લેખ ૩૭ માં મારી ‘ગુડ મોર્નિંગ’કોલમનો આર્ટીકલ “તમારી આંગળી કોણે પકડી હતી?” બાદ ઘણા પ્રતિભાવ હતા. વાચકોના થોડા પ્રતિભાવ અને વિચારો અહીં લખું છું.
જ્યારે કોઈ વ્યક્તિ નાનપણમાં પોતાની આંગળી પકડનારને ના ભૂલે ત્યારે તેનો યશ તે વ્યક્તિના માતાપિતાએ આપેલા સંસ્કારને આપવો જોઈએ. ઘણા માતાપિતા જ બાળકોને પોતાના સંપર્કમાં આવતી વ્યક્તિઓની નકારાત્મક બાજુ જોતા જ…
૨૦૧૩ ની સાલ. સ્થળ : નવી દિલ્હીની દરબંગા લેન. ખલીલચાચા નામનાં એક વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો હતો. તેમના ખબર અંતર પૂછવા એક ચાલીસ વર્ષની પ્રસિદ્ધ જાજરમાન મહિલા તેમના નિવાસસ્થાને પહોંચી ગયા. મહિલાની સાથે રહેલા સિક્યોરિટી ગાર્ડસમાં આશ્ચર્ય સાથે દોડધામ મચી ગઈ. ભારતના પ્રસિદ્ધ રાજકારણી કુટુંબની આ મહિલાને પોતાના ખબર અંતર પૂછવા આવેલા જોઈ ખલીલચાચાની આંખમાં…
૨૩ ઓગષ્ટ ૨૦૦૨ : ભારતની હેડિનગ્લે – લીડ્સ ખાતે ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ. આજે સચિન તેંદુલકરે ઇંગ્લેન્ડ સામે ક્લાસિક ૧૯૩ રન ફટકાર્યા. ભારતે તેની પહેલી ઇનિંગમાં ૬૨૮ રન આંઠ વિકેટે કર્યા. તેંદુલકરની આ ક્લાસિક ઇનિંગને કારણે ભારત એક ઇનિંગ અને ૪૬ રનથી ઇંગ્લેન્ડ સામે વિજય મેળવ્યો. ટેસ્ટ બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન નાસીરહુસેને તેંદુલકર વિશે કહ્યું, ‘સ્લીપમાં…
“તમે જીત્યા મસ્તક નમાવીને,
અમે હાર્યા શસ્ત્રો ચલાવીને”
કવિ આબિદ ભટ્ટ
એક મહિલા માટે તે કોઈને પણ મળે, કોઈનું પણ નાનું મોટું કામ કરે પછી સામેની વ્યક્તિમાં જીવનભર તે મહિલા માટે બહેન, માતા કે દીકરીનો ભાવ જાગે તેવો મહિલાનો સ્વભાવ અને તેનો લોકો સાથેનો માનવતાભર્યો વ્યવહાર કેટલો સુંદર હશે તો જ આમ બને.
આ વાત…
૨ ઓગસ્ટ ૨૦૦૨ નો રક્ષાબંધનનો દિવસ હતો. સ્થળ હતું, મધ્યપ્રદેશના ઇન્દોરની સેન્ટ્રલ જેલ. અહીં આજે ક્ષમા, માફી, પ્રેમ, કરુણા અને શાંતિ માટેનું અવિસ્મરણીય દ્રશ્ય સર્જાયું. એક મર્ડર માટે આજીવન કેદની સજા પામેલા ૫૩ વર્ષના કેદી સમંદરસિંઘને કેરાલાની ક્રિશ્ચન સાધ્વી સિસ્ટર સેલ્મીએ રાખડી બાંધી. સિસ્ટર સેલ્મીએ સમંદરસિંહના હાથ ચૂમ્યા. તેની પાસે રાખડી બંધાવતા સમંદરસિંહનાં હાથ ધ્રુજતા…
“લેજે વિસામો ન ક્યાંયે, હો માનવી દે જે વિસામો,
તારી હૈયાવરખડીને છાંયે, હો માનવી દે જે વિસામો.”
વેણીભાઈ પુરોહિત
ડીગ્રી, સામાજિક દરજ્જો કે પદ ક્યારેય માનવતાના માપદંડ નથી હોતા.
આશરે ૧૦૦૦ વર્ષ પહેલા ગુજરાતમાં કુમારપાળ નામનો રાજા થઇ ગયો. અબોલ પક્ષી-પ્રાણીઓ માટે તેનો એટલો બધો પ્રેમ હતો કે ઘોડા અને ગાયના પીવાના પાણીને પણ તે…
૧૯૪૫ ની આસપાસ તામિલનાડુના રામેશ્વરમ પાસેના એક નાના ગામનો અવુલ પકીર નામનો ૧૪ વર્ષનો વિધાર્થી છાપા વેચીને પોતાના ગરીબ પરિવારને આર્થિક રીતે મદદ રૂપ થવા મદદ કરતો. આ વિધાર્થી મહેનત કરીને ૧૯૫૫ માં મદ્રાસ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં ફિઝિક્સમાં આગળ અભ્યાસ માટે પહોંચ્યો. ત્યાંના ડીને એક અઘરો પ્રોજેક્ટ ત્રણ દિવસમાં પૂરો કરવા ચેલેન્જ ફેંકી. ‘પ્રોજેક્ટ પૂરો…
મારા એક પેશન્ટે તેમની દીકરીની પ્રથમ વર્ષગાંઠે તેને એક પુસ્તક ભેટમાં આપ્યું. તે જેટલા વર્ષની થતી તેટલા પુસ્તકો તેની ઉંમર અનુસાર તેના પિતા તેને આપતા. આ સિલસિલો તે ૧૮ વર્ષની થઈ ત્યારે પણ તેના પિતાએ તેના જન્મ દિવસે ૧૮ પુસ્તકો આપ્યા. દીકરીનું જીવન ઘડતર કરતી કેટલી સર્વોત્તમ ભેટ. જે માતાપિતા બાળકોને પુરતો સમય નથી આપી…
“જીવનના રંગમંચ પર તેઓનો અભિનય કેવો જોરદાર નીકળ્યો, કે અંત સુધી મેં તેમને હેરાન કર્યા, હું તેમના પર નાની નાની ઘટનાઓ પર ગુસ્સે થઇ, અયોગ્ય વ્યવહાર કર્યો, પણ અંતે તો તેઓ જ વિજયી બની મારી પહેલા ચાલ્યા ગયા. ખરેખર તો જીવનની દરેક વાતમાં મેં તેમને ‘ટેઇક ગ્રાન્ટેડ’ લીધા હતા.”
શશિનભાઈએ વિદાય લીધી. ૫૦ વર્ષના દાંપત્યજીવન…
જ્યારે કોઈએ તમારી ક્ષમતા પ્રત્યે શંકા કરી હોય, ક્યાંક નીચા દેખાડ્યા હોય અને અપમાનિત અવસ્થામાં મુક્યા હોય તેમના માટે મનમાં ક્યારેય કડવાશ રાખશો નહીં. તેમના જીવનભર આભારી રહેજો કારણકે આ એ લોકો હતા કે જેમણે તમારી ક્ષમતા એક બંધ ઢાંકણા નીચે દબાઈને પડેલી હતી તેને સજીવન કરી ફૂફાડા મારતી બહાર લાવવામાં મદદ કરી છે. જે…
ગુજરાતના એક વિશ્વવિખ્યાત ગીતકાર-સંગીતકારને ૧૯૭૫-૧૯૭૬ ના સમયમાં ‘લાખો ફુલાણી’ પિકચરમાં એક ગુજરાતી ગીતને કિશોરકુમારના અવાજમાં ગવડાવવાની ઈચ્છા થઇ. આ માટે પિકચરના નિર્માતા સાથે તેઓ મુંબઈમાં જુહુ સ્થિત કિશોરકુમારના ઘરે પહોંચી ગયા. કિશોરકુમારના ઘરના ઝાંપે જ તેમને ખબર મળ્યા કે કિશોરકુમાર મહેમુદ સાથે કોઈ ગંભીર ચર્ચા કરી રહ્યા છે.
પછી તેઓએ કિશોરકુમારને રૂબરૂ મળી શકાય તે…
શ્રેષ્ઠ પ્રદાન માટે માણસ પોતાના સર્વોત્તમ પ્રયત્નો કરે તે એક પ્રકારનીસાધના જ છે.લક્ષ્ય સુધી પહોચવામાં આવતા ઉતાર-ચઢાવ, સફળતા-નિષ્ફળતા, પડકારો, દુઃખ, તકલીફો જર્નીની અદભુત અનુભૂતિ કરાવે છે. જીવન જીવવાની સાર્થકતા પણઆવું કઈક કરવામાં જ છે. સફળતા તો પછીની વાત છે.
લેખ ૨૩ માં લક્ષ્ય પૂરું કરવાની વાત હતી. છેલ્લો ફકરો આ પ્રમાણે હતો. “એક સરખી શક્તિ,…