ડીસેમ્બર ૧૯૬૯ : મન્સુરઅલીખાન પટોડી સાથે લગ્ન થયા ત્યારે કોઈ પત્રકારે શર્મિલા ટાગોરને પ્રશ્ન પૂછ્યો હતો કે, ‘તેમને એક આંખ છે તો તમને લગ્નજીવનમાં કોઈ તકલીફ નહીં પડે?’ ત્યારે શર્મિલા ટાગોરે જવાબ આપ્યો હતો કે, ‘એક આંખે કે આંખ વિના દુનિયાની શ્રેષ્ઠ વસ્તુઓ અને વ્યક્તિઓને કેવી રીતે જોવાય તે મને નવાબ સાહેબે શીખવ્યું.’તેમના મૃત્યુ પછી તેમની એક આંખનું પણ ચક્ષુદાન કરાવી શર્મિલાટાગોરે અંગદાનનો મહિમા સમાજને સુંદર રીતે સમજાવ્યો.
માર્ચ ૨૦૧૭ : ઓલમ્પિક સ્પર્ધા : દુનિયાના શ્રેષ્ઠ એથ્લેટ ગણાતા હુસેન બોલ્ટ આ સ્પર્ધામાં માત્ર બ્રોન્ઝ મેડલ મેળવી શક્યા. પત્રકારોના પ્રશ્નોના મારા વચ્ચે તેની પત્ની કાશી બેનેટે સુંદર જવાબ આપ્યો, ‘અમારા ઘરમાં ઘણા બધા ગોલ્ડ અને સિલ્વરમેડલ હતા, માત્ર બ્રોન્ઝ મેડલનો જ અભાવ હતો. જે હુસેને આજે મેળવ્યો.’કેટલો સુંદર રીતે પતિનો બચાવ અને કેટલી પોઝીટીવ વાત.
આજની શરૂઆત :
its not what you do, its how you do it.
Its not what you see, its how you look at it.
Its not how your life is, its how you live it.
ડો.આશિષ ચોક્સી
ગુડ મોર્નિંગ – કડી ૪ – ૩૧/૦૫/૨૦૨૦