થોડા વર્ષો પહેલા એક દર્દીએ એક સિનિયર ડોક્ટર પાસે ગયા હતા તે અનુભવ કહેલો. ‘ડોકટરે ચેક કરી પ્રિસ્ક્રીપ્શન લખી કોઈ વધારાની સુચના માટે એક કાગળ આપવો હતો. તેમના ચેમ્બરમાં ઠેર ઠેર પુસ્તકો, દવાના સેમ્પલો, અન્ય કાગળો અને જર્નલ્સના ઢગલા હતા. આ બધી વસ્તુઓને લીધે તેમને જે કાગળ આપવો હતો તે મળ્યો જ નહીં. ડોકટરે કાગળ…
“તારું હોવું તો પ્રથમ પુરવાર કર,
એના અસ્તિત્વ વિશે રકઝક પછી.”
કવિ હિતેન આનંદપરાએ લખેલ ઉપરોક્ત વાતમાં ‘આપણું’ હોવું પુરવાર કેવી રીતે થશે?
૨૦૧૦ ની સાલમાં તામિલનાડુના ડીનડીગુલ જિલ્લાના એક નાના ગામનો ખેડૂત દેવાથી કંટાળી આપઘાત કરવા નજીક આવેલ નદીના બ્રિજ પર ચઢ્યો. તે પોતે સારો તરવૈયો હતો આથી કુદકો મારતા પહેલા તેણે પોતાના હાથ…
બે મિત્રોએ નવું ઘર ખરીદ્યું. તેમણે વિચાર્યું કે ઘરની વચ્ચે દિવાલ નથીકરવી પણ વૃક્ષ વાવીએ. એક મિત્ર પોતાના વાવેલા વૃક્ષની ખુબ સંભાળ રાખતો.તેને પાણી અને ખાતર સમયસર આપતો. બીજો મિત્ર પોતાના વાવેલા વૃક્ષની જરાયદરકાર ન કરતો. ક્યારેક જ પાણી પાતો. તેમની મહેનત પણ દેખાઈ. ખુબ ધ્યાનરાખનાર મિત્રનું વૃક્ષ ઝડપથી મોટું થયું અને સુંદર દેખાતું. ધ્યાન…
એપ્રિલ ૨૦૧૩ : ભારતમાં પહેલી હિન્દી ફિલ્મ ‘રાજા હરીશચન્દ્ર’ દાદા સાહેબ ફાળકેએ બનાવી રજુ કરી. તેમના સ્વપ્ના ચકનાચુર થઇ ગયા. પાંચથી છ કલાક લાંબુ નાટક જીવંત પાત્રો સાથે અને માત્ર અડધો આનો (ત્રણ પૈસા) માં જોવા ટેવાયેલા પ્રેક્ષકોએ પડદા પર પ્રથમ વાર રજુ થયેલી આ ફિલ્મ ન સ્વીકારી.
‘રાજા હરીશચન્દ્ર’ ૪૦ મિનિટની ફિલ્મ અને વળી…
૧૯૪૦-૧૯૪૧ નો સમયગાળો હતો. પૃથ્વીરાજ કપૂરની નાટક મંડળી નાટકના શો કરવા દેશભરમાં ફરતી હતી. તેમની નાટકની મંડળીમાં ઝોહરા સાયગલ સાથે હતા. તેઓએ પૃથ્વીરાજકપૂરનું રંગમંચ સમર્પણ કેટલું બધું હતું તેનો એક પ્રસંગ એક પત્રકારને કહ્યો હતો.
‘નાટક મંડળી દક્ષિણ ભારતના કોઈ મોટા શહેરમાં નાટકના શો માટે ગઈ હતી. ‘કિસાન’ નાટક ના શો હતા. શો શરૂ થાય…
સપ્ટેમ્બર ૨૦૧૮ માં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસના પત્નીઅમૃતા ફડનવીસની તેમના સેલ્ફી ક્રેઝ માટે સોશિયલ મીડિયામાં ખુબ ટીકા થઈ.લોકોએ કહ્યું, ‘એક મુખ્યપ્રધાનના પત્નીનું જાહેરમાં આવું વર્તન ના હોવુંજોઈએ.’
દેવેન્દ્ર ફડનવિસે સુંદર રીતે ખુલાસો આપ્યો. તેમણે કહ્યું, ‘અમૃતા ચોક્કસપણે જવાબદાર વ્યક્તિ છે. તેણે જાહેરમાં સમતોલપણે રહેવું જોઈએપણ અત્યાર સુધીના મુખ્યપ્રધાનોના પત્નીમાં તે સૌથી યુવાન છે. નટખટ રહેવાનીતેની…
એક ફેકટરીમાં એક ભાઈ શનિવારે સાંજે છુટવાના સમયે તેમનું મશીન બગડ્યું આથી તેને સરખું કરવામાં મશગુલ થઇ ગયા. તેમને સમયનું ભાન ના રહ્યું. મશીન રીપેર થઇ ગયું, પણ પછી તેમનું ધ્યાન ગયું કે બધા જ માણસો ફેકટરીમાંથી ચાલ્યા ગયા છે. મુખ્ય દરવાજો પણ બંધ થઇ ગયો છે. હવે કોઈ આવીને મુખ્ય દરવાજો ખોલે તેવી આશા…
દેશની ઘણી ટેક્ષટાઈલ મિલોના માલિક, એમ્બેસેડર કારના ઉત્પાદક અને ‘ધી હિન્દુસ્તાન ટાઈમ્સ’ અખબારના માલિક કૃષ્ણકુમાર બિરલાની નમ્રતાની વાત છે. તેઓ દેશના આગળ પડતા ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલાના પુત્ર હતા. સત્તા અને સંપત્તિ સાથે ઉચ્ચ સંસ્કાર અને માનવતા ભર્યો વ્યવહાર તેમને વારસામાં મળ્યો હતો.
જ્યારે તેઓ ‘ધી હિન્દુસ્તાન ટાઈમ્સ’ અખબારના માલિક અને ચેરમેન હતા ત્યારે અખબારમાં એક…
સપ્ટેમ્બર ૨૦૧૮ : ભારતની બોક્સિંગ ચેમ્પિયન મેરીકોમ સિલેસીઓન ટુર્નામેન્ટ રમવા રાત્રે ૩.૩૦ વાગ્યે પોલેન્ડ પહોંચ્યા. ૩૫ વર્ષીય ત્રણ બાળકોની માતા એવી મેરીકોમને પોલેન્ડ પહોંચીને જાણ થઇ કે ટુર્નામેન્ટના નિયમ અનુસાર કદાચ ૪૮ કિગ્રા વજન અપર લિમિટ હોઈ શકે. તેનું વજન ૫૦ કિગ્રા હતું. તેને લાગ્યું કે બે કિગ્રા વધુ વજનને લીધે તે કદાચ ટુર્નામેન્ટ રમવા…
૧૯૫૦ ના સમયમાં હિન્દી ફિલ્મોમાં સુરૈયા વધુમાં વધુ પૈસા લેતી હિરોઈન હતી. દેવઆનંદ સાથે તેણે સાત જેટલી સફળ ફિલ્મો આપી. તે સમયના ડેશિંગ હોલિવુડ હીરો ગ્રેગરી પેકને તે ખુબ પસંદ કરતી હતી. ગ્રેગરી પેકના ‘ગન ફાઈટર’ અને ‘જેન્ટલમેન્સ એગ્રીમેન્ટ’ પિક્ચર જોયા પછી તેના દિલોદિમાગમાં ગ્રેગરી પેક છવાઈ ગયા હતા.
એવું કહેવાતું કે દેવઆનંદ થોડા થોડા…
“बदले ना अपना ये आलम कभी जीवन में बिछड़ेंगे ना हम कभी”
૧૯૭૩ માં રીલીઝ થયેલા ‘યાદો કી બારાત’ પિક્ચરમાં નાનપણમાં છુટા પડેલા ત્રણ ભાઈઓનું મિલન નાનપણમાં સાંભળેલ સંગીતની ધૂન વર્ષો પછી સાંભળવા મળે છે તેને લીધે થાય છે તેવી સ્ટોરી હતી.
હમણાં બીજા વિશ્વયુધ્ધ વખતની એક નવલકથામાં વાંચ્યું કે સ્કોટલેન્ડના એકઈન્વરનેસ નામનાં ગામમાંથી…
ઘણાવર્ષો પહેલાની મહુવા પાસેના કળસાર ગામની 'ત્રિવેણીતીર્થ ઉત્તર બુનિયાદીવિદ્યાલય' નામની માધ્યમિક શાળાની વાત છે. શાળાના સંચાલક બળવંતભાઈ પારેખ હતા. આ શાળાને ૫૫,૦૦૦ રૂપિયાની સરકારી ગ્રાન્ટ મંજુર થઇ. એ વખતે આ રકમ ખુબ મોટી ગણાતી. તે વખતે માધ્યમિક શાળાને સરકારી ગ્રાન્ટ જે તે ગામની વસ્તીનાધોરણે મળતી હતી. કળસાર ગામની વસ્તી તે વખતે ૫૦૮૬ હતી. સરકારી નિયમ…
