧૪/૦૭/૨૦૨૦

Loading

Leave a comment

© Copyright 2022 drashishchokshi.com. All Rights Reserved.
0
Instagram
WhatsApp