મુલાકાતી નંબર: 430,114

Ebook
ટીનએઈજ માટે વેકેશનમાં શ્રેષ્ઠ પ્રવૃત્તિ
૨૨મે૨૦૧૭ - 22may2017 દિવ્ય ભાસ્કર વેકેશન પડે એટલે મામાને ઘરે જવું, ટ્રેકિંગ કરવું, ફેમિલી સાથે બહાર જવું કે કોઈ સ્પોર્ટ્સના કોચિંગ ક્લાસ ભરી કોઈ રમત રમીને બે મહિના પસાર કરવા. આ સામાન્ય પ્રવૃત્તિઓ વેકેશનમાં બાળકો કરે તે આપણે જાણીએ છીએ. ખાસ અમુક પ્રવૃત્તિઓ કે જે માતાપિતાના ધ્યાન બહાર જાય છે અને ચાલુ શાળાએ તેને માટે સમય નથી મળતો, તેવી વસ્તુઓ પર આજે આપણે વાત કરીએ. આ પ્રવૃત્તિઓ ટીનએઈજ બાળકોના વ્યક્ત્તિત્વ વિકાસ માટે ઘણી મદદરૂપ થઈ શકે. પહેલી વસ્તુ ઘરના જ કામ કરવા અને શીખવા. પહેલાના સમયમાં ઘરના કામો બાળકોએ જ કરવા પડતાં હતા. માતાપિતાની ચિંતા બાળકોની કારકિર્દીને માટે આટલી બધી ન હતી. પણ તેઓ ઘરના કામ બાળકોને અવશ્ય શીખવતા. ઘરના સામાન્ય કામો જેમ કે ગેસનો બાટલો બદલવો, ઇલેક્ટ્રિક બલ્બ ચેક કરવા, ફ્યુઝ ઉડી જાય તો તેને ઠીક કરવું, ઈસ્ત્રી કરવી, માળિયા અને કબાટો સાફ કરવા, બેન્કના નાના મોટા કામો કરવા વગેરે. આ કામો કરવાથી ટીનએઈજ બાળકને ઘર શું છે, તે ચલાવવા માતાપિતાને કેટલી તકલીફો પડતી હશે તેનો ખ્યાલ આવે છે. આ કામો કરતા તેને ઘરની આર્થિક પરિસ્થિતિનો પણ થોડો અંદાજ આવે છે. સાથે સાથે તેને માતાપિતા સાથે રહેવાનો થોડો મોકો મળે છે. ઘરની આર્થિક પરિસ્થિતિનો બાળકને ખ્યાલ આવે તેનો ઉત્તમ મોકો ટીનએઈજ બાળકોને મળતું વેકેશન છે. બીજું નજીકના અને થોડા દુરના વડીલો સાથેની સામાજિક મુલાકાત. મોબાઈલ અને કમ્પ્યુટરના ઝડપી જમાનામાં ટીનએઈજ બાળક મશીનોની નજીક આવતો જાય છે અને વ્યક્તિઓથી દુર થતો જાય છે. તેનામાં હદયથી કામ કરવાની આવડત ઘટતી જાય છે અને મગજથી સંવેદના કે પ્રેમ વિના કામો કરવાની ટેવ વધતી જાય છે. માતાપિતા પોતે તો સામાજિક પ્રસંગોએ વડીલોને મળી લેતા હોય છે પણ બાળકોને તો ઘણા નજીકના વડીલોના નામ પણ ખબર નથી હોતી. વેકેશનમાં માતાપિતાએ કોઈ પણ ચાર કે પાંચ વડીલોની મુલાકાત પોતાના ટીનએઈજ સંતાનોને કરાવવી જોઈએ. આ વડીલો પાસે જીવનના અનુભવોનું ભાતું હોય છે તેમને સાંભળવાથી બાળકોના વિચારોની એક અલગ જ દિશા ખુલશે. વર્ષ પહેલા IIM માં લેકચર આપવા આવેલ એક મહાનુભાવે વિધાર્થીઓને પ્રશ્ન પૂછ્યો હતો કે, ‘અહીં આજે તમે મને સાંભળવા આવ્યા છો. પણ તમારામાંથી કેટલા લોકોએ તમારા નજીકના સગા જેમકે મામા, માસી, કાકા કે ફોઈને સાંભળ્યા છે? મારા પાસેથી જે શીખશો તેનાથી વધુ અનુભવ તમારા પરિચિતો જ તમને આપી શકશે.’ ત્રીજી વાત જે ટીનએઈજ બાળકોને શીખવવી જોઈએ તે આરોગ્ય અંગે સભાનતા. થોડું કસરત અને ચાલવાથી થતા ફાયદા. વિવિધ ખોરાકમાં રહેલી કેલરી વિશે જ્ઞાન. સફળતાની ચાવી લાંબો સમય ફિઝિકલી ફીટ રહેવાય તેમાં જ છે. છેલ્લે ટીનએઈજ બાળકોની બે કે ત્રણ પ્રોફેશનલ્સ સાથેની મુલાકાત. જેમકે કોઈ C.A, ડોક્ટર કે એન્જિનિયરની ઓફિસમાં બે કે ત્રણ દિવસ તેમની ઓફિસમાં તેમની સામે બેસવા મોકલવા. તેમની કામ કરવાની પદ્ધતિ અને તેમને મળતી વ્યક્તિઓ, તેમને પડતી તકલીફો વિશે ટીનએઈજમાં જ બાળકો માહિતગાર થાય તો તેમના વિચારોને એક અલગ દિશા મળશે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો