જુલાઈ ૨૦૧૮ ની વાત છે. મહારાષ્ટ્રનાસાંગલી વિસ્તારના સરસ્વતીનગરમાં રહેતી ૭ વર્ષની શ્રીનિધિને હ્રદયની સર્જરીકરાવી હતી. ડોકટરે તેને ઘરે આરામ કરવા અને સ્કુલે ન જવા સલાહ આપી હતી. ઘરેરહીને નિધિને શાળા અને પોતાના મિત્રો યાદ આવતા હતા અને એકલપણું લાગતુંહતું. તે વાંરવાર સ્કુલે જવાની જીદ કરતી હતી.
સ્કુલ મેનેજમેન્ટને આ વાતનીજાણ થઈ. તેમણે શ્રીનિધિના આખા ક્લાસને તેના ઘરે લઈ જઈ ત્રણ દિવસ સુધીક્લાસનું કામ તેના ઘરેથી જ ચલાવ્યું. શ્રીનિધિ તેના મિત્રોને મળી શકી અનેતેનો જુસ્સો વધ્યો. ધન્ય છે શાળાને જે માત્ર વિધાર્થીના માત્ર શિક્ષણપ્રત્યે નહીં પણ તેની તકલીફમાં તેને હુંફ મળી રહે તે વસ્તુનો પણ વિચાર કરતીહોય.
એક અનાથ છોકરો ફળ વેચવાનું કામ કરતો હતો. બધા ધર્મના લોકોને આ છોકરોપ્રિય હતો. એક વખત ધાર્મિક તહેવાર વખતે શહેરમાં હુલ્લડ ફાટી નીકળ્યું.જેમાં પંદર માણસો માર્યા ગયા. મૃતકમાં અનાથ છોકરાનો પણ સમાવેશ થતો હતો.સરકારે બંને ધર્મના વડાઓને બોલાવ્યા અને પોતાના ધર્મના કેટલા માણસો માર્યાગયા છે તે જણાવવા કહ્યું. બંને ધર્મના લોકોએ પોતાના આંઠ માણસ માર્યા ગયા છેતેવું જાહેર કર્યું. સરકારી અધિકારીઓ મૂંઝાયા કારણકે કુલ માણસો પંદર મર્યાહતા સોળ નહીં.
અધિકારીઓએ બંને ધર્મના મૃતકોની નામાવલી તપાસી તો બંનેમાં તે અનાથ છોકરાનું નામ લખ્યું હતું.સર્વધર્મના લોકોને જે પ્રિય હોય તેને માનવધર્મ સિવાય બીજો કોઈ ધર્મ હોતો નથી.જ્યારે તમારે કોઈનું શ્રેષ્ઠ કામ કરવું છે તો તમે કયા ધર્મ માટે કરો છો તે નાં જુઓ.
(લેખક : હસમુખ રામદેપુત્રા – આ વાર્તાને સાહિત્ય સેતુ લઘુકથા સ્પર્ધા – રાજકોટમાં પ્રથમ ઇનામ મળ્યું હતું)
ડો. આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – ૧૧ મી કડી – ૦૭/૦૬/૨૦૨૦