Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

બાળકને શીશીથી દૂધ કેમ ના અપાય?

  • શીશી (બોટલ) થી દૂધ પીતા બાળકો તરત જ માતાનું ધાવણ ચુસવાનું બંધ કરી દે છે.
  • બોટલમાં દૂધ પીતી વખતે બાળકે બોટલની નીપલ ફક્ત દબાવવાની હોય છે.
  • માતાનું દૂધ પીતી વખતે બાળકે માતાની નીપલ દબાવવાની અને ખેંચવાની (sucking) હોય છે.
  • માતાનું દૂધ લેવામાં વધુ મહેનત કરવી પડે છે અને બોટલથી વધુ સહેલાઈથી દૂધ મળે આથી બાળક માતાની નીપલ ચુસવાનું છોડી દે છે.
  • માતાનું ધાવણ બાળક નીપલ ચૂસે તેનાથી બને છે.
  • ધીરે ધીરે ચુસવાનું ઓછુ થવાને લીધે ધાવણ બનવાનું પણ ઓછુ થઇ જાય છે.
  • બાળકમાં શ્વાસ અને પેટના ચેપ લાગવાની શક્યતા વધુ રહે છે.
  • બાળકને ગેસ તેમજ ઉલટી થવાની શક્યતા વધુ રહે છે.
  • છ માસ બાદ જ્યારે ઉપરથી ખોરાક શરુ કરવાનો હોય ત્યારે બોટલથી દૂધ લીધેલ બાળકોને નવો ખોરાક ચાવતા અને ઉતારતા અઘરું પડે છે.
  • શીશીથી દૂધ પીતા બાળકો થોડા ચીડિયા, અધીરા અને ગુસ્સાવાળા હોય છે.
  • આ બાળકોને દાંતના રોગોની શક્યતા વધુ રહે છે.
  • આ બાળકો આત્મવિશ્વાસથી બોલતા પણ મોડું અને અટકતા બોલતા શીખે છે.
  • શીશીથી દૂધ પીતા બાળકો ભલે વજનમાં તંદુરસ્ત લાગે પણ તેમના માતાપિતાએ કોઈ પણ કારણોસર હોસ્પિટલના ધક્કા વધુ ખાવા પડે છે.

Loading

Leave a comment

© Copyright 2022 drashishchokshi.com. All Rights Reserved.
0
Instagram
WhatsApp